________________
૪૪૭
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ દુઃખ કે સર્વ પાપથી મુક્ત ન થઈ શકાય, પૂર્ણ સુખ ન પામી શકાય; તેથી જેને સર્વ દુઃખોનો અંત અને પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય તેણે તેનું અવશ્ય પાલન કરવું પડશે.
તીર્થંકરોના આજ્ઞા-આદેશરૂપ તમામ કાયદાઓ શાશ્વત તત્ત્વ-સત્ય આધારિત છે અને તેની central line (મધ્યરેખા) એક જ છે કે સર્વજનહિતાય, સર્વજનસુખાય ઉપદેશથી કોઈ પણ જીવનો ભેદભાવ રાખ્યા વિના જગતના સર્વ જીવોને તમારા તરફથી ન્યાય મળે, સુખ-શાંતિ મળે, છેવટે દુઃખ-અશાંતિ તો ન જ મળે તેમ જીવવું. જેમાં તમારો પણ ઉત્કર્ષ સમાયેલો છે અને સમષ્ટિનું પણ હિત છે તેવી રીતે ન્યાયીજીવન જીવવું, તે માટે master key (મુખ્ય ચાવી) ઉચિત વર્તન જ છે. જૈનધર્મની ખૂબી ત્યાં છે કે આ ઉચિત વર્તનની સીમામાં જીવમાત્રને આવરી લેવાયા છે. તેમાં નાના જીવ કે મોટા જીવ, નબળા જીવ કે સબળા જીવ, પોતીકા કે પારકાનો કોઈ ભેદભાવ રખાયો નથી. Without any discrimination (કોઈપણ જાતના ભેદભાવ વિના) સર્વ જીવોના મૂળભૂત પાયાના અધિકારો ઉચિત વર્તનમાં સ્વીકારાયા છે. તેથી જ આપણે ઇરિયાવહિયા જેવા નાના સૂત્રમાં પણ એબિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉચિંદિયા, પંચિંદિયા બોલીએ છીએ, ટૂંકમાં તેમાં સૃષ્ટિના બધા જ જીવો આવી ગયા, કોઈની બાદબાકી નથી. તેથી નાના જીવ પ્રત્યે પણ તમે હિંસક, ક્રૂર, સ્વાર્થી, અયોગ્ય વર્તન કરો, તેના જીવનમાં વિક્ષેપ કરો, તો તે પણ અપરાધ-અન્યાય ગણાય. તેથી જ ઇરિયાવહિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ નાના જીવને કારણ વિના હડસેલો, ખસેડો તો અન્યાય-પાપ કહ્યું; કારણ કે તમે તેના જીવનમાં હેરાનગતિ-ત્રાસ ઊભો કર્યો.
સભા : બચાવવા માટે મૂકીએ તો ?
સાહેબજી ઃ તેના બચાવનો proper (યોગ્ય) વિચાર કરીને કાળજીથી, જયણાપૂર્વક, બચાવવાના શુભ આશયથી મૂકો તો તે દયા કહેવાય, તે પાપ નથી.
જૈનશાસ્ત્ર બીજા જીવ પ્રત્યે અનુચિત વર્તન એને જ ગણે છે કે જેમાં તમે તમારા સ્વાર્થથી બીજાને હેરાન કરો. હિતબુદ્ધિથી કોઈને ક્યારેય કંઈ અનિવાર્ય દુઃખ આપવું પડે તો તેને અમે અનુચિત વર્તન કહેતા જ નથી. આ ઉચિત વર્તનની આજ્ઞા તીર્થંકરોએ પોતાના જીવનમાં સ્વયં પાળી બતાવી છે. હકીકતમાં આ દ્વાદશાંગીનું તત્ત્વ સનાતન-શાશ્વત છે. નવા-નવા તીર્થંકરો પણ તેને મૂળભૂત રીતે બદલી શકતા નથી. તેથી જ ધર્મસત્તાનું બંધારણ કોઈ તીર્થંકરે નવું ઊભું કર્યું નથી. આવા સનાતન બંધારણ આધારિત તમામ કાયદા-કાનૂનો સંક્ષેપમાં એ ઉચિત વર્તનમાં સમાય છે. તેથી તીર્થંકરોને પણ તરવું હોય, મોક્ષે જવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો બંધારણ અનુસારી ઉચિત વર્તન જ ઉપાય છે. પોતે પણ ઉચિત વર્તન દ્વારા જ કર્મક્ષય કરી મોક્ષ મેળવે છે અને બીજાઓએ પણ તે દ્વારા જ મેળવવાનો છે. અહીં કાયદા-કાનૂન ખાલી પ્રજા માટે છે અને રાજા માટે નથી, તેવું નથી. આ કુદરતના ન્યાયના કાયદા છે. તેથી જ તેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org