________________
૨૩૦
ઉપકરણદ્રવ્યતીર્થ
સંથારો, ઉત્તરપટ્ટો, ચરવળો, કટાસણું, કંદોરો આદિ છે. આત્મામાં ચારિત્રગુણને પ્રગટાવવાની ક્રિયાઓ કરવામાં આ સાધનો સહાયક છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રના ઉદ્દેશથી જ બધી વાત છે. હકીકતમાં રત્નત્રયીપ્રધાન જ શાસન છે. દર્શનગુણ, જ્ઞાનગુણ અને ચારિત્રગુણની જ અહીં બોલબાલા છે. તેના અનુસંધાન વિનાનું કોઈ મહત્ત્વ જ નથી. ગીતાર્થ ગુરુ પણ રત્નત્રયી ધારણ કરે છે, તેથી તેમનો મહિમા છે. શાસ્ત્રો રત્નત્રયીનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવે છે, તેથી શાસ્ત્રનો મહિમા છે. શ્રીસંઘ પણ આ ગુણોનો સાચો આધાર છે, માટે શ્રીસંઘનો મહિમા છે. ધર્માનુષ્ઠાનો પણ રત્નત્રયીના ભાવોથી વણાયેલા છે, તેથી જ તે તારક છે. આલંબનો કે ઉપકરણો પણ રત્નત્રયીનાં પોષક-પૂરક નિમિત્તો છે, તેથી જ તેમનો મહિમા છે. જિનશાસનમાં અનુપમ ગુણપોષકતા છે. આરાધ્યતત્ત્વ, આરાધનાની વિધિઓ, આરાધનાનો આચાર, આરાધનાના ભાવો અને આરાધનાની સામગ્રી બધું જ ગુણપોષક છે. જે ગુણપોષક ન હોય તેનું આ શાસનમાં જરાય સ્થાન નથી. જેને આત્માના ગુણ નહીં ગમે, તેને આ શાસન કદી ગમવાનું નથી. પ્રભુના ધર્મતીર્થમાં પ્રવેશ જ ગુણાનુરાગી બન્યા વિના થતો નથી. આત્માના તમામ શુદ્ધ ગુણો સંક્ષેપમાં આ ત્રણમાં સમાય છે. જેને આધ્યાત્મિક ગુણોમાં રસ પડે, જે આધ્યાત્મિક ગુણોનો ઇચ્છુક બને, તે જ પ્રભુના અનુશાસનમાં પ્રવેશવા લાયક છે.
૧ઉપમિતિમાં આવે છે કે સંસારી જીવ દ્રમકમાં ગુણાનુરાગ પ્રગટવાથી જિનશાસનરૂપી મહેલના ગુણકારી ઐશ્વર્ય-વૈભવને જોઈને એ ચકિત થઈ ગયો. તમને જેમ અમેરિકા કે પેરિસની મોટી હોટલ અથવા અહીંની તાજ કે ઓબેરોયમાં મોકલ્યા હોય તો તમારી આંખો બિડાયેલી રહે કે ટીકી-ટીકીને જોયા જ કરો ? ત્યાંનું ફર્નીચર, ભોગસામગ્રી જોઈને તમારી આંખોની તરસ છિપાય નહીં. તેમ શાસ્ત્ર કહે છે કે જેનામાં સાચો ગુણાનુરાગ હોય તે ધર્મતીર્થ અને તેના વિભાગોનું ગુણકારી ઐશ્વર્ય જોઈને આશ્ચર્ય પામે. તેને જિનશાસનનું વાતાવરણ નવું જ લાગે. અહીં કાંઈક અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, એમ જોઈ જોઈ હરખાયા કરે. બોધિબીજ
१. यथा च तस्य कथानकोक्तस्य तात्पर्यवशेन लब्धचेतसः सतो हृदयाकूतैः परिस्फुरितं यदुत यदेतद्राजमन्दिरं सकलाश्चर्यधामाऽस्य स्वकर्मविवरद्वारपालस्य प्रसादेन मयाऽधुना दृश्यते लग्नं, नूनमेतन्न मया कदाचिद् दृष्टपूर्वं प्राप्तोऽहमस्य द्वारदेशे बहुशः पूर्वं, केवलं मम मन्दभाग्यतया येऽन्ये द्वारपालाः पापप्रकृतयस्तत्राभूवंस्तैरहं प्राप्तः प्राप्तः कदर्थयित्वा निर्धाटित इति, तदेतत्सर्वं जीवेऽपि समानं, तथाहि भव्यस्य प्रत्यासन्नभविष्यद्भद्रस्य कथञ्चिदुपलभ्य सर्वज्ञशासनमविदिततद्गुणविशेषस्यापि मार्गानुसारितया भवत्येवंविधोऽभिप्रायः, यदुत - अत्यद्भुतमिदमर्हद्दर्शनं, यतोऽत्र तिष्ठन्ति ये लो सर्वेऽपि सुहृद इव बान्धवा इवैकप्रयोजना इव समर्पितहृदया इवैकात्मका इव परस्परं वर्त्तन्ते । तथाऽमृततृप्ता इव निरुद्वेगा इव निरौत्सुक्या इव सोत्साहा इव परिपूर्णमनोरथा इव समस्तजन्तुसंघातहितोद्यतचेतसश्च सकलकालं दृश्यन्ते, तस्मात्सुन्दरमिदमद्य मया विज्ञातं, न पूर्वं विमर्शाभावात् । अन्यच्चायं जीवोऽनन्तवारा: (रान्. प्र. ) ग्रन्थिप्रदेशं यावत्प्राप्तो न चानेन तद्भेदद्वारेण क्वचिदपि सर्वज्ञशासनमवलोकितं, यतो रागद्वेषमोहादिभिः क्रूरद्वारपालकल्पैर्भूयो भूयो निरस्त इति एतावतांऽ-शेनेदमुपदर्शितं, न पुनस्तस्यामवस्थायाममुं विभागमद्याप्ययं जीवो जानीते चिन्तयति वा ।
(૩૫મિતિ પ્રસ્તાવ-)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org