________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૪૩૯ મનથી નિર્લેપ છે તો વર્તન મર્યાદાશૂન્ય કેમ ? આચાર એ વ્યક્તિના ગુણોનું પ્રતિબિંબ છે. મહાવીર પ્રભુ કે ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં આવું નહીં મળે. તેમના કોઈ પણ વર્તનને કોઈ અયોગ્ય કહી શકે તેવો વ્યવહાર જ જોવા નહીં મળે, પછી બાળ, યુવાન કે પ્રૌઢ ગમે તે અવસ્થા હોય, ગૃહસ્થઅવસ્થા હોય કે સાધુઅવસ્થા હોય. અરે ! તેમના સમગ્ર સાધના જીવનના કાળમાં સાધક હોવા છતાં પણ અયોગ્ય વર્તન કર્યું હોય તેવો એક પણ દાખલો નહીં મળે. તેઓ જે કક્ષામાં રહેલા હોય તે કક્ષાના ગુણોને અનુરૂપ જ તેમનું આચરણ છે. તીર્થકર પૂર્વેના ત્રીજા ભવથી આવું લોકોત્તર વ્યક્તિત્વને ધારણ કરનારા છે. તીર્થકરોનાં ચરિત્ર લોકોત્તર એટલા માટે જ કહ્યાં છે કે દુનિયાના બીજા કોઈ પણ ધર્મશાસ્ત્રમાં ઈશ્વરનું આવું ચરિત્ર નહીં મળે. આ વાત તટસ્થ તુલનાથી કહી શકાય તેમ છે. સૌના આદર્શ એવા પરમેશ્વરના જીવનમાં જો અનુચિત વર્તન હોય તો તેમના ઉચિત વર્તનના ઉપદેશની સ્વીકાર્યતા કે આદેયતા ન રહે. ભગવાને રાજપાટ ભોગવતી વખતે બીજાઓ સાથે અન્યાયવાળું વર્તન કર્યું હોય, કેટલાંયને દુઃખ-ત્રાસ આપ્યાં હોય, પછી આજ્ઞા કરે કે તમારે સતત ઉચિત વર્તન કરવું, તો તમને એમ જ થશે કે પોતે જીવનમાં કેવી રીતે વર્યા ? અને બીજાને કેવી સલાહ આપે છે ? તીર્થકરોની આ પણ એક અજોડતા છે કે પોતે જીવંત વર્તન કરી પછી ઉપદેશમાં આજ્ઞા ફરમાવે છે. તેથી જ તેમનું સમગ્ર જીવન ઉપાસકને આદર્શ પૂરો પાડે છે. તીર્થકરોએ રાજા તરીકે રાજ્યસંચાલન કર્યું, તો રાજનીતિ પ્રમાણે કોઈ અપરાધીને સજા પણ કરી; છતાં તે દંડક્રિયા પ્રભુનું ઉચિત વર્તન છે, કારણ કે સ્વાર્થ માટે નહીં પણ ન્યાય માટે સજા કરે છે. પોતાના અહંકારની પૂર્તિ કે સત્તા-સામ્રાજ્ય ટકાવવા તેઓ કોઈ પ્રવૃત્તિ કરતા નથી. સજા કે યુદ્ધ જે પણ પ્રવૃત્તિ કરે છે તે ન્યાય કે લોકહિત માટે જ છે, સમષ્ટિના ભલા માટે કરાયેલું આ કઠોર વર્તન છે. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન ચક્રવર્તી છે, છ ખંડનો દિગ્વિજય કરે છે, છતાં ક્યાંય અહંકાર-સ્વાર્થ-આસક્તિ નથી. “રાજસિંહાસન પર રાજા તરીકે બેઠા હોય તો અંગરક્ષકો ખુલ્લી તલવારે રક્ષણ માટે ઊભા હોય, અંગરક્ષકોને ખુલ્લો હુકમ હોય છે કે રાજા પર કોઈ હુમલો કરવા આવે તો તેને મારી નાંખવો. આમાં સુરક્ષા માટે બીજાનો ઘાત કરવાનો આવે. અહીં જો સ્વાર્થ માટે બીજાના નાશની તૈયારી કે ભાવના હોય તો ભગવાનને પણ પાપ લાગે; १. एतेन च वर्तन्ते भगवन्तः तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथातथौचित्येन आसिद्धिप्राप्तः, एवमेव वर्त्तनादिति।
. (हरिभद्रसूरिजी कृता ललितविस्तरा - धर्मवरचतुरन्तचक्रवर्तीपदविवरण) ૨. તાત્મા સ યો રાણા, રસ્થાન્યાનુરક્ષતિ | પ્રના તસ્ય વર્ધન્ત, ધ્રુવં ચ મહષ્ણુતે ૨૮ ... વિશ્વમેળ મહીં लब्ध्वा, प्रजा धर्मेण पालयेत् । आहवे निधनं कुर्याद्, राजा धर्मपरायणः ।।२२।। मरणान्तमिदं सर्वं, नेह किञ्चिदनामयम् । तस्माद् धर्म स्थितो राजा, प्रजा धर्मेण पालयेत् ।।२३।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९३)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org