________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
=
૪૧૭
પ્રકારના ભેદભાવ ચાલુ થાય છે, તમામ અન્યાયોનું સર્જન થાય છે. તમે બીજા જીવો પ્રત્યે રાગ-દ્વેષથી પ્રેરાઈને અન્યાયી વર્તન કરો છો, બદલામાં સામેથી અન્યાય મેળવો છો. અનંત કાળથી આ રફતાર ચાલુ છે. મોહનું કામ જ આ છે કે તમને દુષ્ટ બનાવી દુષ્ટ પ્રવર્તન કરાવે. તમારી મનોવૃત્તિ જ એવી સંક્લિષ્ટ થાય કે તમને તમારા હક્કો જ દેખાય. અરે ! હક્કથી અધિક સ્વાર્થ જ દેખાય, જ્યારે બીજાના legitimate rights (યોગ્ય હક્ક) પણ ન દેખાય. આ જ અપરાધનું મૂળ છે. સંપૂર્ણ જિનાજ્ઞામાં રહેવું હોય તેણે સતત જીવમાત્ર પ્રત્યે ઉચિત વર્તન રાખવું પડે. પછી તે ગમે તે ભૂમિકામાં રહેલો હોય, પરંતુ સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તનની આ આજ્ઞા તો તીર્થંકરોની બધા માટે છે. થોડુંક પણ અનુચિત વર્તન તમારા જીવનમાં આવે એટલે તેટલા પ્રમાણમાં તમે જિનાજ્ઞામાંથી બહાર નીકળ્યા ગણાઓ. એકાદ જીવ પ્રત્યે પણ માનસિક, વાચિક, કાયિક કોઈપણ પ્રકારનું અનુચિત વર્તન કરો તો તેટલો આજ્ઞાભંગરૂપ અપરાધ છે. તમારો દાવો એ છે કે પેલો મને સંભળાવી જાય તો હું પણ કાંઈ ઓછો નથી, તેને સવાયું સંભળાવું. આમાં તમારું વલણ એ જ છે કે એ નાગો થાય તો હું ડબલ નાગો થાઉં. કોઈ ખોટું કરે તો તેની સામે ડબલ ખોટું ક૨વાનો તમને જાણે હક્ક છે.
સભા ઃ અન્યાયને રોકવો તો જોઈએ ને ?
સાહેબજી : આ રીત તો મૂર્ખાઈની પરાકાષ્ઠા છે. અન્યાયને રોકવા ડબલ અન્યાય કરવાનો ? તમારું કહેવું એ છે કે પેલા સામે સવાયો અન્યાય કરું તો અન્યાય રોકાય. પરંતુ અન્યાય, અન્યાયથી રોકાય કે ન્યાયથી રોકાય ? ક્રોધથી ક્રોધ શાંત થતો નથી, વેરથી વેર શમતું નથી, આગથી આગ ઠરતી નથી, પરંતુ તમે ઊંધો નિયમ સ્વીકાર્યો છે.
સભા : કહેવાય છે કે કાંટો કાંટાને કાઢે.
સાહેબજી : અરે ! તે તો સંયોગવિશેષમાં કળાવિશેષથી બને, બાકી એક કાંટો વાગ્યા પછી બીજો કાંટો વગાડો તો નવો ઘા અને નવી વેદના થાય.
સભા : ક્રોધ ન કરીએ તો બધા દબાવે.
:6
સાહેબજી : સાચી વાતમાં મક્કમ રહેનારને કોઈ દબાવી ન શકે. બીજાથી તમારું હિત ન જોખમાય તે માટે માત્ર તમારે મક્કમ કે કડક બનવાનું છે, નહીં કે ક્રોધની આવશ્યકતા છે. ક્રોધ ભળે, આવેશ આવે એટલે તમારું balance (સંતુલન) જાય, જેમ-જેમ ગુસ્સો વધશે, તેમતેમ તમે તમારી જાતથી out of control (કાબૂ બહાર) થશો. કાબૂ બહાર વર્તનારાઓનું વર્તન વાજબી ન હોય. જાત પરના કાબૂ ગુમાવેલાનું વર્તન પણ વાજબી હોય તો પછી ગાંડાઓનું ગાંડપણ ગેરવાજબી કેમ ? તમારા મગજ પર તમારો કંન્ટ્રોલ ન હોય તો તમારામાં અને ગાંડામાં ફરક શું ?
સભા : permanent (હંમેશના) ગાંડા છે.
સાહેબજી : આ કહે છે કે હંમેશનો ગાંડો જ ગાંડો ગણાય, કામચલાઉ ગાંડા બનીએ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org