Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 482
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । જીસનવિસામાં, સામળ બિબા શ્રવાિનું ||૧|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) Jain Education International અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ હામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મસત્તાના બંધારણની શાશ્વતતા-અશાશ્વતતા : તીર્થંકરો જે ધર્મનું આચરણ કરી સ્વયં તીર્થંકરપદ પામ્યા છે અને પરમાનંદરૂપ મોક્ષ પામવાના છે, તે જ ધર્મ ત્રિકાલાબાધિત શાશ્વત સ્વરૂપે આ જગતમાં ફેલાયેલો છે; જેને વ્યવહારથી વ્યવસ્થારૂપે તીર્થંકરો ધર્મતીર્થ સ્થાપવા દ્વારા પ્રવર્તાવે છે. આ શાસનનું દ્વાદશાંગીરૂપે બંધારણ પણ અર્થથી અનાદિકાળથી ચાલ્યું આવે છે, અનંતકાળ સુધી રહેવાનું છે. બંધારણના મૂળભૂત નિયમો સનાતન છે, કારણ કે તે નિયમો eternal, universal truth (શાશ્વત, વૈશ્વિક સત્ય) છે, અને તેના આધારે ધર્મસત્તાના અનુયાયીઓએ પાળવાના તમામ કાયદા-કાનૂન રચાયા છે. જેમ વર્તમાન રાજ્યના તમામ કાયદા-કાનૂન બંધારણની કલમને આધારિત, તેના પૂરક, પોષક, અનુરૂપ હોવા જોઈએ, જે કાયદો ultra virus to constitution (ગેરબંધારણીય) હોય તે કાયદો વાસ્તવમાં સાચો કાયદો જ નથી, તેથી તેને રાજ્ય કે દેશની કોર્ટો ultra virus to constitution (ગેરબંધારણીય) કહીને strike down (૨દબાતલ) કરી દે છે; તેમ જગતનાં અનાદિ સત્યોથી વિરુદ્ધના જે નીતિ-નિયમો છે તે જ અધર્મ છે, પાપપ્રવૃત્તિ છે, જેને ધર્મશાસનમાં નકારવામાં આવે છે; જ્યારે વૈશ્વિક સત્ય આધારિત નિર્માણ કરાયેલા લોકહિતકારી નીતિનિયમોને અનુસરવું તે જ ધર્મ છે. હા, તે કાયદા-કાનૂનમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર હિતકારી મર્યાદિત ફે૨ફા૨ો ક૨વા તે જ ધર્મશાસનની Legislative wingનું (ધારાકીય પાંખનું) કામ છે; જેમ અત્યારની parliaments (સંસદો) કે assemblies (વિધાનસભાઓ) દેશમાં સમય અને સ્થળ અનુસાર પ્રજાની જરૂરિયાતો મુજબ બંધારણને અનુરૂપ લોકહિતકારી કાયદાકાનૂન બનાવવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે; છતાં જેમ મોટાભાગના કાયદાઓ ચાલ્યા આવતા હોય તેમ કાયમી અમલમાં પ્રવર્તે છે, તેમ ધર્મસત્તાના આચરવાલાયક નીતિનિયમો બહુધા કાયમી ધોરણે ચાલ્યા આવતા હોય છે, છતાં તેમાં સમય, સંયોગ અનુસાર થોડા-થોડા હિતકારી ફેરફાર પણ કરવા પડે, જે તે-તે કાળના શાસનમાં રહેલા ઉત્સર્ગઅપવાદના જ્ઞાતા ગીતાર્થો collectively (સામૂહિક રીતે) વિચારવિમર્શ કરીને કરે, જેનું પાલન તે-તે કાળના સંઘના સભ્યરૂપ સર્વ અનુયાયીઓએ કરવું જરૂરી છે. આમ પણ તીર્થંકરોએ આજ્ઞા-આચારરૂપે દર્શાવેલા તમામ કાયદા-કાનૂન, નીતિ-નિયમોનું અનુસરણ કર્યા વિના સર્વ ૪૪૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508