________________
૪૩૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : નિશ્ચય સાધ્ય છે તો લક્ષ્ય તરીકે આદર્શ તો પહેલાં જ બતાવાય ને ?
સાહેબજી : ના, અહીં આદર્શરૂપે વાત નથી, પરંતુ અમલની વાત ચાલે છે. આદર્શ તરીકેના ઉપદેશમાં તો એમ જ આવે કે તમારે આવા સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-પૂર્ણ શુદ્ધ બનવાનું છે. પરંતુ અત્યારે તો તમારો આત્મા અશુદ્ધ, કાબરચીતરો, હજારો વિકૃતિઓ, સંક્લેશોથી ભરેલો છે, બંધનોમાં ફસાયેલો છે, શક્તિઓ રુંધાયેલી છે, જેને ધર્મસાધના દ્વારા વિકસાવવાની છે. વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરો તો ભ્રમની દુનિયામાં જ રાચતા રહી જશો. કોઈ પીડા આપે ત્યારે મારા દેહને ત્રાસ આપે છે, મારા આત્માને નહીં, તેવી ભાવના કરવી હોય તો વ્યવહારનયના અનેક દૃષ્ટિકોણ છે, તે માટે સીધો નિશ્ચયનો દૃષ્ટિકોણ જીવનમાં અમલરૂપે લાવવો યોગ્ય નથી. તમારી તેવી ભૂમિકા નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે જેને નિશ્ચયની ભૂમિકા નથી, તેવો જીવ નિશ્ચયની ભૂમિકાનું આલંબન લે તો તે દોષનું-પાપનું કારણ છે. કેવલી ભગવંત જોવા-જાણવા છતાં ચાલવામાં જીવવિરાધના ન પણ અટકાવે, કેમ કે કેવલી ક્રમબદ્ધ પર્યાયમાં જીવે છે, પણ તમારાથી તે ક્રમબદ્ધ પર્યાય ન અપનાવાય. તમે તે ભૂમિકાને સ્વીકારો તો ભયંકર નુકસાન થાય. તમારા માટે હાલમાં અક્રમબદ્ધ પર્યાય છે.
સભા : અમારાથી ક્યારેય પણ ક્રમબદ્ધ પર્યાય ન વિચારાય ?
સાહેબજી : ૨ઉપમિતિમાં પૂ. સિદ્ધર્ષિ મહારાજે લખ્યું કે હિત પ્રાપ્ત કરવા અને અહિતના નિવારણ માટે તમારી શક્તિ મુજબ યોગ્ય પુરુષાર્થ કર્યો, છતાં પાછા પડ્યા, નિષ્ફળ ગયા,
ત્યારે તમારે સંક્લેશથી બચવા ક્રમબદ્ધ પર્યાયની ભાવના કરવી, પરંતુ તે પહેલાં કરશો તો દોષ લાગશે. વ્યવહારનયના stageમાં (સ્તરમાં) રહેલાએ પહેલાં તો પુરુષાર્થ કરવો પડે. અરે ૧. નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત જે એહવાજી, તેહને કવણ આધાર. સોભાગી જિન ! ૫૮ હેમપરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન-તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયાવ્યાપ. સોભાગી જિન ! ૫૯ આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ કિરિયાઘાટ. સોભાગી જિન ! ૬૦
(સીમંધરસ્વામિની વિનતિરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન ઢાળ-૧૧) २. विमर्शेनोक्तं-वत्स! विश्रब्धो भव मोत्तालतां यासीः, परामृश वचनैदम्पर्यं, निश्चयतो हि मयोक्तं यथा मा प्रवर्तिष्ट पुरुषः, व्यवहारतस्तु तत्प्रवृत्तिं को वारयति? पुरुषेण हि सर्वत्र पुरुषापराधमलः सदनुष्ठाननिर्मलजलेन क्षालनीयः, तदर्थं हि तत्प्रवृत्तिः, यतो नाकलयत्यसौ तदा भाविकार्यपरिणामं, ततो व्यवहारतः सर्वहेयोपादेयहानोपादानसाधनं समाचरत्येव । किञ्च-चिन्तितं चानेन यदुत-अहं न प्रवर्ते तथाप्यसावप्रवर्तमानो नासितुं लभते, यतः कर्मपरिणामादिकारणसामग्ऱ्या वेतालाविष्ट इव हठात्प्रवर्तत एव, न चाकिञ्चित्करः पुरुषः, किन्तर्हि? स एव प्रधानः तदुपकरणत्वात्कर्मपरिणामादीनां, न च पादप्रसारिका श्रेयस्करी, व्यवहारतः पुरुषप्रवृत्तेहिताऽहितनिर्वर्तनापवर्तनक्षमत्वात्, निश्चयतस्तु निःशेषकारणकलापपरिणामसाध्यत्वात् कार्याणां, अन्यथा पूर्वमाकलिते पुरुषेण वैपरीत्येन तु परिणते पश्चात्प्रयोजने न विधेयौ हर्षविषादौ समालम्बनीयो निश्चयाभिप्रायो यथेत्थमेवानेन विधातव्यमितिभावनया विधेयो मध्यस्थभावः, न चैतच्चिन्तनीयं यद्येवमहमकरिष्यं ततो नेत्थमभविष्यदिति, यतस्तथाऽवश्यंभाविनः कार्यस्य कुतोऽन्यथाकरणम्! नियता हि निश्चयाकूतेन नियतकारणसामग्रीजन्या
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org