________________
૪૩૬
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાપને મારીને હું બચું તો તમારે તમારું જીવન સાપ કરતાં વધારે મહત્ત્વનું છે તે અવશ્ય સાબિત કરવું પડે. અત્યારે તમે સાધુની જેમ સર્વ જીવ પ્રત્યે સમાન વ્યવહારવાળું નિષ્પાપ જીવન સ્વીકારી ન શકો, તેથી વ્યવહારમાં બીજાના જીવનને જ્યાં જ્યાં આઘાત કરવો પડે કે કરો, ત્યાં ત્યાં તે જીવો કરતાં તમારું જીવન minimum (ઓછામાં ઓછું) કાંઈ ગણું ઊંચું હોવું જ જોઈએ, તો જ તમે ઉચિત વર્તનમાં ટકી શકો; કેમ કે આ જગતમાં શ્રેષ્ઠ પુરુષોને જીવવાનો special right-privilege (ખાસ હક) છે; કારણ કે સજ્જન જેટલું જીવશે એટલે આખી સૃષ્ટિનું હિત થશે, દુર્જન જેટલું જીવશે એટલું તેનું અને જગતનું અહિત થશે. તમે એમ કહો કે મને પણ મારા જીવનમાં વાસના-વિકારની પૂર્તિ કરવી છે, ઇન્દ્રિયોની મોજમજા કરવી છે, તૃષ્ણાઓને શાંત કરવી છે, વિકાર-વાસનાઓને પોષવાં છે, તે માટે જીવવા માંગું છું, તો તમારામાં અને કૂતરા કે ગુંડા-બદમાશમાં ફેર શું ?
સભા ? અમે તો થોડો ઘણો ધર્મ કરીએ છીએ, ગુંડો થોડો પણ ધર્મ કરતો નથી, એ ફેરા નહીં ?
સાહેબજી : આમણે તો કોથળામાંથી બિલાડું કાઢ્યું. જે એમ માને છે કે તૃષ્ણાને તૃપ્ત કરવી તેમાં કાંઈ ખોટું નથી તે સાચા અર્થમાં ધર્મને જ માનતો નથી. તમે કહો કે વિકારવાસનાની પૂર્તિ કરવી તે ખોટું નથી, તો પછી વિકાર-વાસનાના ત્યાગરૂપ ધર્મ કરવા જેવો જ રહેતો નથી. પછી તો જીવનનો આદર્શ મોજમજા જ રહે છે, જેમાં તમને ઇન્દ્રિયોની મજા કે મનનો આનંદ મળે તે ભોગવી લેવું તેમાં જ જીવનની સાર્થકતા છે. હા, બહુ બહુ તો રોટલાના ટુકડાની જેમ થોડા ભોગ બીજાને પણ વહેંચી આપવા, તે પરોપકાર ગણાય; આટલું તો નાસ્તિકો પણ માને છે. તમે દાવો કરતા હો કે હું આત્મા-પરલોક-પુણ્ય-પાપ માનું છું, તો તમારી જીવનદૃષ્ટિમાં આત્માના ઉત્થાનની ચિંતા અવશ્ય આવે. જો તમે આત્માના હિતની ચિંતા કરો તો ચોક્કસ વિચારવું પડે કે ઇન્દ્રિયોના વિકારોની પૂર્તિથી તમારા આત્માને કોઈ લાભ ખરો ? કે નુકસાન છે ? અરે ! એમ ને એમ કદાચ કહી દો કે ઇન્દ્રિયોના વિકારોની પૂર્તિમાં પણ આત્માને મજા આવે છે, તેથી આત્માનો વિકાસ જ છે, પરંતુ તે તમે તર્ક કે પ્રયોગથી સાબિત નહીં કરી શકો; કારણ કે ઇન્દ્રિયના ભોગો ભોગવો ત્યારે વિકાર-વાસનાની પીડાથી આત્મા તો દુઃખી જ થાય છે, અરે ! શરીર પણ ઘણીવાર પાયમાલ થઈ જાય છે. મર્યાદામાં ભોગ ભોગવો તો કદાચ દેહ થોડો પુષ્ટ થઈ શકે, પરંતુ આત્માને ઇન્દ્રિયના ભોગો પુષ્ટિ આપે છે તેવું ક્યારેય સાબિત નહીં થાય. ક્રોધથી આત્મા ઠરે કે આત્માને સુખ મળે તેવું નાસ્તિક પણ ન કહી શકે. અહંકારથી આત્મા ઉશ્કેરાટ ન અનુભવે તેવું પ્રયોગથી સાબિત નહીં થાય. લોભ અજંપો ન જન્માવે પરંતુ આત્માને શાંતિ આપે તેવું કોઈ સમજદાર સ્થાપિત નહીં કરી શકે. વસ્તુતઃ જીવનમાં વિકાર સેવવા જેવા નથી, જે સેવે છે તે જીવનને ઉન્નત કે સાર્થક નથી બનાવતો. જો તેનાથી જીવન ઉન્નત કે સાર્થક બનતું હોય તો ગુંડા કે બદમાશ પણ સારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org