Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 492
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ ૪૫૫ રાજ્યશાસન લૌકિક ન્યાય માટે છે, તેની પ્રજાજનમાં દુષ્ટને દંડ આપવાની અને સજ્જનોનું રક્ષણ કરવાની જવાબદારી છે. તેમ લોકોત્તર ન્યાયની અપેક્ષાએ જે દુષ્ટો છે તેમને દંડ કરવાની અને ધર્મને શરણે રહેલાનું રક્ષણ કરવું તે ધર્મસત્તાની પણ ફરજ છે. ધર્મસત્તા માત્ર અહિંસાની વેવલી વાતો નહીં કરે, અરે ! ધર્મસત્તાના હાથમાં પણ દંડ તો હોય જ છે. સભા : ધર્મસત્તાના પ્રજાજન કોણ ? સાહેબજી : ધર્મસત્તાના સિદ્ધાંતરૂપ બંધારણને હૃદયથી માને તે ધર્મસત્તાના વફાદાર નાગરિક છે, કદાચ કાયદાઓનું પાલન થોડું ઓછું-વતું કરે તો તેટલા અંશે સજાપાત્ર પણ છે. ધર્મશાસન એ પણ એક પ્રકારની સત્તા-તંત્ર છે. સત્તા સાથે સ્વાભાવિકપણે ન્યાય, અન્યાય, દંડ, રક્ષણ સંકળાયેલા છે. તેથી ધર્મમાં સજા, દંડ પણ છે જ. એક દુષ્ટ વ્યક્તિ ધર્માત્મા પર તરાપ મારે, તેને હેરાન કરે, તે વખતે જોઈને બેસી રહેવું તેને અમે પાપ કહીએ છીએ. આ એમ કહે છે કે “ધર્મના (અહિંસાના) ભોગે ધર્માત્માનું રક્ષણ ન કરવું,' તો તેનો અર્થ ધર્મ સાચવી રાખવાનો, ધર્માત્માનો નાશ થાય તો વાંધો નહીં. પરંતુ તેમને ખબર નથી કે સૃષ્ટિમાં ધર્માત્મા નાશ પામશે એટલે ધર્મ જ નાશ પામશે. સભા : ધર્મના ભોગે હિત થઈ શકે ? સાહેબજી : આ એક જ વાત repeat કર્યા કરે છે. ખરેખર અહીં ધર્મ શબ્દ જ ન બોલાય. તમારે એમ કહેવું જોઈએ કે અહિંસાને ગૌણ કરી હિંસા દ્વારા સજ્જનોને રક્ષણ આપવું કે કોઈના હિત માટે જીવોનું બલિદાન લેવું તે વાજબી છે ? તેનો જવાબ એક જ છે કે આ સૃષ્ટિમાં anarchy (અંધાધૂંધી) સ્થાપવી છે કે just order (ન્યાયી વ્યવસ્થા) સ્થાપવો છે ? તીર્થકરોને વૈશ્વિક ધોરણે just order (ન્યાયી વ્યવસ્થા) સ્થાપવો છે, જે સ્થાપવા દુષ્ટોને દંડ પણ ચોક્કસ જરૂરી બને છે. ધર્માચાર્યોએ પણ સંયોગવિશેષમાં દુષ્ટોને કેવા કઠોર દંડ કર્યા છે, તેનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે, જે સાંભળીને થથરી જવાય. વિષ્ણુકુમારમુનિએ નમુચિમંત્રીને भुजार्पणम् । दानदण्डाः स्मृता वैश्या, निर्दण्डः शूद्र उच्यते ।।९।। असम्मोहाय मर्त्यानामर्थसंरक्षणाय च । मर्यादा स्थापिता लोके दण्डसंज्ञा विशाम्यते ।।१०।। यत्र श्यामो लोहिताक्षो दण्डश्चरति सूद्यतः । प्रजास्तत्र न मुह्यन्ते, नेता चेत् साधु पश्यति ।।११।। ब्रह्मचारी गृहस्थश्च, वानप्रस्थश्च भिक्षुकः । दण्डस्यैव भयादेते, मनुष्या वर्त्मनि स्थिताः ।।१२।। नाभीतो यजते राजन्, नाभीतो दातुमिच्छति । नाभीतः पुरुषः कश्चित्, समये स्थातुमिच्छति ।।१३।। (શ્રી વેવ્યાસ વિગત મદનમારત, શાન્તિપર્વ, અધ્યાય-૨) १. तते णं ते धम्मघोसा थेरा.पुव्वगए उवओगं गच्छंति २ समणे निग्गंथे निग्गंथीओ य सद्दावेंति २ एवं वयासी-एवं खलु अज्जो ! मम अंतेवासी धम्मरुची नाम अणगारे पगइभद्दए जाव विणीए मासंमासेणं अणिक्खित्तेणं तवोकम्मेणं जाव नागरिसीए माहणीए गिहे अणुपविटे, तए णं सा नागसिरी माहणी जाव निसिरइ, तए णं से धम्मरुई अणगारे अहापज्जत्तमितिकट्ट जाव कालं अणवकंखेमाणे विहरति, से णं धम्मरुई अणगारे बहूणि वासाणि सामन्नपरियागं पाउणित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उट्ठे सोहम्मजाव सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववन्ने, तत्थ णं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508