________________ પુણ્યપાલ ચરિત-૨ મંત્રી ! પંડિતને બોલાવો. તે લગ્નનું મુહૂર્ત કાઢશે.” ચાર દિવસ પછી મુહૂર્ત નીકળ્યું. પુણ્યપાલ સિંહલેશ્વરને બનેવી થઈ ગયે. પયપાલ અને તિલકમંજરી પતિ-પત્ની થઈ ગયાં. પુણ્યપાલ સુંદર તો હતો, છતાં રત્નજડિત કપડાં અને ઘરેણાં પહેરી એ જુદે જ લાગતો હિતે. - પુણ્યપાલ પાંચસો ગામના અધિપતિ હતે. તેની અને તિલકમંજરીની જોડી કામદેવ અને રતિ જેવી હતી. તેને રહેવા માટે પાંચ માળનું ભવ્ય મકાન હતું અને સવા માટે હજારે દાસ-દાસીઓ હતાં. - પુષ્પદત્તને કરમાંથી છુટકારો મળ્યો હતો. તે પિતાનો માલ સિંહલપુરમાં વેચી રહ્યો હતો. એને બીજું શું જોઈએ ? છતાં તેને સંતોષ ન હતું અને આનાથી વધારે પ્રાપ્ત કરવાનો અધિકારી પણ ન હતું. પુણ્યપાલની સાહ્યબી જોઈ પુષ્પદત્ત ઈષ્યાથી બળી ગયો અને વિચારવા લાગ્યું : આ “પુણ્યપાલ મારે નોકર છે. છતાં તેને આવી સાહ્યબી! સૌભાગ્યમંજરી તે તેને મળી. અહીં આવી તિલકમંજરી પણ મળી ગઈ. જ્યારે રત્નપુરી આવ્યું હતું ત્યારે કેટલાક દિવસને ભૂખે હતો. કપડાં ફાટેલાં ન હતાં, તે પણ મેલાં તો હતાં જ. ત્યારે નિરાધાર હતું. સહયાત્રી સેવકના રૂપમાં સાથે લીધે, અને આજે કેટલે મોટે માણસ P.PSA. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust