________________
૪૫૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
સમાજમાં moral values (નૈતિક મૂલ્યો) કે duty (ફરજ) એ જ true religion (ખરો ધર્મ) છે, એવો પ્રચાર કરાયો છે. ઊલટું ધર્મ કરનારને તેઓ ટીલાં-ટપકાં કરનાર દંભી કહે છે. મને એક નાસ્તિકે કહેલું કે “moral values (નૈતિક મૂલ્યો) એ જ શ્રેષ્ઠ ધર્મ છે, ત્યારે મેં પૂછેલું કે “જીવનમાં નૈતિકતા શું કામ જાળવવાની ? જૂઠું બોલવાથી તમને તત્કાલ કરોડ રૂપિયા મળતા હોય તો લેવામાં શું વાંધો ?' તો કહે કે “આપણે કોઈને છેતરવાનું ચાલુ કરીએ તો બીજા આપણને છેતરે.” જો આમ જ પરંપરા ચાલે તો social frame (સામાજિક માળખું) તૂટી પડે, તો અંતે તમારે પણ સામાજિક લાભો ગુમાવવા પડે. તમે સમાજમાં રહો છો, તમને સામાજિક સુવિધાઓ, સુરક્ષા, સલામતી, વિકાસની તકો, તે માટેના અધિકારો જોઈએ છે, માટે સમજૂતિથી mutual understandingથી social structure (પરસ્પરની સમજણથી સામાજિક માળખું) ગોઠવ્યું છે, જે માનવ પૂરતું મર્યાદિત છે, મનુષ્યોએ ભેગા થઈ સ્થાપિત કર્યું છે કે જાળવ્યું છે. વાઘ-સિંહ, કૂતરાં-બિલાડાં, પંખીને તમે તેમાંથી બહાર રાખો છો, કેમ કે તે માણસ નથી. તેથી તમને તેમના ન્યાયની ચિંતા નથી. વળી તમારા જીવનમાં તમે એવાં કોઈ ઉત્તમ કર્તવ્યો કરતા નથી કે જેથી તમે પશુ-પંખીથી સારા કહેવાઓ, ઊલટાના તમે તો વધારે સ્વાર્થી છો. તેથી લોકોત્તર ન્યાયરૂપ ધર્મને છોડીને જો માત્ર લૌકિક ન્યાય પાળતા હો તો અમે એમ જ કહીએ કે આ એક પ્રકારનો સ્વાર્થ છે, લાંબા પ્લાનિંગપૂર્વકની ભૌતિક લાભની ગોઠવણ છે.
સભા : પોતાના માટે જ કરે તો સ્વાર્થ, પણ બધા માનવોનો વિચાર કરે તે પરોપકાર નહીં ?
સાહેબજી ઃ ત્યાં ખબર છે કે બધાનું નહીં કરું, અવસરે મારું કોઈ નહીં કરે. કુટુંબોમાં માંદા પડે તો બીજાને સાચવો છો, કારણ કે ખ્યાલમાં છે કે જો હું અત્યારે આમને નહીં સાચવું તો હું માંદો પડીશ તો મારું કોઈ નહીં કરે. તેથી જ શાસ્ત્રમાં નાસ્તિકો નીતિ પાળે તેનાં પણ બહુ વખાણ નથી. ઊલટું પૂ. હરિભેદ્રસૂરિ મહારાજાએ લખ્યું કે નાસ્તિકની નૈતિકતા, દયા, પરોપકાર એ પ્રાયઃ ગાંડપણ છે, અને જો સામાજિક માળખું જાળવવા પાળતો હોય તો સ્વાર્થ છે. નાસ્તિક પાસે પરોપકાર કરવાનું કોઈ ધ્યેય નથી, ધ્યેયશૂન્ય ક્રિયા ગાંડપણ કહ્યું છે.
સભા ઃ લૌકિક ધર્મો પણ લોકોત્તર ન્યાયનો જ ઉપદેશ આપે છે ને ?
સાહેબજી : હા, લોકોત્તર ન્યાય જ ફેલાવે છે, પરંતુ તેમની જીવસૃષ્ટિની સમજણ સ્કૂલ છે અને જીવસૃષ્ટિના અધિકારોની વાત પણ સમાનતાના ધોરણે નથી. બાકી ખ્રિસ્તી ધર્મ જેવો અનાર્ય પશ્ચિમી પ્રજાનો ધર્મ પણ life is sacred, because it is God's creation. Hence each & every life must be protectedનો (“જીવન પવિત્ર છે, કારણ કે તે १. न चामुष्मिकविधावप्यनुचितकारिणोऽन्यत्रोचितवृत्तय इति, विषयभेदेन तदौचित्याभावात्। अप्रेक्षापूर्वकारिविजृम्भितं દિ તા
(ત્નતિવિસ્તરા ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org