________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૪૫૭ કરી, સંઘના આધાર બન્યા, ધર્મસત્તાની મર્યાદા જાળવી, શ્રેષ્ઠ રક્ષાધર્મ આચર્યો. ન્યાય-નીતિસદાચાર-ધર્મ આદિના રક્ષણ માટે કરવી પડતી હિંસાને અમે અનુચિત વર્તન કહેતા નથી. વળી, હિત માટે કરાતી પરપીડા એ પણ અધર્મ, પાપ કે અનુચિત વર્તનમાં ગણાય નહીં. આ સિવાય જગતમાં બીજો કોઈ માર્ગ નથી જેનાથી તમે ન્યાયનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકો. તીર્થકરો, ગણધરો પાસે આ દૃષ્ટિ સ્પષ્ટ હતી. દરેક કક્ષાના સંસારીજીવોને ધર્મ દ્વારા સાચું અનુશાસન આપવું હોય તો અનુશાસનતંત્ર અવશ્ય જોઈએ, જેમાં સર્વના યોગ્ય રક્ષણના પણ નીતિ-નિયમો હોય જ. હા, સાધુની કક્ષા મહાવ્રતની છે, જ્યારે શ્રાવક દેશવિરતિની કક્ષા ધરાવે છે, તેથી બંનેની અહિંસાની મર્યાદા અને ઉચિત વર્તનની ભૂમિકા અનુસાર તફાવત પડે, પરંતુ સંપૂર્ણ અહિંસક જીવન જીવનાર સાધુ જ ઉચિત વર્તન કરે અને શ્રાવક સંપૂર્ણ ઉચિત વર્તનમાં ન હોય તેવું ન કહેવાય. અરે ! સમ્યગ્દષ્ટિ કે માર્ગાનુસારી પણ સમર્પિત થઈ જિનાજ્ઞા પાળે તો ચોવીસે કલાક ઉચિત વર્તનમાં રહી શકે છે.
સભા : તરતમતા પડે ને ?
સાહેબજી : આંતરિક ભૂમિકાની તરતમતા પડે, પરંતુ ઉચિત વર્તનમાં ટકાવારીરૂપે તરતમતા ન પડે. સામાન્ય સંયોગોમાં મુનિ સ્થાવરની પણ હિંસા ન કરે, જ્યારે શ્રાવકના જીવનમાં સ્થાવરની હિંસા રૂટિન-રોજિંદી હોય છે; છતાં એવી પ્રવૃત્તિમાં રહીને પણ શ્રાવક ઉચિત વર્તન કરી શકે છે. પ્રભુ ઋષભદેવ કે બીજા તીર્થકરોએ આરંભ-સમારંભમાં રહીને જ સંપૂર્ણ ઉચિત વર્તન ગૃહસ્થજીવનમાં કરી બતાવ્યું છે.
સભા : એક વ્યક્તિ લૌકિક ન્યાયમાં છે, પણ લોકોત્તર ન્યાયમાં નથી, તો તે પોતાનું રક્ષણ કરી શકે ?
સાહેબજી : જે માત્ર લૌકિક ન્યાયમાં હોય તે ભૌતિક સ્વાર્થપ્રેરિત જ જીવનદૃષ્ટિ જીવનાર હોય. તેથી તે બીજા જીવોના ભોગે જે સ્વરક્ષણ કરે તે પણ અપરાધ, પાપ ગણાશે જ.
સભા ઃ જે વ્યક્તિ સામેથી પ્રહાર કરે તે લૌકિક ન્યાયમાં પણ ન ગણાય ને ?
સાહેબજી : ના, ન ગણાય. બીજાના યોગ્ય હક્કો પર તરાપ મારવા આક્રમક બનનાર લૌકિક ન્યાયમાં પણ નથી જ.
જોકે લૌકિક ન્યાય તો મનુષ્ય જાત માટે સુવિધારૂપે vested interestsની (સ્થાપિત હિતોની) જેમ નાસ્તિકોમાં ગોઠવાયેલો છે. મનુષ્યજાતને ખબર છે કે સૌથી વધારે જોખમી તો માનવ જ છે. તેને કાબૂમાં નહીં રાખીએ તો તમે કે બીજા કોઈ શાંતિથી જીવી નહીં શકો. એટલે બધાએ ભેગા થઈ પરસ્પર સમજૂતિ કરી કે હું તારું નહીં લૂંટું, તારે મારું નહીં લૂંટવાનું. આ social string (સામાજિક સાંકળ) બધા મનુષ્યોના ભલા માટે જાળવવી જરૂરી છે. આ માટે જ નૈતિકતા છે, માનવસભ્યતા છે કે સામાજિક મર્યાદાઓ છે. તે પાળવી એ જ ખરો ધર્મ છે, તે સિવાયનો ધર્મ બિનજરૂરી છે, તેવું નાસ્તિકો છડેચોક કહે જ છે. તેથી જ આજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org