Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 490
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૫૩ કે પાપ લાગે છે, કારણ કે સ્વાર્થ માટે તો બધા લડે છે. મમત્વ-મોહથી પોતાનું રક્ષણ તો બધા કરે છે, તેમાં નવાઈ શું ? તમે જીવનમાં ઝઝૂમો છો, સંઘર્ષ કરો છો, પણ તે કોની સામે ? સ્વાર્થનો વિરોધ પડે તેની સામે. આ તો બધા ક્ષુદ્ર જીવ-જંતુઓ પણ કરે છે. તમે પણ તે જ કરો છો. તેથી તમારામાં અને એમનામાં કોઈ તફાવત ન ગણાય. મચ્છરને ભૂખ લાગે તો બીજાને કરડે છે, તમે પણ તમારી ભૂખો સંતોષવા બીજાને હજમ કરી જાઓ તો બંને દુષ્ટ કામ ક૨વામાં તો સરખા જ છે. ઊલટું મચ્છર તમારાથી નાનો છે એટલે તે થોડું હજમ કરશે, બુદ્ધિ ઓછી છે તેથી પ્લાનિંગ વિના કરશે. તમે મોટા છો, બળવાન છો, બુદ્ધિશાળી છો તો વધારે હજમ કરશો, પ્લાનિંગપૂર્વક સિફતથી કરશો; તેનું સમર્થન જૈનધર્મમાં નથી. ઉચિત વર્તનમાં ગરબડ ગોટાળા નથી. તીર્થંકરોએ ઉપદેશમાં સર્વ જીવોના અધિકારોનો વિચાર કરવાનો કહ્યો, તેથી કોઈ જીવને બિનજરૂરી કે સ્વાર્થનિમિત્તક ત્રાસ આપવાની, દુ:ખી કરવાની ના છે. નબળામાં નબળા જીવ સાથે પણ જયણા-દયા આદિનો વ્યવહાર કરવાનો કહ્યો છે, છતાં તમારા ન્યાયી સ્વરક્ષણની છૂટ છે. વળી સમષ્ટિના હિત માટે કોઈનો ભોગ લેવો તેનો વાંધો નથી, તેનાથી ઉચિત વર્તનનો ભંગ થતો નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીવો પ્રત્યે સમાન ન્યાયનો અર્થ એ નથી કે ગુંડો દેરાસરને લૂંટવા આવે તો ઊભા રહેવાનું કે જોતા રહેવાનું. અરે ! પ્રતીકારરૂપે લડવાનું જ આવશે. અહિંસાનું નાડું પકડ્યું, પછી છૂટે જ નહીં એવો એકાંત અભિગમ જૈનધર્મમાં નથી. સભા : ધર્મ તો અહિંસા છે, અહિંસાના ભોગે કોઈનું હિત કરવું યોગ્ય છે ? સાહેબજી : આ ગાંધીજીના ભગત આવ્યા. સભા : ધર્મના (અહિંસાના) ભોગે કોઈનું હિત કરવું તે યોગ્ય છે, એ વાત મગજમાં બેસતી નથી. સાહેબજી : આવો એકાંત પકડશો તો તમારે પોતે ખાવાનું નહીં, બીજાને સત્કાર્યરૂપે ખવડાવવાનું પણ નહીં, કારણ કે કોઈ જીવને મરાય જ નહીં; જ્યારે ખાવા-ખવડાવવામાં તો ગૃહસ્થને જીવહિંસા સ્પષ્ટ છે. ગાંધીજી તો માનવહિંસા સિવાય બીજી હિંસાની વાત જ નહોતા કરતા. તેથી તેમણે જાહેરમાં પત્રકારને કહેલું કે માંસાહાર કે શાકાહાર તે દરેકની પસંદગીની વસ્તુ છે, કોઈ માંસાહાર કરે તો તે ટીકાપાત્ર નથી. અને સામાજિક, રાજકીય સ્તરે તેમણે આક્રમક સામે પણ અહિંસાની જ ડીમડીમ વગાડે રાખી હતી. એક પત્રકારે તેમને પૂછેલું કે દેશ પર દુશ્મન દેશનું આક્રમણ આવે તો તેને ટાળવા તમારી પાસે શસ્ત્ર શું ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે અહિંસા. અર્થાત્ રાષ્ટ્ર કે રાજ્ય પર વિદેશી આક્રમણ આવે તો પણ રાષ્ટ્રની ૧. ધર્મબુઘ્ધિત્તિમિચ્છન્તો, વેડધર્મસ્ય પ્રવર્તા: । હૈંન્તવ્યાસ્તે ટુરાત્માનો, રેવેર્વેત્યા વોત્વા: ||રૂ૦|| ... अधर्मरूपो થર્મો દિ, ષિવૃત્તિ નરાધિપ। ધર્મપાધર્મરૂપોઽસ્તિ, તથ્ય સેવં વિત્ત્વિતા ।।રૂરી।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મામારત, શાન્તિપર્વ, અધ્યાય-૨૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508