________________
૪૩૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સભા : સમ્યગ્દષ્ટિ પરથી જ મોહનું વર્ચસ્વ પૂરેપૂરું જાય ને ?
સાહેબજી : હા, સમ્યગ્દષ્ટિ આત્મા પર મોહનાં ઊતરતાં પાણી થયાં, હવે મોહનો અધિકાર નિવૃત્ત થયો; પરંતુ મંદમિથ્યાદૃષ્ટિ અપુનબંધક જીવ પરથી પણ મોહનો થોડો-થોડો અધિકાર ક્રમશઃ નિવૃત્ત થતો જ જાય છે. તેથી તે પણ મોક્ષમાર્ગાનુસારી તરીકે ધર્મતીર્થનો અનુયાયીપ્રજાજન બનવા લાયક છે. મોહના અધિકારનિવર્તનની વાત સાંખ્યદર્શનના ધુરંધર આચાર્યોએ પણ લખી છે. તેમના અભિપ્રાય પણ જે આત્મા પરથી પ્રકૃતિનો અધિકાર જરા પણ નિવૃત્ત નથી થયો તે જીવ અધ્યાત્મ પામવા લાયક નથી. તે દર્શનમાં કર્મને બદલે પ્રકૃતિ શબ્દ વપરાય છે, પરંતુ કહેવાનો ભાવાર્થ એક જ છે. તમારા પર કર્મનું વર્ચસ્વ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી તમે મોહને સારો માનો છો.
સભા : અજ્ઞાનતાથી પણ મોહનું વર્ચસ્વ હોય ને ?
સાહેબજી : હા, મંદમિથ્યાદૃષ્ટિ જીવોને પણ અજ્ઞાનના કારણે મોહનું વર્ચસ્વ સંપૂર્ણ તૂટ્યું હોતું નથી. જોકે સમ્યગ્દષ્ટિ પર અજ્ઞાનથી મોહનું વર્ચસ્વ બેશક નથી જ હોતું, પરંતુ મોટા ભાગના જીવો પર મોહનું વર્ચસ્વ અજ્ઞાનના કારણે નહીં પણ વક્રતાના કારણે હોય છે. અજ્ઞાનતા કરતાં વક્રતા વધારે નુકસાનકારક છે. અજ્ઞાની તો ભ્રમિત છે, તેને સમજાવો એટલે ભ્રમ દૂર થાય, ઠેકાણે આવી જાય, જ્યારે વક લોકોને ગમે તેટલી સમજણ આપો પણ તમારી સાથે માથે ભટકાડે. વક્રને, કદાગ્રહીને કોઈ માર્ગે લાવી ન શકે, સમજાવી ન શકે. અજ્ઞાની કરતાં કદાગ્રહી ભયંકર છે. જેનામાંથી કદાગ્રહ નીકળી ગયો છે તેને જોખમ ઓછું છે; કેમ કે તેના ઉપરથી કર્મનું વર્ચસ્વ નબળું પડ્યું છે. ઔચિત્યપાલન માટે જીવનમાં જોઈતું જાગ્રત મંથન :
મોહની પકડમાંથી થોડા પણ બહાર નીકળેલા મોક્ષમાર્ગાનુસારી આત્માઓ ધર્મશાસનના શરણે આવ્યા કહેવાય. તેવા સૌ રક્ષણ ઇચ્છતા પ્રજાજન માટે ધર્મસત્તાએ જે કાયદાકાનૂન દર્શાવ્યા છે તે nutshellમાં (ટૂંકમાં) “સર્વત્ર ઉચિત વર્તન'રૂપ છે. જીવનમાં તમામ ન્યાયી अनिवृत्ते पुनः 'तस्याः'-प्रकृतेः 'एकान्तेनैव'-सर्वथैव 'हन्दि' इत्युपप्रदर्शने 'अधिकार-उक्तलक्षणे 'तत्परतन्त्रः'-प्रकृतिपरतन्त्रः "भवरागओ" त्ति संसाररागाद् 'दृढम्'-अत्यर्थं सर्वतभेदप्राप्तेः अनधिकारीति। उक्तं चान्यैरपि योगशास्त्रकारैः"अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि। न पुंसस्तत्त्वमार्गेऽस्मिन् जिज्ञासाऽपि प्रवर्तते।। क्षेत्ररोगाभिभूतस्य यथाऽत्यन्तं विपर्ययः । तद्वदेवास्य विज्ञेयस्तदावर्तनियोगतः ।। जिज्ञासायामपि ह्यत्र कश्चित्सर्गो निवर्तते। नाक्षीणपाप एकान्तादाप्नोति कुशलां धियम्।। ततस्तदात्वे कल्याणमायत्यां तु विशेषतः । मन्त्राद्यपि सदाचारात् सर्वावस्थाहितं मतम्।। द्वयोरावर्तभेदेन तथा सांसिद्धिकत्वतः । युज्यते सर्वमेवैतन्नान्यथेति मनीषिणः ।।" [ योगबिन्दुः १०१-५ ] न च प्रकृति-कर्मप्रकृत्योः कश्चिद् भेदोऽन्यत्राभिधानभेदात्। इति गाथार्थः ।।१०।।
(યોગશત, શ્નો-૧-૨૦ મૂર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org