Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 481
________________ ४४४ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સાહેબજી : ના, તેમના પ્રરૂપેલા લૌકિક ન્યાયથી નહીં, લોકોની વિકાર-વાસનાથી અન્યાય થયો. તેમણે તો વિકાર-વાસના રહિત માર્ગ બતાવ્યો. સભાઃ શસ્ત્ર વગેરે માણસોના રક્ષણ માટે જ બનાવ્યાં, જેમાં બીજા જીવોનો ભોગ લેવાયો સાહેબજી ઃ સમષ્ટિના વિશાળ હિત માટે લેવાતો અલ્પ જીવોનો ભોગ અન્યાય ન કહેવાય. વળી ધર્માત્માનું ઉચિત વર્તન કદી લોકોત્તર અન્યાય ન જ કહેવાય. સભા : પ્રભુએ બીજા લોકો પાસેથી આરંભ-સમારંભ કરાવ્યો છે ? સાહેબજી : તેમાં પણ પોતાનો આશય લોકોત્તર ન્યાયનો જ છે, પ્રજાની કક્ષા નથી, અવસર નથી, તેથી ત્યારે લોકોત્તર ન્યાય ન બતાવ્યો, તે ધર્મશાસન સ્થાપતી વખતે બતાવ્યો. પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી, પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી, પૂ. ઉપાધ્યાયજી મહારાજા વગેરેએ લખ્યું કે ઋષભદેવે રાજ્યશાસનની જે વ્યવસ્થા પ્રવર્તાવી તેમાં શસ્ત્રો, યુદ્ધનીતિ, યુદ્ધના મૂહ, દંડનીતિ આ બધાં મૂળથી ભયંકર પાપનાં સાધન છે; છતાં પ્રભુએ તે ન પ્રવર્તાવ્યાં હોત તો લોકોનું અહિત, અકલ્યાણ થાત. માનવસમાજમાં rule of jungle (જંગલનો કાયદો) પ્રવર્તે. તે અટકાવીને લોકહિત કરવા જ પ્રભુએ આ બધું બતાવ્યું. આનાથી જ તત્કાલ લૌકિક ન્યાય પ્રવર્યો અને આગળ જતાં લોકોત્તર ન્યાયની ભૂમિકા સર્જાઈ. આવી હિતબુદ્ધિથી તમે પણ સાંસારિક પ્રવૃત્તિ કરો તો તમને પણ ઉચિત વર્તનમાં સમાવીએ. १. राजा चेन भवेल्लोके, पृथिव्यां दण्डधारकः । जले मत्स्यानिवाभक्ष्यन् दुर्बलं बलवत्तराः ।।१६।। अराजकाः प्रजाः पूर्व, विनेशुरिति नः श्रुतम् । परस्परं भक्षयन्तो, मत्स्या इव जले कृशान् ।।१७।।। (શ્રી વેદવ્યાસ વિચિત પદભારત, શત્તિપર્વ, ગાય-૧૭) * यदि न स्यानरपतिः, सम्यङ् नेता ततः प्रजाः । अकर्णधारा जलधौ, विप्लवेतेह नौरिव ।।६५ ।। (શુક્રનીતિ, અધ્યાય-૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508