________________
૪૫૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ લાભ છે. આવા કેટલાય દાખલા બતાવી શકાય. જેમ જિનમંદિરો સૂર્યાસ્ત પછી પણ દસેક વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની હાલમાં પ્રથા ચાલે છે, તે by-lawsનો જ એક ફેરફાર છે, જે ગીતાર્થ ધર્માચાર્યોએ પણ સ્વીકાર્યો છે.
સભા : ઘણા પાઠશાળાનો વિરોધ કરે છે તે કેમ ?
સાહેબજી : લાભાલાભનો વિચાર કર્યા વગર જે મૂળનું પૂંછડું પકડી રાખે તેને દોષ લાગે. અત્યારે મૂળમાર્ગે ચાલવાના સંયોગો નથી તો લોકોને મૂળના નામથી ધર્મમાં અભણ ન રખાય.
આવા પેટાનિયમોમાં ફેરફારથી મૂંઝાવાનું નથી. શાસ્ત્રના જાણકાર ડગલે ને પગલે ઉત્સર્ગઅપવાદ સમજે છે. તેથી જ પવિત્ર ધ્યેયને સિદ્ધ કરવા સંયોગ અનુસાર આચરણામાં પરિવર્તન કે જે અપવાદરૂપ છે, તે પણ ભગવાનની આજ્ઞા જ છે. તીર્થકરોના આદેશમાં જ અપવાદ પણ સમાય છે, માત્ર તેનો ખોટા ઉદ્દેશથી અયોગ્ય સ્થાને ઉપયોગ ન કરાય. જે કરે તે મહાદોષપાત્ર છે. તે સિવાયના તમામ વિભાગ ધર્મશાસનમાં શાશ્વત છે. વળી આચારરૂપ આજ્ઞાની central line (મધ્યવર્તી રેખા) તો ઉચિત વર્તન જ છે. જે ઉચિત વર્તન લાવ્યા વિના આત્મવિકાસ થાય જ નહીં. તેથી આજ્ઞાપાલન જ કરવાનો એકમાત્ર ઉપાય છે તેવું ધર્મના અનુયાયીએ નિશ્ચિત માનવાનું છે. સર્વત્ર સંપૂર્ણ ઉચિત વર્તન અશક્ય ? ના, પૂર્ણ શક્ય :
જૈનધર્મમાં દર્શાવેલું ઉચિત વર્તન ઘણું વ્યાપક અને સૂક્ષ્મ છે; કારણ કે તેની સીમામાં સર્વ જીવોને આવર્યા છે. તેથી તમને આચરણ કરવાનું આવે તો એવું પણ લાગે કે આ impossible (અશક્ય) કે impractical (અવ્યવહારુ) છે. દરેક નાના જીવને ન્યાય આપવા, તેનું રક્ષણ કરવા બેસીએ તો આપણે જીવી જ ન શકીએ, સંસાર ચલાવી જ ન શકીએ. આ પણ એક મોટો ભ્રમ છે; કારણ કે ભગવાને ઍહિંસા-દયાનો શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે, છતાં તેમાં જરા પણ વેવલાપણું કે અણઘડપણું નથી. આપણે ગાંધીજી જેવી અહિંસામાં નથી માનતા. તે તો રાજકીય ક્ષેત્રમાં પણ અહિંસાની વાત કરીને રાજ્ય લશ્કર રાખવું કે નહીં, યુદ્ધ લડવાં કે નહીં તે અંગે પણ સ્પષ્ટ નહોતા. હકીકતમાં સ્વરાજ્ય મળ્યા પછી ગાંધીજીની અહિંસા પકડીને દેશ ન ચાલ્યો, બાકી ચાલે તો કદાચ બેહાલ થાય. તમે આક્રમક ન બનો તે જરૂરી છે, પરંતુ સ્વરક્ષણની જવાબદારી આવે તો યોગ્ય પ્રતીકાર તો કરવો જ પડે. જૈનધર્મ અણઘડ અહિંસાની વાત નથી કરતો. આ દુનિયામાં સર્જનોને ન્યાયી સ્વરક્ષણનો અધિકાર ન આપવામાં આવે તો દુષ્ટ માણસો આક્રમક બને ત્યારે સારા માણસોને હોમાઈ જવાનું આવે. સજ્જન, પવિત્ર પુરુષો કે ધર્માત્માઓ હોમાઈ જાય તેનો વાંધો નહીં તેમ સ્વીકારો તો દુનિયામાં સારા માણસો નાશ પામશે અને દુષ્ટો જ રહેશે. ધર્માત્માએ કોઈ પ્રતીકાર કરવાનો નહીં તો ધર્માત્માને બધા લૂંટી શકે, દબાવી શકે. આવો ઉચિત વર્તનનો અર્થ નથી. તમારું ન્યાયી રક્ષણ તમે કરો તે અનુચિત વર્તન ગણાય, તેવી વાત નથી. હા, તમારા સ્વાર્થ માટે તમે તમારું રક્ષણ કરો ત્યારે અમે કહીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org