________________
૪૩૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : પંચેન્દ્રિયના માંસમાં કેવા જીવ હોય ? સાહેબજી : ત્રસ જીવો પણ હોઈ શકે અને નિગોદરૂપે અનંતા જીવો તો હોય જ.
આ દુનિયામાં દરેકને બીજા પર દુઃખ-ત્રાસ આવે ત્યાં સુધી વાંધો નથી, તે જ દુઃખ પોતાના પર આવે એટલે સ્ત્રીંગની જેમ ઊછળે. પેલો વૈજ્ઞાનિક માંસની હિમાયત કરવા ગયો તો પોતે જ ફસાઈ ગયો; કેમ કે મનમાં નિયમ એવો હતો કે બીજાનું માંસ ખાવામાં વાંધો નહિ, પરંતુ પોતાના માંસની વાત આવી ત્યારે મનમાં rights of living (જીવવાના હક) યાદ આવે, આ જ rights of living (જીવવાના હક) બીજાની વાતમાં ઊડી જાય. તીર્થકરોએ આને જ અનુચિત વર્તન કહ્યું છે. તમારે અનુચિત વર્તન છોડવું હોય તો પહેલાં નક્કી કરવું પડે કે બને ત્યાં સુધી કોઈ જીવને ત્રાસ-હેરાનગતિ ન થાય તે રીતે જીવીશ, અને કદાચ ત્રાસહેરાનગતિ કરવામાં આવે તો ત્યારે નક્કી કરવું પડે કે તેના કરતાં ઉન્નત જીવન જીવીશ; તે જીવીને જેટલું સારું નહિ કરે તેના કરતાં કાંઈ ગણું સારું હું કરવાનો છું. એવા સંકલ્પયુક્ત આચરણ કરનાર ધર્માત્મા ક્યારેક કોઈક કર્તવ્યપાલન આદિ માટે હિંસા કરે તો પણ તેમને પાપ ન બંધાય, તેવું શાસ્ત્ર કહે છે. તીર્થકરોનું લોકોત્તર ઔચિત્યપાલન :
ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા, આટલા મોટા રાજપાટ-વૈભવ ઊભા કર્યા-ભોગવ્યા, તેમાં અનેક જીવોની હિંસા થઈ હશે, છતાં આ બધું કરતી વખતે તેમના જીવનમાં સતત ઉચિત વર્તન જ હતું, ક્યાંય અનુચિત વર્તન શોધ્યુંય ન જડે. રાજસિંહાસન પર બેઠા પણ પ્રજામાં ન્યાય ફેલાવ્યો, રાજ્યસંચાલન તરીકે જે જે પ્રવૃત્તિ કરી તે જગતના-લોકના હિત માટે કરી, ક્યાંય સ્વાર્થની ભાવના ન હતી. કોઈ જીવની હિંસા કરવાની આવી તો એકની હિંસાથી બહુ મોટી સમષ્ટિને લાભ થાય તે રીતે પ્રવૃત્તિ કરી, તેથી તેને ઉચિત વર્તન જ કહેવાય. ગૃહસ્થજીવનનો એક દિવસ શું, એક ક્ષણ પણ વિકારની પૂર્તિ કે વાસના પોષવા માટે તેઓશ્રી જીવ્યા નથી. ભોગો ભોગવ્યા તો પણ અનાસક્તિથી જ ભોગવ્યા. સંસારની પ્રવૃત્તિમાં તેમણે ક્યાંય પોતાના રાગ-દ્વેષને પોષ્યા નથી કે અપ્રશસ્ત રાગ-દ્વેષના ભાવ કર્યા નથી. સ્વ-પરના હિતમાં જેટલું કર્તવ્યરૂપે જરૂરી હતું તેટલું જ કર્યું છે. તેમણે ઉચિત વર્તનની આજ્ઞા પોતાના જીવનમાં પાળીને પછી ઉપદેશી છે.
જૈન શાસ્ત્રમાં તીર્થકરોના ચરિત્ર એવાં હોય છે કે તીર્થંકરમાં જે ગુણો બતાવ્યા છે તેને અનુરૂપ જ તેમનો આચાર હોય છે. જ્યારે અન્ય મહાભારતમાં શ્રીકૃષ્ણ યોગેશ્વર કહેવાય, પણ વાતવાતમાં કૂડ-કપટ, અયોગ્ય વર્તન આચરે, અમુક વર્તન તો સામાન્ય સજ્જન પણ ન કરે, છતાં તેને પ્રભુની લીલા કહીને અહોભાવ વ્યક્ત કરે. જૈનશાસ્ત્રો આવી લીલાની ટીકા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org