________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૪૩૫ ભાવિભાવ જાણતા હોય તો પણ વ્યવહારના stageમાં હો ત્યાં સુધી વ્યવહારનું સેવન આવે. ભાવિ જાણો છો કે નથી જાણતા તેના પર ક્રમબદ્ધ-અક્રમબદ્ધ પર્યાયના અવલંબનનો આધાર નથી. સમતામાં રહેલા નિરપેક્ષમુનિ ભાવિ જાણતા ન હોય તો પણ ક્રમબદ્ધ પર્યાય સેવે છે.
સભા : અવધિજ્ઞાનથી જાણી લે પછી જ પુરુષાર્થ કરે ને ?
સાહેબજી : તમામ નિરપેક્ષમુનિઓને અવધિજ્ઞાન હોય એવો કોઈ નિયમ નથી. વળી કુતૂહલબુદ્ધિથી આ રીતે જે જ્ઞાનનો ઉપયોગ કર્યા કરે તેનામાં સમતા પણ ન હોય અને જ્ઞાન પણ ટકે જ નહીં. નિશ્ચયની ભૂમિકા ક્યાંથી શરૂ થાય છે તે જ તમને અંદાજ નથી. ઋષભદેવ ભગવાનને અવધિજ્ઞાન છે, છતાં કોઈ દિવસ ઉપયોગ નથી મૂક્યો કે ગોચરી ક્યારે મળશે ? ૧-૨ દિવસ નહીં, પણ ૧૨ મહિના ગયા છતાં ઉપયોગ નથી જ મૂક્યો. જ્ઞાન છે છતાં ઉપયોગ ન મૂક્યો.
સભા : રોજ ગોચરી માટે ધક્કા ખાવાના, સમય બગાડવાનો ?
સાહેબજી : તમને ધક્કા લાગે છે, તેમને ધક્કા નહોતા લાગતા. હજુ જ્ઞાનીઓનું મન કેવું હોય, જ્ઞાની કઈ કક્ષામાં કેવા વિચાર કરે તે તમારા માટે beyond the range (બુદ્ધિની મર્યાદા બહાર) છે. અત્યારે બુદ્ધિ ત્યાં સુધી પહોંચે તેમ નથી. તમે તમારી rangeથી (પહોંચથી) વિચારો ત્યારે તમારી જેવી વૃત્તિઓ હોય તેવું જ વિચારો. તેમનામાં કુતૂહલવૃત્તિ જ નથી. 'સાધના કરતા મુનિને વૈક્રિયલબ્ધિ પેદા થાય તો પણ કુતૂહલથી ઉપયોગ કરવા તૈયાર ન હોય, કરે તો લખ્યું કે કદાચ લબ્ધિ જતી રહે, ન જાય તો પણ આલોચના-પ્રાયશ્ચિત્ત તો કરવાં જ પડે; જો ન કરે તો તેને એવા કર્મબંધ થાય કે તેનાથી હલકી ગતિ મળે. ઉચિત આચરણમાં જોઈતી પાયાની લાયકાત :
તીર્થકરોની આજ્ઞાને આપણા જીવનમાં અમલમાં લાવવી હોય તો જે જે કક્ષામાં બેઠા છો તેને અનુરૂપ ઉચિત વર્તન કરવું જરૂરી છે. ઉચિત વર્તન કરવા મુખ્ય વાત એ જ યાદ રાખવા જેવી છે કે મારાથી કોઈને અન્યાય થવો ન જોઈએ. તમને વ્યક્ત તરીકે તમારું વધારે મહત્ત્વ દેખાય તો બીજા જીવો પ્રત્યે મનમાં સમાનતાનો ભાવ લાવો. તમારું જીવન ઊંચું અને મહત્ત્વનું છે એવો દાવો કરવો હોય તો તમારા જીવનની ગુણવત્તા વધારવી પડે. પ્રસંગે તમને થાય કે च सकलकालं तथैवानन्तकेवलिज्ञानगोचरीभूता च समस्ताऽपि जगति बहिरङ्गकार्यपर्यायमाला, सा यया परिपाट्या व्यवस्थिता यैश्च कारणैराविर्भावनीया तयैव परिपाट्या तान्येव च कारणान्यासाद्याविर्भवति, कुतस्तस्यामन्यथाभावः? अतोऽतीतचिन्ता मोहविलसितमेव।
(૩૫મિતિ પ્રસ્તાવ-૪) १. प्रावृट्काले हि साधूनां विहारो नाऽन्यथा भवेत्। लब्धीनामुपयोगं च न ते कुर्युर्यथा तथा।।१६३ ।।
(ત્રિટિશસ્ત્રાપુરુષવરિત્ર પર્વ-૬, સf-૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org