Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
View full book text
________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
४४७ મુખ્ય ભાગ કાયમી છે, તેમાં બહુ કાંઈ બદલવા જેવું હોતું નથી. દેશ-કાળને અનુરૂપ મામૂલી ફેરફાર જરૂરી બની શકે, બાકી તો પાયાનાં તત્ત્વ તો સ્પષ્ટ અને સચોટ જ છે. “તમને તમારું જીવન પસંદ છે, તમારા સુખ-દુઃખની ચિંતા છે, તો તમને બીજાના સુખ-દુઃખની પણ ચિંતા હોવી જરૂરી છે, ન્યાયી છે; તે વિના તમારું વર્તન ઉચિત ન ગણાય. દરેક કાળમાં ધર્મસત્તાના કાયદાઓનો મુખ્ય ભાગ આ જ રહ્યો છે. તેથી ઉચિત વર્તનરૂપ જે આજ્ઞા તીર્થકરોએ આપણને કરી છે તે જ તેમણે સ્વયંના કલ્યાણ માટે પાળી છે. તીર્થકરોનો આત્મા પણ પહેલાંના ભવોમાં અનુચિત વર્તન કરે ત્યારે ત્યારે દંડને પામે છે; કારણ કે જૈનધર્મમાં બધા માટે કાયદા સમાન છે. All are equal before law. (બધા કાયદા સામે સરખા છે.) આ વિચારતાં તમને સ્થિર થવું જોઈએ કે “સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન એ જ જિનાજ્ઞા, એ જ કલ્યાણનો માર્ગ, એ જ મુક્તિનો ઉપાય.” વિશ્વવ્યાપી કાયદાઓ અનાદિ અનંત સદા શાશ્વત બિનહેરફારપાત્ર છે :
સભા : વિશ્વના નીતિ-નિયમોમાં ફેરફાર ન થાય ?
સાહેબજી : ના, જે પણ universal laws (વિશ્વવ્યાપી કાયદાઓ) છે તેમાં ક્યારેય, ક્યાંય પણ, કોઈ પણ ફેરફાર ન જ થાય, તે તો અનાદિ અનંત સદા શાશ્વત છે. Universal laws prevail everywhere forever, it can not be changed. (વિશ્વવ્યાપી કાયદાઓ દરેક જગાએ હંમેશાં પ્રવર્તમાન હોય છે, તેને બદલી શકાતા નથી.) તમે કહો કે જીવ ક્યારેક ક્યાંક જડ બની જાય અને જડ ક્યારેક ક્યાંક ચેતન બની જાય, પરંતુ આવું સંપૂર્ણ conversion (રૂપાંતર) કદી પણ, ક્યાંય બનવાનું નથી. જે ચેતન છે તે કાયમ ચેતન રહેવાનો, જે જડ છે તે કાયમ જડ રહેવાનું, ગમે તેટલાં સંયોજન-મિશ્રણ થાય તોપણ. હા, પરસ્પર જડતા કે ચૈતન્યની એકબીજા પર અસર થાય, એકબીજાને પ્રભાવિત કરે, પરંતુ ક્યારેય જડમૂળથી જડ ન મટે, ચેતન કદી સંપૂર્ણ જડ ન બને. આ નિયમ સાર્વત્રિક સર્વદા છે. તેથી જ તેમાં કોઈ પરિવર્તન-ફેરફાર ન હોય. આવા એક-બે નહીં, પરંતુ હજારો-લાખો વૈશ્વિક નિયમો જે આ વિશ્વનું સત્ય છે, તે જ દ્વાદશાંગીરૂપ બંધારણનો આધાર, મૂળભૂત ભાગ છે. તેના પર જ સર્વ આચારના નીતિ-નિયમો, આજ્ઞા, કાયદા-કાનૂનો ઘડાયા છે. વળી, આ દ્વાદશાંગીરૂપ બંધારણનો ઉદ્દેશ પણ અટલ છે, જેમાં મૂળભૂત base (પાયો) એવો સ્વીકારાયેલો છે કે આ સૃષ્ટિમાં જડને કોઈ સંવેદના નથી, સુખ-દુઃખની લાગણી-અનુભૂતિ નથી. તેથી તેનાં સુખ-દુઃખ કે વિકાસનો વિચાર નિરુપયોગી છે; જ્યારે ચેતન જીવમાત્ર સંવેદનાયુક્ત છે, તેને દુઃખ અનિષ્ટ છે, સુખ સદા ઇષ્ટ છે. તેથી જ સર્વ જીવોના સુખ-દુઃખનો સમાન ધોરણે વિચાર કરવો, દુઃખમુક્તિ, સુખપ્રાપ્તિ માટેના સાચા ઉપાયો વૈશ્વિક નિયમોના આધારે દર્શાવવા, તેનું અનુસરણ, આચરણ કરાવવું, અને તે દ્વારા સર્વત્ર સર્વ જીવોની સાચી સુખ-શાંતિ ફેલાવવા પ્રયત્ન કરવો, આ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508