Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 453
________________ ૪૧૬ ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ કોઈ બાપ ન આપે. પુત્રોના હૃદયમાં પ્રભુનું સ્થાન કેવું છે તે જાણવા એક પ્રસંગ કહું. પ્રભુ જ્યારે રાજપાટ ત્યાગ કરી દીક્ષા લેવા વિચારે છે ત્યારે મોટા પુત્ર ભરતને બોલાવીને રાજ્ય સ્વીકારવા કહે છે. ત્યારે ભરત કહે છે કે આપ જંગલમાં જશો તો હું જંગલમાં આપની સાથે આવીશ, પણ તમને છોડીશ નહીં. તમારા ચરણની સેવામાં મને સ્વર્ગનું સામ્રાજ્ય છે. રાજમહેલ કરતાં આપના સાંનિધ્યમાં મને વધારે સુખ મળશે. એમ કહી રડે છે. વિચારો, પિતા માટે પુત્રના હૃદયમાં કેવાં સ્થાન, સદ્ભાવ, ભક્તિ હશે ! ઋષભદેવે પુત્રોને ભરપૂર વાત્સલ્ય આપ્યું છે. તમે સંસાર માંડ્યો છે તો સંસારમાં જવાબદારી અદા ન કરવી, કર્તવ્ય ચૂકી જવું, ફરજમાંથી છટકી જવું તેવી પ્રભુની આજ્ઞા છે જ નહીં. તમે દીક્ષા લો તો જુદી વાત છે, બાકી તમાર ઘરે જન્મેલા દીકરાને વાત્સલ્ય ન આપવું, પાલન-પોષણ ન કરવું તેવું અમે કહેતા જ નથી. ભગવાન કહે છે કે મા-બાપ બન્યા ત્યારથી તે સંતાનના પાલન-પોષણની તેમ જ તેના ભૌતિક, નૈતિક, ધાર્મિક વિકાસની તમારા પર જવાબદારી છે. સંતાનને શરીર નિરોગી ન રહે, યોગ્ય પોષણ ન મળે તે રીતે રાખો તોપણ તમને પાપ લાગે. તેને ખવડાવી-પીવડાવી માવજત કરી વાત્સલ્યપૂર્વક મોટો કરવાનો છે, તેનો નૈતિક, સાત્ત્વિક વિકાસ કરવાનો છે, ધર્મનો બોધ કરાવી આત્મિક વિકાસ કરવાનો છે. આ જાળવી તમે યોગ્ય સમયે, યોગ્ય રીતે સંતાન પ્રત્યે વહાલ કરો તેનો નિષેધ નથી, પરંતુ તેના પ્રત્યે મોહ-મમત્વ કેળવી બીજા જીવો પ્રત્યે ભેદભાવની વૃત્તિ રાખો તે અનુચિત વર્તન છે. સભા : ભેદભાવ વગરનો રાગ ન હોઈ શકે ? સાહેબજી : ભેદભાવ વગરનો અને પાછો રાગ ! આ દુનિયામાં રાગ હોય અને ભેદભાવ ન હોય તેવું જોયું નથી. રાગનો અર્થ જ પક્ષપાત. જ્યાં attach (આસક્ત) થયા ત્યાં partial. approach (પક્ષપાતી અભિગમ) આવવાનો છે. મધ્યસ્થ શબ્દનો અર્થ મધ્યમાં રહેવું, એટલે કે રાગ અને દ્વેષની વચ્ચે રહેવું તે માધ્યચ્ય, તટસ્થતા (neutrality). રાગ કે દ્વેષ બેમાંથી કોઈ પણ બાજુ જાઓ તો પક્ષપાત છે. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ રાખવાની ભગવાન જે આજ્ઞા કરે છે તે પોતે સ્વયં જીવનમાં આચરીને બતાવી છે. તેથી જ આ આજ્ઞાનું પાલન અઘરું છે, પણ અશક્ય નથી. તીર્થકરોએ ઉપદેશમાં એ જ દર્શાવ્યું છે કે રાગ-દ્વેષમાંથી જ દુનિયામાં સર્વ १. आजूहवदथ स्वामी, सामन्तादीन् समन्ततः । भरतं बाहुबल्यादींस्तनयानितरानपि।।१।। प्रभुर्बभाषे भरतं, राज्यमादत्स्व વત્સ ! ના વયે સંયમસાત્રીમુપવામથુનાગારા સ્વામિનો વસી તેન, સ્થિત્વ ક્ષમધોમુ: પ્રીષ્મનિર્મરતો नत्वा, जगादैवं सगद्गदम।।३।। त्वत्पादपद्यपीठाग्रे, लठतो मे यथा सखम। रत्नसिंहासने स्वामिनासीनस्य तथा नहि।।४।। त्वदग्रे धावतः पद्भ्यां, यथा मम सुखं विभो !। सलीलसिन्धुरस्कन्धाधिरूढस्य तथा नहि।।५।। त्वत्पादपङ्कजच्छायानिलीनस्य यथा सुखम्। जायते मे सितच्छत्रच्छायाच्छन्नस्य नो तथा।।६।। त्वया विरहितः स्यां चेत्, तत् किं साम्राज्यसम्पदा? । त्वत्सेवासुखदुग्धाब्धे, राज्यसौख्यं हि बिन्दुवत्।।७।। (ત્રિષષ્ટિશતાવાપુરુષત્રિ પર્વ-૨, સ-રૂ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508