________________
ભાવતીર્થ - રત્નત્રયી
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।। મવિI wor, Wof fGOTIOf AGT0Ior ||૧||
(+ર્માનિત પ્રgo સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
સંસારસાગરમાં અનાદિ કાળથી અનંતા જીવો ભટકે છે; કેમ કે આ સંસાર કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, પણ જીવોનું સામૂહિક સર્જન છે. અનાદિ કાળથી આ સંસાર અને સંસારમાર્ગ છે, સામે અનાદિ કાળથી મોક્ષ અને મોક્ષમાર્ગ પણ છે. ક્યારેય પણ આ સૃષ્ટિમાં ૮૪ લાખ જીવાયોનિ કે તેમાં ભટકતા જીવો ન હતા તેવું નથી, તેમ ક્યારેય પણ આ સૃષ્ટિમાં મોક્ષ કે મોક્ષમાર્ગ ન હતો તેવું પણ નથી. ભૂતકાળમાં અનાદિથી સંસાર અને મોક્ષ બંને તત્ત્વો વિદ્યમાન હતાં, અને બંનેના માર્ગ પણ અનાદિથી ચાલ્યા આવે છે. તમારે સંસાર ખેડવો હોય તો તમારા માટે સંસારમાર્ગ કાયમ ખાતે ખુલ્લો છે, અને મોક્ષ તરફ પ્રયાણ કરવું હોય તો મોક્ષમાર્ગ પણ આ જગતમાં સદા વિદ્યમાન છે, પસંદગી તમારે કરવાની છે.
અહીં એટલું વિચારવાનું કે જો આપણને દુઃખની ચિંતા નથી-દુઃખ નડતું નથી એવું હોય, તો સંસારમાં રહેવામાં, સંસાર ખેડવામાં કોઈ વાંધો નથી. પસંદ કરેલા સંસારનો કોઈ આરોઅંત નથી, અને જે દિવસે મનમાં થાય કે દુઃખ નથી જોઈતું, - આ સંસારમાં તો રાગ-દ્વેષ, વિકાર, આસક્તિ, મોહ, વાસનાઓ જ તીવ્ર માનસિક દુઃખ છે, તે પીડાકારી અને અસહ્ય લાગે, છૂટવાની ઇચ્છા થાય - તે દિવસે તમારા માટે મોક્ષમાર્ગ પણ છે. મરુદેવામાતાનો રત્નત્રયીના પરિણામથી શીઘ્ર મોક્ષ :
આ અનાદિથી વિદ્યમાન એવા મોક્ષમાર્ગ પર પણ મોટાભાગે જીવો સામગ્રીથી જ ચડે છે. આ સામગ્રી બધી વ્યવહારનયના તીર્થો પૂરી પાડે છે; કેમ કે નિમિત્તકારણરૂપ સામગ્રીમાં માનનાર વ્યવહારનય છે. મોક્ષમાર્ગમાં ચડવાની ઊંચામાં ઊંચી સામગ્રી કોઈ હોય તો તે, પહેલાં કહેલાં ત્રણ ભાવતીર્થો છે. (૧) ગીતાર્થ ગુરુ ભગવંત જેવું મોક્ષમાર્ગમાં ચડવા શ્રેષ્ઠ અન્ય આલંબન નથી, (૨) શાસ્ત્રો પણ એવાં છે કે જેમાં પદે પદે તમને મોક્ષમાર્ગની પ્રેરણા મળે, (૩) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પણ તમને મોક્ષમાર્ગમાં ચડવામાં સામગ્રીરૂપ આલંબન છે. સામગ્રીને મહત્ત્વ આપનાર વ્યવહારનય છે, તેથી આ ત્રણ જીવંતતીર્થને ભાવતીર્થ તરીકે વ્યવહારનય જ સ્વીકારે.
નિશ્ચયનય તો કહે કે આ ત્રણ તો સામગ્રી છે, તેનાથી મોક્ષમાર્ગમાં પાત્ર જીવો ભલે ચડતા; પરંતુ એવા પણ જીવો છે કે જેઓને સામગ્રીરૂપે આમાંનું એક પણ સાધન ન મળ્યું હોય, છતાં મોક્ષમાર્ગમાં સડસડાટ ચડી જાય. જોકે એવા વિરલા જ નીકળે કે જેને ગીતાર્થ ગુરુનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org