Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 496
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪પ૯ ઈશ્વરે બનાવેલું છે. તેથી દરેક જીવનનું રક્ષણ કરવું જ જોઈએ'નો) ઉપદેશ આપે છે. તેથી જ વેટીકન તેમને ત્યાં ગર્ભપાત આદિનો સખત વિરોધ કરે છે. પરંતુ આમાં જૈનધર્મ જેવી સ્પષ્ટતા નથી; કારણ કે બધાનું જીવન પવિત્ર નથી. ગુંડાઓ, દુરાચારીઓનાં જીવન પવિત્ર ન કહી શકાય. અપવિત્ર જીવનોનું સર્જન ઈશ્વર કરે તે પણ સુસંગત નથી. માત્ર દરેકને જીવ તરીકે જીવવાનો સમાન અધિકાર છે અને દરેક જીવનું જીવન સ્વતંત્ર છે, તે તેનો માલિક છે. તમારા સ્વાર્થથી તમને બીજાનું જીવન છીનવી લેવાનો કોઈ હક નથી. આવા ન્યાયી દૃષ્ટિકોણથી જૈનધર્મ વિશાળ ફલક પર લોકોત્તર ન્યાયની સ્થાપના કરે છે. બાકી ધર્મોનું ક્ષેત્ર લોકોત્તર ન્યાય જ છે, લૌકિક ન્યાય તો રાજ્યનું ક્ષેત્ર છે. માંદાની સેવાથી ક્યારે કેવો પુણ્યબંધ થાય ? : સભા : ઉચિત વર્તનમાં અંગત સ્વાર્થ નહીં રાખવો. તો ધ્યેય શું રાખવું ? સાહેબજી ઃ દા. ત. ભાઈ પ્રત્યે માંદગીમાં સેવા, સરભરા, માવજત કરવાની છે. આ એક જ પ્રવૃત્તિ અનેક દૃષ્ટિકોણ, ભાવનાથી થઈ શકે છે. જેવા ધ્યેયથી કરે તે પ્રમાણે તેનું ફળ મળે. કોઈ માત્ર નાસ્તિકની જેમ સામાજિક માળખાનો વિચાર કરી ફરજ અદા કરે, જેમાં give & takeનો (આપ-લેનો) જ ભાવ છે. કુટુંબમાં હું માંદો પડું તો આખું કુટુંબ મારી સારસંભાળ તો જ લેશે કે હું કુટુંબના સભ્યની તકલીફ વખતે સહાય કરું. તેથી ભાઈની સેવા કરવામાં વળતરરૂપે પોતાની સેવાની અપેક્ષા છે. તેવો માણસ કૌટુંબિક ફરજ અદા કરે તો પણ તેમાં પુણ્ય બંધાતું નથી; કારણ કે સ્વાર્થનો ભાવ છે. તેના બદલે કોઈના મનમાં એમ હોય કે ગમે તેમ તોય મારો ભાઈ છે, તે મારી સેવા ભવિષ્યમાં કરશે કે નહીં તે અલગ વાત છે, પરંતુ મારે તો લાગણીથી ભાઈને સંભાળવો જોઈએ જ. વળી, વર્ષો સુધી સેવા-ચાકરી કરવા છતાં મનમાં કંટાળો કે અફસોસ પણ ન થાય અને આવી લાગણીથી ઘસાય, તેમાં વળતર કે સ્વાર્થનો ભાવ નથી, તેથી તે થોડો શુભભાવ છે, છતાં મમતાની પ્રધાનતા છે. પાડોશીના દીકરા કે દૂરનાની સેવા-ચાકરી નહીં કરે, આ તો ભાઈ પ્રત્યે મમતા છે તેથી વળતર વિના કરવા પ્રેરાય છે. આમાં થોડું પુણ્ય બંધાય. જ્યારે ત્રીજી વ્યક્તિ એવી છે કે જેને ભાઈ સાથે ભૂતકાળમાં એટલા કટુ પ્રસંગો બન્યા છે કે મમત્વ સંપૂર્ણ તૂટી ગયું છે. છતાં ભાઈ માંદો પડતાં પોતાની કૌટુંબિક ફરજ સમજી સેવા કરે. વિચારે કે કુટુંબમાં સાથે જન્મેલ છે, નાનપણમાં સાથે રમતાંખાતાં પરસ્પરના સહાયક અવશ્ય બન્યા હશે. તેથી કૌટુંબિક ઋણરૂપે મારું કર્તવ્ય-ફરજ છે કે આપત્તિમાં ભાઈની સેવા-માવજત કરવી, કુટુંબના સભ્ય તરીકે હું નહીં કરું તો કોણ કરશે ? આવી કર્તવ્યભાવનાથી જે સેવા કરે તે નાસ્તિક હોય તો પણ પુણ્ય બાંધે જ. હવે કોઈ વ્યક્તિ નાસ્તિકના બદલે આસ્તિક હોય, ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય તો તેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તે માત્ર કુટુંબના સભ્ય, માનવ કે સામાજિક માળખાના દૃષ્ટિકોણથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508