________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૧૯ સાહેબજી : આ ઊંચા-નીચાની વાત નથી. એટલું જ કહેવાશે કે સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર માર્ગાનુસારી આજ્ઞાંકિત છે, જ્યારે અનુચિત વર્તન કરનાર સાધુ એટલી માત્રામાં આજ્ઞાંકિત નથી અર્થાતું કે ભૂમિકા ઊંચી છતાં પોતાને યોગ્ય સંપૂર્ણ આજ્ઞાનું પાલન નથી.
સભા ઃ સર્વોત્કૃષ્ટ નાગરિક કોણ ?
સાહેબજી ઃ તે ભૂમિકાની અપેક્ષાએ નથી, આજ્ઞાપાલનની અપેક્ષાએ છે. સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર ગૃહસ્થ પણ છઠ્ઠી દૃષ્ટિમાં ગણાય છે, છતાં ખામીવાળું વર્તન કરનાર ભાવસાધુની અપેક્ષાએ તે ચોથા ગુણસ્થાનકે છે અર્થાત્ સાધુના છઠ્ઠા ગુણસ્થાનકની અપેક્ષાએ નીચે છે. ભૂમિકામાં ઊંચ-નીચનો તફાવત અને પોતાને યોગ્ય સંપૂર્ણ આજ્ઞાપાલન બંને વિવક્ષાઓ જુદી છે.
અહીં તો સંક્ષેપમાં એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં બેઠા હો, તમારી ધર્મઆરાધનામાં લેવલ-સ્તર પ્રમાણે આગળ વધો, પરંતુ જીવનમાં જેટલું ઉચિત વર્તન કરો તેટલી જિનાજ્ઞા પળાઈ સમજવાની. જ્યાં અનુચિત વર્તન કરો ત્યાં જિનાજ્ઞાભંગ થયો સમજવાનું.
સભા : સારી સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ તો તે યોગ્ય વર્તન કે અયોગ્ય વર્તન ?
સાહેબજી : તગડા બનવા, રૂપાળા બનવા, પહેલવાન થઈ મોજ-મજા સારી રીતે કરી શકીએ અને ખાતી વખતે પણ ઇન્દ્રિયનો ટેસ્ટ-વિકાર પોષાય તે માટે ખાઓ તો તે માનસિકકાયિક અયોગ્ય વર્તન છે. પરંતુ આરાધનાના સાધન તરીકે શરીર ટકાવવા આસક્તિ કે વિકાર પોષ્યા વિના ખાઓ તો અયોગ્ય વર્તન નથી.
સભા (શિષ્ય) :- ઇન્દ્રિયોની મોજમજા સાથે આટલો વિરોધ કેમ ?
સાહેબજી : આ મહારાજ ઊંઘમાંથી ઊઠ્યા લાગે છે. ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે જીવનનો આદર્શ ક્યારેય ઇન્દ્રિયોની વાસનાપૂર્તિ હોય નહીં. તેથી તો જીવો મોહના માર્ગે જ જશે. જીવનમાં જે કાંઈ શક્તિઓ-સામગ્રી મળી છે તે પુણ્યપસાથે પ્રાપ્ત થઈ છે. તે માત્ર
૧. વ્યતિરે માહनउ वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं। तंपि न विगइविमिस्सं ण पगामं माणजुत्तं तु।।३६८ ।। 'नउ वेत्यादि सूचागाथा, नतु वर्णादिनिमित्तं भुञ्जीत, आदिशब्दाबलपरिग्रहः, 'एत्तो'त्ति अतो-वेदनादेरालम्बनेन वाऽन्येन भुञ्जीत, तदपि शुद्धालम्बनं 'न विकृतिविमिश्रं न क्षीरादिरसोपेतं, न प्रकाम-मात्रातिरिक्तं, किन्तु मानयुक्तमेव भुञ्जीतेति નાથાર્થ: નાર૬૮ एतदेव स्पष्टयति - जे वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽन्नेणं। भुंजंति तेसि बंधो नेओ तप्पच्चओ तिव्वो।।३६९।। ये वर्णादिनिमित्तम् अतो-वेदनादेः आलम्बनेन वाऽन्येन भुञ्जते तेषां बन्धो विज्ञेयः 'तत्प्रत्यय' इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः तीव्र इति गाथार्थः । ।३६९।।
(પંઘવસ્તુ, બ્રોવર-૨૬૮-૨૬ર મૂત્ર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org