________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૪૧ સાહેબજી : એટલે જ ગાંધીજી ઊપડી ગયા. આર્યરાજનીતિમાં પણ સત્તાધીશને રક્ષણ પૂરું પાડવાની દેશની ફરજ છે. માત્ર સુરક્ષા માંગે એટલામાત્રથી દેશનેતાની ટીકા-ટિપ્પણ ન કરાય, કરનારને પાપ લાગે.
સભા : આજે તો સત્તા ઉપરથી ઊતરી ગયા પછી પણ આપે છે.
સાહેબજી ઃ આપવી પડે, યોગ્ય નાગરિક હોય અને તેના જીવન પર ભય હોય તો તેને રક્ષણ આપવું એ રાષ્ટ્રની જવાબદારી છે.
સભા : રાજ્યની લાલસા હોય, પણ રાજ્ય ન્યાયથી ચલાવતો હોય તો ?
સાહેબજી : તો પણ પાપ લાગે. વાસુદેવ ત્રણ ખંડનું સામ્રાજ્ય ન્યાય-નીતિ-સદાચારપૂર્વક ચલાવે છે તો પણ સત્તાની લાલસા આદિના કારણે આરંભ-સમારંભનાં પાપ બાંધી અહીંથી સીધા નરકે જ જાય છે. લૌકિક ન્યાયના પુણ્ય કરતાં વાસના-તૃષ્ણાજન્ય હિંસાપ્રવૃત્તિનો પાપબંધ વધી ગયો.
જીવનમાં શું કરો તો વાજબી ગણાય ? અને શું કરો તો અયોગ્ય ગણાય ? તેનું ધોરણ જ તમે શીખ્યા નથી. અત્યારે કેટલાય જીવોનું બલિદાન લઈને જીવો છો, તો સામે જીવનમાં એવું શું કરો છો કે આટલા જીવોનો લીધેલો ભોગ સાર્થક ગણાય ? તમે કહો કે હું તો બીજાના મોત પર ટેસથી જીવું છું અને મારી તૃષ્ણાઓ તૃપ્ત કરું છું, તો તમે અન્યાય જ કર્યો છે. બીજાનું જીવન નાશ કરનાર તમારે સાબિત કરવું પડે કે એ જીવો જેવું ઉન્નત જીવન નહોતા જીવવાના એવું ઉન્નત જીવન હું જીવીશ. તમારા જીવનમાં સર્વત્ર ઉચિત વર્તન લાવવા મનમાં નિર્ણય કરવો પડે કે મારે મારા અને જગતના ભલા માટે જીવવું છે. જીવીને શું કરવું છે ? એનો તમારી પાસે યોગ્ય જવાબ જોઈએ.
સભા : કુટુંબનું પાલન-પોષણ કરીએ છીએ ને ?
સાહેબજીઃ માત્ર પાલન-પોષણ નહીં, પરંતુ કુટુંબનું પણ ભલું કરવું છે એમ બોલો. આખા કુટુંબનું હિત કરવાનું જીવનમાં લક્ષ્ય છે, તેનો અર્થ એ કે કુટુંબ પાસેથી સ્વાર્થની અપેક્ષા નથી. મારા સ્વાર્થની પૂર્તિ માટે કટુંબનો જરાપણ ભોગ નહીં લઉં. તેમના ભલા માટે બધું કરી છૂટીશ, તેમનું જ્યાં જ્યાં જે રીતે હિત થતું હોય ત્યાં તે કરવા ખડે પગે ઊભો રહીશ. શાસ્ત્રમાં લખ્યું १. आप्तशस्त्रंग्राहाधिष्ठितः सिद्धतापसं पश्येत् । मंत्रिपरिषदा सामन्तदूतम् । सन्नद्धोऽश्वं हस्तिनं रथं वाऽऽरूढः सन्नद्धमनीकं गच्छेत् । निर्याणेऽभियाने च राजमार्गमुभयतः कृतारक्षं दण्डिभिरपास्तशस्त्रहस्तप्रव्रजितव्यंगं गच्छेत् । न पुरुषसम्बाधमवगाहेत् । यात्रासमाजोत्सवप्रवहणानि च दशवर्गिकाधिष्ठितानि गच्छेत् । यथा च योगपुरुषैरन्यान् राजाऽधितिष्ठति । तथाऽयमन्यबाधेभ्यो, रक्षेदात्मानमात्मवान् ।।१।।
(વોટિતીય અર્થશાસ્ત્ર, ગથિવર-૨, અધ્યાય-૨૨) ૨. તથાचिन्तयत्येवमेवैतत् स्वजनादिगतं तु यः । तथानुष्ठानत: सोऽपि, धीमान् गणधरो भवेत् । ।२८९ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org