________________
૪૨૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સૌથી શ્રેષ્ઠ ઉચિત વર્તન કરનાર સાધુ છે, જે અત્યંત નિષ્પાપ જીવન જીવે છે, સાધુનો આચાર એવો છે કે જેમાં નિષ્પાપ, પવિત્ર અને તદ્દન સાદગી યુક્ત જીવન છે. કોઈ જાતના મોજ-શોખ, આનંદ-પ્રમોદ કે વિકાર-વાસનાની પૂર્તિ થાય એવી પ્રવૃત્તિ તેમના જીવનમાં રાખી જ નથી. સાધુ જગતના સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન શ્રેષ્ઠતા અને સરળતાથી કરી શકે છે; કેમ કે તીર્થકરોએ તેમને આચારસંહિતા જ એવી આપી છે જેમાં બીજા જીવોનું જતન કરીને જ પોતાના જીવનનો ઉત્તમ વિકાસ કરવાનો છે. બીજા જીવોને તેમના તરફથી ત્રાસનો અવકાશ જ ન રહે તેવો અહિંસામય જીવનવ્યવહાર છે. તેમના તરફથી બધા જીવોને ન્યાય ન મળે તેવું નિર્મળ જીવન જીવવાનું છે; પરંતુ તમે કહો કે અમારી સાધુ થવાની તાકાત નથી, જો આ વાત પ્રામાણિકતાથી બોલો તો તેમાં વાંધો નથી; કારણ કે બળજબરીથી સાધુ બનાવવાના નથી. જેનામાં સાધુ થવાની શક્તિ, પાત્રતા કે સંયોગો ન હોય તેને શાસ્ત્ર જ સારા શ્રાવક બનવાની આજ્ઞા કરે છે. મહાવ્રત પાળવા અશક્ત વ્યક્તિ જો દીક્ષા લે તો તેમાં તેના આત્માને નુકસાન છે. જિનાજ્ઞામાં દીક્ષાનો એકાંતે આગ્રહ નથી. દરેક આજ્ઞા હિતાહિત-લાભાલાભ વિચારીને જ ફરમાવેલ છે. ધર્મસત્તાના કાયદામાં અનુયાયીની કક્ષા, સંયોગો, શક્તિનો સમુચિત વિચાર :
તીર્થકરોનું આજ્ઞાતંત્ર practical approachવાળું (પાલનની શક્યતાના વ્યવહારુ અભિગમવાળું) છે. ભગવાનની આજ્ઞામાં કોઈ impractical (અવ્યવહારુ), અશક્ય વાત નથી. હા, સાધુ ન બની શકનાર ધર્માત્મામાં પણ શ્રેષ્ઠ, પવિત્ર જીવન સાધુજીવન જ છે, આદર્શ જીવન તરીકે એ જ સ્વીકારવા જેવું છે,' તેવી શ્રદ્ધા-માન્યતા તો જોઈએ જ. જેને સારું અને શ્રેષ્ઠ ન ગમે તે તેના મનની દુષ્ટતા સૂચવે છે. ધર્મશાસનના દરેક અનુયાયીનું માનસિક વલણ તો સારા પ્રત્યે રુચિવાળું જોઈએ જ. સાધુ ન બનનાર ગૃહસ્થ પણ પોતાની ભૂમિકા અનુસાર શ્રાવક, સમ્યગ્દષ્ટિ, જૈન કે માર્ગાનુસારી એમ કોઈ પણ કક્ષામાં હોઈ શકે. દરેક માટે પોતાની કક્ષા અને સંયોગોને અનુરૂપ ઉચિત વર્તન કરવું તેવી જ ભગવાનની આજ્ઞા-કાનૂન છે. જેમ સુરાજ્યમાં તમામ કાયદાઓનો ઉદ્દેશ ન્યાય જ હોવો ઘટે, તેમ ધર્મશાસનમાં પણ દરેક વ્યક્તિ માટેની આજ્ઞા, આદેશ કે કાયદાઓનો ઉદ્દેશ લોકોત્તર ન્યાય જ છે. હા, તેમાં દરેક અનુયાયીની કક્ષા, સંયોગ, શક્તિનો અત્યંત સમુચિત વિચાર છે. તેથી જ એવો એકાંત નથી કે સાધુ જ ધર્મસત્તાનો સંપૂર્ણ સમર્પિત અનુયાયી બની શકે. સમર્પિત પ્રજાજન બનવા માટે કોઈ પણ કક્ષામાં રહેલ વ્યક્તિ અધિકારી છે. જેણે ધર્મતીર્થનું ભાવથી શરણું સ્વીકાર્યું તે બધા તેના પ્રજાજન છે. જે તરવાની ભાવના ધરાવે છે તે તીર્થકરના સ્થાપેલા તીર્થનું આલંબન લઈ શકે છે. જેને તરવું જ નથી, તેને તીર્થ કે તીર્થકરની જરૂર નથી. જે હૃદયથી દુઃખમય સંસારથી છૂટવા ઇચ્છે છે તે સહુ १. एतेषामपुनर्बन्धकादीनां सर्वविरतपर्यन्तानाम्, द्रव्याज्ञा-स्वस्वोचितबाह्यानुष्ठानरूपा ।
(૩૫શરદી, સ્નો-ર૬ ટીer)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org