________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૪૩ તમે બીજાના ભોગે ઉજાણી કરો તે જો વાજબી હોય, તો તમારા ભોગે કોઈ ઉજાણી કરે તે બદમાશ કેમ ? આનો સાચો જવાબ આપવો હોય તો પ્રામાણિકતાથી કહેવું જ પડે કે હું બીજા જીવોનું શોષણ-દમન-અત્યાચાર કરીને મોજમજા કરવા માંગતો નથી, માત્ર પવિત્ર જીવન જીવીને સ્વાર કલ્યાણનાં ઉત્તમ કાર્યો કરવા માંગું છું; તો તેવું ઉન્નત જીવન જીવવા કદાચ થોડો બીજા હલકા જીવોના જીવનનો ભોગ અનિવાર્યપણે લેવો પડે તો તે ન્યાય-હિતપૂરક જ છે. બાકી મનના તરંગો કે ઇન્દ્રિયોની ભૂખ સંતોષવી તે કોઈ સત્કાર્ય જ નથી કે જેને માટે બીજાનું બલિદાન લેવું યોગ્ય બને. અત્યારે તમારી વિચારધારામાં તો એવું સ્ફરતું હોય છે કે પાંચ ઇન્દ્રિયો પૂરી મળી છે અને એક પણ ઇન્દ્રિયની ઇચ્છાપૂર્તિ-ટેસ ન કરીએ તો જીવનમાં રસ શું ? આવી બુદ્ધિવાળાને ધર્મની વાતો નહીં બેસે. ધર્મ તો કહેશે કે આ ટેસ કોના ભોગે ? આ ટેસ કરીને આગળ શું મેળવવું છે ? વાસ્તવમાં વિકાર-વાસનાપૂર્તિને ટેસ-આનંદ માનવો તે જ બુદ્ધિનો મહાભમ છે; કારણ કે તેમાં ક્યારેય સાચી તૃપ્તિ કે દુઃખનું નિરાકરણ થતું જ નથી. આ ન સમજે તેને જિનાજ્ઞા નહીં બેસે. જેને જિનાજ્ઞા મનમાં સ્થિર થાય તે તેનું ઉલ્લાસથી યથાશક્તિ આચરણ કરી શકે. તીર્થકરોની સંપૂર્ણ આજ્ઞામાં આવે અર્થાત્ સર્વત્ર ઉચિત વર્તનનું પાલન કરે તે ઉત્તમ જીવ છે, ધર્મસત્તાનો શ્રેષ્ઠ નાગરિક છે. તેના જીવનથી જગતમાં વૈશ્વિક ન્યાય ફેલાય છે; કારણ કે તે બીજાને અન્યાય કરતો નથી અને બીજાથી અન્યાય પામતો નથી. ધર્મસત્તા તેનું સતત રક્ષણ કરે છે. અત્યારે આપણે સંપૂર્ણ આજ્ઞાપાલનમાં નથી, પરંતુ સંપૂર્ણ આજ્ઞાંકિત બનવાનું લક્ષ્ય તો ચોક્કસ રાખવું જોઈએ. આ લક્ષ્યથી જીવન જીવશો તો ધીરે-ધીરે તમારા જીવનમાં ઉચિત વર્તન વધશે. જ્યાં બીજા જીવ પ્રત્યે અનુચિત વર્તન થાય ત્યાં તમને મનમાં strike (વેદન) થશે કે મેં આ અન્યાય કર્યો, ધર્મસત્તાની આજ્ઞાનો ભંગ કર્યો, તેથી સજાપાત્ર છું.
જે તીર્થંકરની સંપૂર્ણ આજ્ઞામાં રહે છે તે ધર્મસત્તાના શ્રેષ્ઠ નાગરિક છે, બીજા નાગરિક થોડા થોડા અપરાધી છે. જેવો તેમનો અપરાધ તેવી સજા સમજવાની. ઋષભદેવ ભગવાને ૬૩ લાખ પૂર્વ રાજ્યનું સંચાલન કર્યું, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થવાસ સેવ્યો, છતાં તેમના જીવનમાં નાના-મોટા કોઈ જીવને અન્યાય નથી થયો. સંસારમાં જે કર્યું છે તે ઉચિત વર્તન જ કર્યું છે. માતા-પિતા-દીકરા-દીકરી-કુટુંબ-પરિવાર-પ્રજાજન-અપરાધી-શુદ્ર જીવજંતુ બધા પ્રત્યે ઉચિત વર્તન જ કર્યું છે.
સભા : ગૃહસ્થજીવનમાં તો પ્રભુએ લૌકિક ન્યાય જ પ્રરૂપ્યો છે ને ?
સાહેબજી : હા, બીજા માટે લૌકિક ન્યાય પ્રરૂપ્યો છે, પણ પોતે લોકોત્તર ન્યાયમાં બેઠા છે. પોતે અંતરથી ધર્મશૂન્ય નહોતા.
સભા : ભગવાને પ્રજાને લૌકિક ન્યાય પ્રરૂપ્યો તેનાથી બીજાને (પશુ આદિને) અન્યાય
થવાનો ને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org