________________
ધર્મતીર્થ સ્થાપના
સભા : જેના મનમાં મોહ હોય તે ધર્મસત્તાનો અનુયાયી બની શકે ?
સાહેબજી : મનમાં મોહ હોય પણ મોહનો અધિકાર ન હોય તો બની શકે. મોહનો અધિકાર એટલે મોહ જે કહે તે જ તમને વાજબી લાગે. ટેસથી વાનગી ખાવાની સલાહ મોહ જ આપે છે. ‘જીવનમાં વાસના-વિકારરૂપ ઇચ્છાઓ પૂરી કરીએ તો તેમાં ખોટું શું ? મનમાં તૃષ્ણા જાગી, શક્તિ-સામગ્રી છે, તો તેને ભોગવીને પૂરી કરીએ તે તો one kind of enjoyment (એક પ્રકારનો આનંદ) છે. તેમાં કોઈ અપરાધ કે ગુનો નથી.' આવું આખી દુનિયા માને છે, આ જ મહામિથ્યાત્વ છે. જેના મનમાં આવું ઠસેલું છે તેના પર મોહનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તે મોહના જ સકંજામાં છે. તે ધર્મસત્તાનો સાચો અનુયાયી ન બની શકે. તે બનવા તેણે નક્કી કરવું પડે કે વિકારો જ સ્વયં દુઃખ છે, બીજાં અનેક દુઃખોનું મૂળ છે. તૃષ્ણાપૂર્તિ માટે ભોગવાતા ભોગો તે દુ:ખનો માર્ગ છે. દુ:ખી થવું, દુઃખી કરવું અને દુઃખ મેળવવું એ જ તેમાં ક્રમ છે. જે ભોગોને તૃપ્તિનું સાધન માને છે તેઓ ભીંત ભૂલ્યા છે, ભોગવીને કોઈ તૃપ્ત થયું નથી. વળી, વાસનાઓને વકરાવીને વધારે ભોગવવામાં જ જીવનની સફળતા માને છે, તેને જ જીવનનો રસ, લ્હાવો કે લક્ષ્ય માને છે, તે તો મૂર્ખાના સરદાર છે; કારણ કે મોહના સંપૂર્ણ વર્ચસ્વ નીચે તેમની દરેક પ્રવૃત્તિ છે. બાકી મોહનો ઉન્માદ ન હોય તો common senseથી (સામાન્ય બુદ્ધિથી) સમજાય એવી આ સીધી-સરળ વાત છે કે તમારી વાસનાપૂર્તિ માટે બીજા જીવોને કરાતી હેરાનગતિ સૃષ્ટિમાં અન્યાય ન હોય, તો પછી ગુંડો તમારું લૂંટી જાય તેમાં તેણે પણ કોઈ અન્યાય કર્યો નથી; કારણ કે તે પણ તેની ઇચ્છાપૂર્તિ કા જ તમારી સંપત્તિ લૂંટે છે. તમે જેનાથી સબળા છો તેનું તમે લૂંટો છો, એ તમારા કરતાં સબળો છે એટલે તમને લૂંટે છે. ધર્મ તો એમ જ કહેશે કે વાસના-વિકારપૂર્તિના ધ્યેયથી થતી હિંસા એ જ ખરું પાપ છે. ધર્મમાં અહિંસા કે હિત-અહિંસાપોષક હિંસા જ માન્ય છે. તમે નિઃસ્વાર્થભાવે ગુણિયલ સાધર્મિકને ભક્તિથી જમાડવા જે કરો તે ધર્મ છે. જ્યારે તમારા ટેસ્ટ-રસ વગેરેની પૂર્તિ માટે રાંધો, ખાઓ તે હિંસા-અન્યાય-પાપ છે.
૪૨૨
Jain Education International
-
સભા ઃ બંનેમાં હિંસા તો હિંસા જ છે ને ?
સાહેબજી : ના, બંનેમાં લક્ષ્યનો જ મોટો તફાવત છે. તમારા જીવનમાં તમે સ્વાર્થથી વિરોધીની હત્યા કરો, અને રસ્તા વચ્ચે કોઈ કુલવાન સ્ત્રીને રક્ષણ આપવા ગુંડા સાથે ઝપાઝપીમારામારી કરો જેમાં કદાચ તે મરી જાય, તો બંનેમાં દેખાવમાં હિંસા છે, છતાં જમીનઆસમાનનો તફાવત છે. શીલ-સદાચારને બચાવવા કરાયેલ હિંસાથી રક્ષણ કરનારને પુણ્ય મળે છે, પાપ નથી જ બંધાતું. તેથી હિંસા માત્ર હિંસા જ છે, એવું એકાંત વિધાન અસત્ય છે. ૧. સ્વામપિ હિંસાવાનુવાં સુમદ્દવન્તરમ્। ભાવવીર્યાવિચિત્રા-હિંસાયાં ચ તત્તા।।૩।।
(અધ્યાત્મસાર, અવિાર-૨૨)
For Personal & Private Use Only
ઉદ્દેશ અને વિધિ
www.jainelibrary.org