________________
૪૧૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ વાંધો નહીં. પરંતુ સમાજમાં કોઈને મહિના કે છ મહિના માટે પણ scizophrenia (ગાંડપણનો રોગો થાય તો તેને હોસ્પિટલમાં જ દાખલ કરે છે કે તેવી treatment (સારવાર) આપે છે. તમારું કે બીજાનું હિત ન જોખમાય તેવો પ્રશસ્ત ક્રોધ તમે જીવનમાં શીખ્યા નથી. શાસ્ત્રમાં જે પ્રશસ્ત ક્રોધનું વર્ણન આવે છે તેની તમને ઓળખાણ નથી. પ્રશસ્ત ક્રોધમાં અકળામણ ન હોય. બળાપો, ભાન ભૂલી જવું, આવેશ સવાર થઈ જવો, સામાનું બૂરું કરવાની મનોવૃત્તિ ખીલવી, ઉશ્કેરાટ વ્યાપી જવો, તે બધું પ્રશસ્ત ક્રોધમાં નથી, પરંતુ સ્વસ્થતાથી સામી વ્યક્તિ પાસે યોગ્ય કામ કરાવવું છે, તેથી તે માટે જરૂરી હોય તો સખ્તાઈ કે કડકાઈથી વાત કરે તે પ્રશસ્ત ક્રોધ છે. તેમાં સામી વ્યક્તિ પ્રત્યે હિતબુદ્ધિ નષ્ટ થતી નથી. ધર્માચાર્યને લાગે કે કઠોર થયા વિના શિષ્યને ભૂલથી પાછો વાળી શકાય તેમ નથી, તો કડક થઈને ધમકાવે પણ ખરા; છતાં તે વખતે તેમના મનમાં શિષ્ય પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી, હિતચિંતા છે, વાત્સલ્ય છે. લોકમાં પણ માતા દીકરાના ભલા માટે કડક થાય તેથી માતાનું વાત્સલ્ય સુકાતું નથી. પ્રશસ્ત ક્રોધમાં કડકાઈ કે સખ્તાઈભર્યું વર્તન જ હોય છે, બાકી હિતચિંતા કે વાત્સલ્ય જતું નથી. તેથી જ શાસ્ત્રમાં વિનયી શિષ્ય માટે કહ્યું છે કે તે વિચારે કે ભૂલના અવસરે ઉત્તમ ગુરુ કડક ન થાય, હિતશિક્ષા ન આપે, તેનો અર્થ એ કે ગુરુના હૃદયમાંથી મારું સ્થાન ગયું. અત્યારે તમારું ધ્યાન કેમ કોઈ નથી રાખતું ? અરે ! ઉત્તમ ગુરુઓના તો ક્રોધને પણ પુણ્યપ્રકોપ કહ્યો છે. તમારું પુણ્ય જાગતું. હોય તો જ તમારી કોઈ સામાન્ય ચિંતા પણ કરે; તો તમારા આત્માની સાચી હિતચિંતા તો સદ્ગુરુ ક્યારે કરે ? તમારું કેટલું મહાન પુણ્ય હોય તો. પરંતુ તમને આવા અવસરે પણ કદાચ એવું હુરે કે ગુરુ મહારાજ સ્વયં કહે છે કે ગુસ્સો ન કરવો, અને પોતે જ ગુસ્સો તો કર્યા કરે છે. તેથી જ અપાત્રને હિતશિક્ષા આપવામાં પણ કાંઈ લાભ નથી. બાકી પ્રશસ્ત ક્રોધમાં અંદર પૂરો કન્ટ્રોલ, બેલેન્સ હોય છે. અંદરનો કન્ટ્રોલ ટેમ્પરરી ગુમાવો કે પરમેનેન્ટ ગુમાવો, પરંતુ મગજ પરના કન્ટ્રોલ વિનાના ગાંડા જ ગણાઓ. ગાંડાને ભાન નથી એટલે ગમે તેમ વર્તન કરે છે, તેમ તમે પણ આવેશમાં ભાન વિનાના બની બેફામ વર્તન કરો ત્યારે દશા સરખી જ છે, તે વાસ્તવિકતા તમે ભૂલી જાઓ છો. અરે ! તમને કદી એવો વિચાર આવે કે મારા પ્રત્યે એણે ગુસ્સો કર્યો તો તે અન્યાય કહેવાય, તો હું તેના પર ગુસ્સો કરું તો હું અન્યાયી કેમ ન કહેવાઉં ? સામી વ્યક્તિ ભૂલ કરે તેથી તમને ભૂલ કરવાનો અધિકાર નથી મળતો. સામસામી ભૂલોની પરંપરા કે અન્યાયનો બદલો અન્યાયથી જ વાળો તો તેનો કોઈ અંત નથી. અત્યારે યુદ્ધો ચાલે છે, તો સમજદાર માણસો લખે છે કે આ નવા ત્રાસવાદીઓ વધારવાનું પગલું છે. આનો અંત ક્યારેય ન આવે. વ્યવહારમાં પણ માનો કોઈએ ભૂલ કરી તો તેનાથી સવાઈ ભૂલ કરો તેથી તમે ડાહ્યા કે શાણા નથી કહેવાતા.
સભા : અનુચિત વર્તન કરનાર સાધુ કરતાં સંપૂર્ણ ઉચિત વર્તન કરનાર મિથ્યાદૃષ્ટિ ઊંચો કહેવાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org