________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૪૫૧
સાબિત કરવા માંગે છે; પરંતુ તમે એકાંગી બોલો તો વાજબી નથી. આચાર્ય ભગવંત પંડિત પાસે શું ભણે છે ? તે પણ વિચારવું જોઈએ. દુનિયામાં પણ નિયમ છે કે જે વિષય ભણવો હોય, તેના નિષ્ણાત પાસે જવું જોઈએ. મારે બૌદ્ધધર્મને ભણવો હોય તો જૈનાચાર્યને પસંદ કરું તેના કરતાં બૌદ્ધના સાધુ પાસે ભણું તો કદાચ વધારે સારું ભણી શકું. ૫. પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પૂર્વધર સમીપ જ્ઞાની હતા, છતાં પોતાના શિષ્યોને વેશપરિવર્તન કરી બૌદ્ધો પાસે ભણાવ્યા. વળી ભગવાન તો સાધુને કહે છે કે શક્તિ હોય તો ખાલી જૈનધર્મનો અભ્યાસ કરીને બેસી રહેવાનું નથી, દુનિયાના બધા ધર્મો, બધી ફિલોસોફીનો અભ્યાસ કરવો અને જૈન ધર્મના દરેક સિદ્ધાંત કે આચારની બીજા સાથે તુલના કરવી. અસલીની પરખ કરવી હોય તો નકલીની બાજુમાં સરખામણી કરો તો અસલીની તરત આરપાર પરખ થાય, સત્યનો નક્કર રણકાર બીજા સાથે તુલનાથી સમજાય. તીર્થકરોને ઉપદેશમાં સચોટ સત્ય પીરસવું છે, તેથી openly (ખુલ્લું) કહ્યું છે કે બીજા ધર્મો ભણો-વિચારો, તટસ્થ તુલના કરી મારો ધર્મ સાચો લાગે તો જ સ્વીકારો. અત્યારે ૧૪ પૂર્વધર મહાત્મા હાજર હોય તો અન્ય ધર્મવાળા પાસે અભ્યાસ કરવા જવાની જરૂર નથી. તે સિવાય પણ અત્યારે અમારી ગચ્છોની આંતરિક વ્યવસ્થામાં પણ કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીંની ઊંચી ફરજો અદા કરવા શક્તિસંપન્ન મહાત્માઓનો શાસનમાં ઘણો દુકાળ છે. જે થોડા શક્તિસંપન્ન સાધુઓ, પ્રભાવકો છે તેમનો મોટો સમય તમે લોકો જ લઈ જતા હો છો. તેવાં અનેક કારણોસર તેઓ ભણાવવાની જવાબદારી અદા ન કરી શકે. શિષ્યોને અભણ પણ ન રખાય. તેથી વૈકલ્પિક વ્યવસ્થામાં પંડિત આવ્યા. બાકી ઉત્સર્ગથી સાધુ પંડિતો પાસે ન ભણે તેવી શાસ્ત્રમાં આજ્ઞા છે જ. જેમ તમારા માટે પાઠશાળા તે by-lawsમાં ફેરફારરૂપ છે, તેમ કારણે પંડિતો પાસે સાધુને ભણવું તે પણ અપવાદિક છે. વાસ્તવમાં ગૃહસ્થને સૂત્રો ભણાવવાનો સીધો અધિકાર નથી, છતાં લાભાલાભનો વિચાર કરી, દેશકાલ, સંયોગો અનુસાર ફેરફાર કર્યો છે, આમાં સંઘને १. न स्वान्यशास्त्रव्यापारे, प्राधान्यं यस्य कर्मणि। नासौ निश्चयसंशुद्धं, सारं प्राप्नोति कर्मणः ।।१८।।
(અધ્યાત્મિસાર, વિવાર-૬) * એ કહ્યું, તેહ જ દઢે છે. (તે દઢ કરે છે)શુદ્ધાહારાદિક તનુ યોગ, મોટો કહિઓ દ્રવ્ય-અનુયોગ; એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાષિ લહી ચાલો શુભ પંથિ.૩ શુદ્ધાહાર-૪૨ દોષરહિત આહાર, ઇત્યાદિક યોગ છે, તે તનુ-કહેતાં નાના કહીએ. દ્રવ્ય-અનુયોગ, જે સ્વસમયપરસમય પરિજ્ઞાન, તે મોટો યોગ કહીઓ. જે માટે શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છે. એ સાષિ (સાક્ષી) ઉપદેશપદાદિક ગ્રંથે લહીને શુભ પંથિ-ઉત્તમ માર્ગે ચાલો. બાહ્યવ્યવહાર પ્રધાન કરીને, જ્ઞાનની ગૌણતા કરવી તે અશુભ માર્ગ, જ્ઞાનપ્રધાનતા રાખવી તે ઉત્તમ માર્ગ. અતએવ જ્ઞાનાદિકગુણહેતુ-ગુરુકુલવાસ છાંડી, શુદ્ધાહારાદિ યતનાવંતને મહાદોષે ચારિત્રહાનિ કહી છે. ગુરુતોષારખ્રિતયા, સ્નધ્યરાત્મતો નિપુણધમ સઝિન્દા તથા, જ્ઞાયત તંત્રિયો નાશ. .TI ષોડશકે. ill
(દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧, ગાથા-૩, મૂલ-બાલાવબોધ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org