________________ 61 પુણ્યપાલ ચરિત--- એની સાથે નહીં જવા દઉં. રસ્તામાં એ તમારું કંઈક ને. કંઈક અનિષ્ટ કરશે.' પુણ્યપાલે કહ્યું : પિતા ! કેઈનું કોઈ અનિષ્ટ કરી શકતું નથી. જ્યાં. સુધી ભગવાન મને અનુકૂળ છે, ત્યાં સુધી પુષ્પદર મારું કંઈ કરી શકશે નહીં. મારે મારું વચન પાળવાનું છે. તેને હું રત્ન પુરી પહોંચાડી દઉં, પછી હું તેનાથી છૂટે છું.” - રાજાએ કહ્યું : જેવી તમારી ઈચ્છા. તમે સમજદાર છે. હું તમને શું સમજાવું ? તમારે એક વાત માનવી પડશે. તમે તેના વહાણથી જુદા રહેજે. તેની સાથે રત્નપુરી સુધી જરૂર : જજે. પણ તમારા માટે અને તિલકમંજરી માટે હું જુદાં વહાણની વ્યવસ્થા કરું છું.” સિંહલેશ્વરે સાત વહાણ પુણ્યપાલ માટે તૈયાર કરાવ્યાં. એક વહાણમાં સશસ્ત્ર સૈનિકે હતા. એકમાં સેવક અને રસ્તાની સામગ્રી હતી. ચારમાં દહેજનું વિપુલ ધન. ભર્યું હતું. એકમાં તિલકમંજરી અને પુણ્યપાલને બેસવાની. સુવ્યવસ્થા હતી. સિંહલપુરથી ચૌદ વહાણોએ પ્રસ્થાન કર્યું. બધાં શ્રીપુર નગર તરફ આગળ વધતાં હતાં. પુષ્પદત્ત ઉપરથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust