________________
૨૮
ભાવતીર્થ - રત્નત્રયી
પર બેઠાં-બેઠાં વિશુદ્ધ ધારામાં ચઢી ગયાં, એટલે ત્યાં ને ત્યાં સમકિત, ત્યાં ને ત્યાં સર્વવિરતિ, ત્યાં ને ત્યાં સમતા, ત્યાં ને ત્યાં સર્વશાસ્ત્રોનું જ્ઞાન, ત્યાં ને ત્યાં શુક્લધ્યાન અને ત્યાં ને ત્યાં ક્ષપકશ્રેણી; રત્નત્રયીરૂપ રાજમાર્ગમાં તેમનો આત્મા ક્રમશઃ આગળ વધતો ગયો અને અંતર્મુહૂર્તમાં સમગ્ર ગુણશ્રેણી પાર કરી, સાથે તે જ વખતે આયુષ્યનો પણ ક્ષય થયો એટલે નિર્વાણ પામ્યાં. સભા : નવમા ગુણસ્થાનકે ૧૪ પૂર્વનું જ્ઞાન શું કામનું ?
સાહેબજી ઃ તો જ દસમા ગુણસ્થાનકે મોહને મારી શકે.
સભા ઃ આમ તો કહે છે કે સાતમા ગુણસ્થાનક પછી શાસ્ત્રની જરૂ૨ નથી, તેનું શું ?
સાહેબજી : શાસ્ત્રો ભણવાની જરૂ૨ નથી, પણ શાસ્ત્રમાં કહેલા તત્ત્વજ્ઞાનની જરૂ૨ છે. તેનાથી જ આંતરિક પુરુષાર્થની દિશાનો ઉઘાડ થાય. મહાવીરસ્વામી જન્મ્યા પછી એક દિવસ પણ શાસ્ત્રો ભણ્યા નથી, પરંતુ ચિંતન-મનનથી - ગ્રંથ કે અધ્યાપકની સહાય વિના ઉત્તરોત્તર તત્ત્વનું જ્ઞાન સૂક્ષ્મ જ બનતું હતું, જેનાથી સ્વયં સાધનામાર્ગમાં એમનો આત્મા પ્રગતિ કરી રહ્યો હતો. તેથી જ દીક્ષા પછીના કેવલજ્ઞાન સુધીના સાધનાકાળમાં પણ પ્રભુએ શાસ્ત્રોના અર્થનું ચિંતન-મનન જારી જ રાખ્યું હતું. પૂર્ણજ્ઞાન પામતાં જ અનુપ્રેક્ષાકારી ધ્યાનનો અંત આવે છે. આપણે શાસ્ત્રોનાં પાનાં ઉથલાવી ઉથલાવીને થોડું મેળવીએ, તેઓ વગર ઉથલાવે ચિંતનથી ઘણું મેળવે.
સભા : શાસ્ત્રો તો પ્રાતિભજ્ઞાન સુધી જ પહોંચાડે છે ને ?
સાહેબજી હા, શાસ્ત્રો પ્રાતિભજ્ઞાન સુધી અવશ્ય પહોંચાડે છે, અને પ્રાતિભજ્ઞાનથી આગળની દિશા સંકેતરૂપે બતાવે છે; ચૌદે ચૌદ ગુણસ્થાનકનો રસ્તો શાસ્ત્ર બતાવે જ છે, નહીંતર શાસ્ત્ર અધૂરાં થાય, માત્ર સ્પષ્ટ રસ્તો પ્રાતિભજ્ઞાન સુધીનો બતાવે, પછી આંગળી ચીંધે.
અહીં internal process (આંતરિક પ્રક્રિયા) એવી અદ્ભુત થઈ કે મરુદેવામાતા છેક નિર્વાણ સુધી પહોંચી ગયાં. મરુદેવામાતા જૈન પણ નથી, તેમ જ અન્ય કોઈ ધર્મનાં પણ અનુયાયી નથી; છતાં ફક્ત આંતરસાધનાથી સિદ્ધ થઈ ગયાં. શાસ્ત્રમાં તેને નિસર્ગથી મોક્ષ પામ્યાં તેમ કહેવાય, એટલે અંદરમાં કુદરતી રીતે દૃષ્ટિ પ્રગટવાની ચાલુ થાય, અન્ય ધર્મમાં 'ध्यानान्तरिकायां शुक्लध्यानाद्यभेदद्वयावसान उत्तरभेदद्वयानारम्भरूपायां वर्त्तमानस्य केवलमुत्पद्यते' इति वचनप्रामाण्यात् । न च पूर्वगतमन्तरेण शुक्लध्यानाऽऽद्यभेदौ स्तः, 'आद्ये पूर्वविदः' (तत्त्वार्थ० ९-३९) इतिवचनात्, 'दृष्टिवाद (प्र. निषेध) श्च न स्त्रीणामि'तिवचनात्, अतस्तदर्थोपयोगरूपः क्षपक श्रेणिपरिणतौ स्त्रीणां द्वादशाङ्गभावः क्षयोपशमविशेषाददुष्ट इति । (हरिभद्रसूरिकृत ललितविस्तरा च तदुपरि मुनिसुंदरसूरिकृत पंजिका) १. शास्त्रेणेति फलपर्यवसायिना मोक्षपर्यन्तोपदेशेन शास्त्रेण । दर्शितः सामान्यतो ज्ञापित उपायो यस्य सामान्यतः फलपर्यवसानत्वाच्छास्त्रस्य द्वारमात्रबोधनेन विशेषहेतुदिक्प्रदर्शकत्वात्।
(દ્વાત્રિંશદ્ઘાત્રિંશિા વત્રીસી-૨૬, શ્લો-૬, ટીજા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org