________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૪૨૫ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(મમ્મતત પ્રવર૦ શ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આ દુઃખમય સંસાર ગમે તેટલો ભયાનક હોય પરંતુ આ ધર્મતીર્થને શરણે આવનાર આત્મા સંસારમાં પૂર્ણ સલામતી પામે છે; કારણ કે તીર્થકરોનું ન્યાયનું સામ્રાજ્ય છે. આ સામ્રાજ્યમાં જે જીવ પ્રવેશ પામે તે જીવને બીજા તરફથી દુઃખ-સંતાપ મળવાનાં બંધ થાય, અને તેના તરફથી બીજાને થતા અન્યાય-દુઃખ પણ બંધ થાય. તીર્થકરોએ અનુયાયીઓને જીવન જીવવાની જે પદ્ધતિ-શૈલી દર્શાવી છે, તે જ સ્વયં જ એવી છે કે જેમાં દરેકના હૃદયમાં બીજા જીવો પ્રત્યેની દુષ્ટ ભાવનાઓ નષ્ટ થઈ જાય. તેમના ઉપદેશને હૃદયમાં પરિણામ પમાડે તો ગમે તેટલો સંક્લિષ્ટ જીવ પણ તેના સંક્લેશો વિખેરાઈ જવાથી શુભભાવવાળો બને. તેથી તેને બીજા જીવો પ્રત્યે અનુચિત વર્તન કરવાનું મન જ ન થાય. અત્યારે તમને બીજા પ્રત્યે અયોગ્ય વર્તન કરવાનું મન થાય છે તેમાં કારણ તમારી કનિષ્ઠ મનોવૃત્તિ છે. તે જ અંદર ન હોય તો ગેરવર્તનનો ભાવ ન પ્રગટે. તમારા માટે કોઈને ગેરવર્તન કરવાનો ભાવ ત્યારે જ થાય કે તેના મનમાં તમારા માટે કોઈ સંક્લેશ હોય. કોઈ વ્યક્તિને તમારા માટે મનમાં ગુસ્સો હોય તો તમને સંભળાવવાનું મન થાય. દરેક જીવના અનુચિત વર્તન માટે તેના પોતાના અંતરના સંક્લિષ્ટ ભાવો જ કારણ છે. તીર્થકરોનું સાંનિધ્ય, વાણી, પ્રભાવ, અતિશય જ એવા છે કે જો તે આત્મામાં પરિણામ પામે તો આત્માના સંક્લિષ્ટ ભાવો નાબૂદ થાય. ધર્મસત્તા હૃદયપરિવર્તન કરાવી બધા પાસે ન્યાયનું આચરણ કરાવે છે :
દુનિયામાં રાજસત્તા કાયદાના દબાણથી અને દંડના ભયથી સૌને ન્યાયમાં રાખે છે, જ્યારે ધર્મસત્તા હૃદયપરિવર્તન કરાવી સૌ પાસે ન્યાયી વર્તન કરાવે છે. ધર્મસત્તા હૃદયમાં પ્રભાવ જમાવી તમારી પાસેથી કર્તવ્ય કરાવે છે, જ્યારે રાજસત્તા બળજબરીથી કામ લે છે. રાજ્યમાં રાજા રાજસિંહાસન પર બેસી રાજ્ય કરે છે, જ્યારે ધર્મસત્તા લોકોના હૃદયસિંહાસન પર બેસીને શાસન ચલાવે છે. તીર્થકર કોઈને બળજબરીથી આજ્ઞા-કાયદો પળાવતા નથી. અનુયાયી માટે
१. ... जायते धर्मनिरताः प्रजा दण्डभयेन च ।।४६।। करोत्याधर्षणं नैव तथा चासत्यभाषणम् । क्रूराश्च मार्दवं यान्ति, दुष्टा दौष्ट्यं त्यजन्ति च ।।४७।। पशवोऽपि वशं यान्ति, विद्रवन्ति च दस्यवः । पिशुना मूकतां यान्ति, भयं चान्त्याततायिनः ।।४८।। करवाश्च भवन्त्यन्ये, वित्रासं यान्ति चापरे । अतो दण्डधरो नित्यं, स्यानृपो धर्मरक्षणे ।।४९।।
(શુક્યનીતિ, ધ્યાય-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org