________________
૪૫૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ લાગે કે મારી રાજકન્યાને રાજમહેલમાં રાખીને ભણાવવી છે તો પંડિતોને કે ઉપાધ્યાય કલાચાર્યોને મહેલમાં બોલાવીને રાજકન્યાને કલાસંપન્ન કરે. આ બધા exceptional case (અપવાદિક કિસ્સા) છે. જેમ રાજા, નગરશેઠ આદિને ગુરુનિશ્રાએ સામાયિક કરવામાં વિશેષ નિયમો શાસ્ત્રમાં દર્શાવ્યા છે, જેનું ૫. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં વર્ણન કર્યું છે, તેમ public figureના (જાહેર પ્રતિભાના) status (ભૂમિકા) protocol (રાજદ્વારી શિષ્ટાચાર) વિચારીને જ શાસ્ત્રમાં નીતિ-નિયમો દર્શાવ્યા છે. તેનો દાખલો લઈને તમારાથી આજની પાઠશાળા ઉત્સર્ગમાર્ગે સ્થાપિત ન કરી શકાય. સામાન્ય સંયોગોમાં આપણે ત્યાં ધર્મનો અભ્યાસ ગુરુગમથી કરવાની જ આજ્ઞા છે. ગૃહસ્થોને શાસ્ત્ર ભણાવવાના સીધા અધિકાર નથી. વિધિમાં જ નવકારથી માંડીને બધાં સૂત્રો ગુરુમુખથી અધિકાર પામી-પામીને લેવાની વાત છે. તે માટે શ્રાવકને ઉપધાન આદિની વિધિઓ છે અને અમારા માટે આગળ-આગળના આગમસૂત્રોનાં યોગોદ્વહન છે. અમને પણ એમ ને એમ ભણવા-ભણાવવાના અધિકાર નથી. પરંતુ અત્યારે અમને ખબર છે કે તમે ધર્મનું ભણવા સંતાનોને સાધુ પાસે મોકલો તેવો ગુરુવિનય, ભક્તિ તમારામાં નથી રહ્યાં. તમારા જીવનમાં સદ્ગુરુનો પરિચય જ નહિવત્ રહ્યો છે, ઘણા દૂર થયા છો. તેથી જો વૈકલ્પિક પાઠશાળા ન સ્વીકારીએ તો પ્રાથમિક ધર્મજ્ઞાન વિનાના, આચાર-સંસ્કાર વિનાના આજીવન રહેશો, જેમાં લાંબે ગાળે જિનશાસનને ઘણું નુકસાન છે. તેથી થોડું ધાર્મિક જ્ઞાન મહાત્માના સંપર્ક વગર પણ મળે તો તેવી પાઠશાળાની વ્યવસ્થા સંઘમાં ઊભી કરવી પડી છે. અત્યારે તો અમે પાઠશાળા સારી રીતે ચલાવવા, તેનો વિકાસ કરવા, બાળકોને ધાર્મિક જ્ઞાન સંપાદન વિશે પ્રોત્સાહન આપવા પણ ઉપદેશ આપીએ છીએ, ઊલટું જાહે૨માં તમે ધાર્મિક શિક્ષણનું બજેટ વધારી સુંદર પાઠશાળા ચલાવો તેવી પ્રેરણા આપીએ છીએ. આ By-lawsમાં ફેરફારનો જ એક નમૂનો છે.
સભા : હવે તો આચાર્ય ભગવંતો પણ પંડિતો પાસે ભણે ને, તો તેનું શું ? સાહેબજી : આ પંડિત આચાર્ય ભગવંતનાં ઉદાહરણ આપી પોતાની પાઠશાળા ઉત્સર્ગથી
१. यस्तु राजादिर्महर्द्धिकः स गन्धसिन्धुरस्कन्धाधिरूढश्छत्रचामरादिराजालङ्करणालङ्कृतो हास्तिका ऽश्वीय-पादात-रथकट्यापरिकरितो भेरीभाङ्कारभरिताम्बरतलो बन्दिवृन्दकोलाहलाकुलीकृतनभस्तलोऽनेकसामन्तमण्डलेश्वराहमहमिकासंप्रेक्ष्यमाणपादकमलः पौरजनैः सश्रद्धमङ्गुल्योप दर्श्यमानो मनोरथैरुपस्पृश्यमानस्तेषामेवाञ्जलिबन्धान् लाजाञ्जलिपातान् शिरः प्रणामाननुमोदमानः "अहो धन्यो धर्मो य एवंविधैरप्युपसेव्यः' इति प्राकृतजनैरपि श्लाघ्यमानोऽकृतसामायिक एव जिनालयं साधुवसतिं वा गच्छति, तत्र गतो राजककुदानि छत्र-चामरोपानद् - मुकुट खड्गरूपाणि परिहरति, जिनार्चनं साधुवन्दनं वा करोति । यदि त्वसौ कृतसामायिक एव गच्छेत् तदा गजा-ऽश्वादिभिरधिकरणं स्यात्; तच्च न युज्यते कर्तुम् । तथा कृतसामायिकेन पादाभ्यामेव गन्तव्यम्, तच्चानुचितं भूपतीनामिति । आगतस्य च यद्यसौ श्रावको भवति तदा न कोऽप्यभ्युत्थानादि करोति । अथ यथाभद्रकस्तदा पूजा कृता भवत्विति पूर्वमेवासनं रच्यते, आचार्याश्च पूर्वमेवोत्थिता आसते मा उत्थानानुत्थानकृता दोषा भूवन्निति, आगतश्चासौ सामायिकं करोतीत्यादि पूर्ववत् । । ८२ । ।
યોગશાસ્ત્ર મા-૨, પ્રશ-૩, શ્લો-૮૨ ટીજા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org