________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૨૭. સ્વબળે આત્મવિકાસથી જગતને જીતીને જિન બનેલા તીર્થકરો અધિકારી તરીકે જ્યારે ધર્મશાસન સ્થાપે છે ત્યારે પણ “મારા શાસનમાં પ્રવેશ પામો, મારા અનુયાયી બનો' તે રીતે કોઈને નિમંત્રણ આપતા નથી; માત્ર આત્માને સુરક્ષિત કરવો હોય, દુઃખથી મુક્ત થવું હોય તો આ ધર્મતીર્થનું શરણ-અનુશાસન સ્વીકારો, નહીંતર મોહ દ્વારા પીડા પામશો, એ પ્રકારનો સંદેશો આપે છે. મોહના સામ્રાજ્યમાંથી બહાર નીકળવા જ સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તનની આજ્ઞા ફરમાવેલ છે. આમાં પેટાઆજ્ઞાઓ અનેક આવી જાય છે. દા. ત. ક્ષમા રાખવી, ક્રોધ ન કરવો, ઉદાર બનવું, સંકુચિતતા ન કેળવવી; પરંતુ તમને આવી આજ્ઞાઓ સાંભળતાં એમ થાય છે કે આમાં તો આપણે એકલું સહન જ કરવાનું છે, ભોગ જ આપવાનો છે. તેથી તમને ધર્મના અનુશાસન સાથે માનસિક વિરોધ છે.
સભા : અમારે શક્તિ મુજબ કે શક્તિ બહાર સહન કરવાનું ?
સાહેબજી : શક્તિ મુજબ જ સહન કરવાનું છે, તમે શક્તિથી વધારે સહન કરો તેમ છો જ નહીં. અરે ! શક્તિ-અશક્તિની વાત પછી, પરંતુ “ક્ષમાં જ રાખવા જેવી છે, ઉદારતા જ કેળવવા જેવી છે તે જ તમારી બુદ્ધિમાં સ્વીકાર્ય બનતું નથી. ભગવાન કહે છે કે બીજા પ્રત્યે ક્રોધ, સંકુચિતતાનું વર્તન એ અન્યાયી વર્તન છે, ધર્માત્માએ એવું વર્તન ન કરાય, પરંતુ આ વાત તમારી બુદ્ધિમાં બેસતી નથી. તમને તમારો અન્યાય ન્યાય લાગે છે અને બીજાનો ન્યાય અન્યાય લાગે છે. તમને બીજા પ્રત્યે ન્યાયી વર્તન કરવાની વાત કરીએ તો તમને લાગે કે મને અન્યાય થઈ રહ્યો છે. આવું લાગે છે, કેમ કે મગજ તત્ત્વના બોધથી રહિત છે. જેટલા તમને તમારા અધિકારો પસંદ છે એટલા જ તમારે બીજાના અધિકારોને પણ સ્વીકારવા જોઈએ. તમે કહો કે મને દુઃખ ન આવવું જોઈએ તો તમારે કહેવું જ પડે કે મારાથી બીજાને દુઃખ ન અપાય. તમે કહો કે મારા પર કોઈએ ગુસ્સે ન થવું જોઈએ, તો તમારે પણ બીજા પર ગુસ્સે ન થવાય. તમારી સાથે કોઈ અહંકાર, તોછડું વર્તન કરે તે યોગ્ય ન કહેવાય, તો તમે બીજા સાથે અહંકારી-તોછડું વર્તન કરો તે યોગ્ય કહેવાય ? તમારું કહેવું છે કે બધા rights મારા માટે reserved (અનામત) છે; કેમ કે હું તો દુનિયાનો દાદો છું. તમારા આવા વલણમાં તો તમારે ન્યાય-અન્યાયની વાત જ નથી, સ્વાર્થ સિવાય કશું નથી. તટસ્થતાથી વાત કરો તો કબૂલ કરવું પડે કે જે જે વર્તન તમને નથી ગમતું તે તમારાથી પણ બીજા પ્રત્યે ન કરાય. અયોગ્ય વર્તન ન કરવું હોય તો સતત ઉચિત વર્તન કરવું જોઈએ.
१. भवप्रदीपनं रौद्रं, वर्णितं मुनिनेदृशम्। अमातापितृकं चैतदुक्तं त्रातुरभावतः ।।५५ ।। विबुद्धो मन्त्रवित् तत्र, सर्वज्ञः परमेश्वरः। तेन चोत्थाय विहितं, विशालं तीर्थमण्डलम्।।५६।। गोचन्द्रकाकृतौ तच्च, मध्यलोके प्रकाशितम्। धृत्वा धर्मात्मकवचं, सूत्रमन्त्रस्य रेखया।।५७।। तेन देशनयाऽऽह्वानं, समुत्साह्याङ्गिनां कृतम्। प्राविशन्मण्डले स्तोका, भवस्थानन्तभागगाः।।५८।।
(વેરાથત્પન્નતા, સ્તવ-૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org