________________
૨૧૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ restriction, control કે reform કરવાની અમાપ સત્તાઓ આવી છે. જેથી ડગલે ને પગલે હાલનું રાજ્ય ધર્મસત્તામાં intereference હક્કપૂર્વક બંધારણીય સત્તાના નામથી કરે છે, જેને આજની કોર્ટે પણ બંધારણ અનુસારે વાજબી ઠરાવે છે. અત્યારે આ દેશમાં religion under the state બની ગયું છે, above the state નથી રહ્યું; જે અતિ દુઃખની વાત છે. વાસ્તવમાં ખ્રિસ્તી ધર્મ સિવાય કોઈ પણ ધર્મનું soveriegn status રહ્યું નથી. બીજા બધા જ ધર્મો (કાયદાકીય દૃષ્ટિએ) તે તે રાજસત્તાના તાબા નીચે આવી ગયા છે. આ પશ્ચિમના દેશોની આશ્ચર્યકારી કૂટનીતિનું ગંભીર રહસ્ય છે કે “જે nation-state theory ફેલાવીને દુનિયાના તમામ ધર્મોને રાજસત્તાના controlમાં લાવી દીધા છે. તે જ nation-state theoryનો તેમણે ખ્રિસ્તી ધર્મ માટે ઉપયોગ કરીને Veticanને (વેટીકનને) સ્વતંત્ર state જાહેર કરીને ખ્રિસ્તી ધર્મને soveriegnityનો દરજ્જો આપ્યો છે. તેથી ખ્રિસ્તી ધર્મના વડા કોઈ રાજસત્તાના તાબા હેઠળ આવ્યા વિના દુનિયાના તમામ દેશોમાં પોતાની ધર્મસત્તાનો વહીવટ કરી શકે છે. તેથી બીજા દેશમાં પણ રહેલાં ખ્રિસ્તી ચર્ચામાં cardinal કે bishop (ખ્રિસ્તીના ધર્મગુરુ)ને પોપ પોતાની સત્તાથી Veticanમાં રહીને નીમી શકે છે, જેને તે તે દેશની સરકારો પણ માન્ય કરે છે, માત્ર એક China જ સામ્યવાદ પછી તેનો વિરોધ કરે છે. વળી, વેટીકનનો સાર્વભૌમ દરજ્જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સર્વમાન્ય બનાવીને U.N.O.માં પણ તેને observerની seat માનભેર આપવામાં આવી છે. વર્તમાન વિશ્વમાં U.N..માં પણ માન્ય એવો આંતરરાષ્ટ્રીય સ્તર પર સાર્વભૌમત્વનો દરજ્જો માત્ર એક ખ્રિસ્તી ધર્મ જ ભોગવે છે; કારણ કે તે સિવાયના કોઈપણ ધર્મને U.N.O.માં observerની seat આપવામાં આવી નથી. અત્યારે તો બીજી બધી ધર્મસત્તાઓ તે તે રાજસત્તાના વર્ચસ્વ નીચે પંગુ બનેલી છે. તીર્થકરોએ સ્થાપેલ અનુપમ ધર્મશાસનને જાળવનાર જૈનધર્મ પણ હાલમાં તો ભારતના બંધારણમાં રાજ્યને અપાયેલી અમર્યાદિત સત્તાઓના આક્રમણ નીચે દબાયો છે. રાજ્ય દ્વારા ધર્મક્ષેત્ર પર અનેક અન્યાયી કાયદા-કાનૂનો બંધારણની પચ્ચીસમી અને છવ્વીસમી કલમના નામે લાદવામાં આવે છે. તેમાં પણ ઘણી અર્થઘટનની જટિલતા છે, ધાર્મિક સ્વાતંત્ર્યના નામથી જ ધર્મની સત્તા પર તરાપ જેવું લખાણ અને અર્થઘટન છે. આ વાત ઘણી ઊંડી અને બુદ્ધિજીવીઓને પણ કડીઓ મળે તો જ સમજી શકે તેવી સૂક્ષ્મ છે, છતાં એક સ્ફોટક સત્ય છે તેથી કહું છું. કાયદાના જાણકારો પણ સાંભળવા તૈયાર હોય તો દાખલા-દલીલ સાથે આ વાત પુરવાર કરી શકાય તેવી હકીકત છે. આમાં અફસોસ એટલો જ છે કે ધર્મસત્તાને આના દ્વારા ખૂબ નબળી પાડવામાં આવી છે. તેના પરંપરાથી ચાલ્યા આવતા અધિકારો જ ઘણા ઝૂટવાઈ ગયા છે. આ પણ હુંડા અવસર્પિણી, પાંચમો આરો, કલિકાલનો પ્રભાવ જણાય છે.
સભા : રાજસત્તામાં ધર્મસત્તા આવે તે તો સારું કહેવાય ને ?
સાહેબજી : તો ભગવાને બંને સત્તાને જુદી રાખી તે તમારી દૃષ્ટિએ ભૂલ કરી. બંનેને ભેગી કરવી એ અનાર્યની વ્યવસ્થા છે. ત્યાં ધર્મ પણ મોટે ભાગે સામાજિક સ્તરનો હોય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org