Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 451
________________ ૪૧૪ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ અને દુઃખ મેળવો એ વિષચક્રથી દુઃખમય સંસાર ચાલે છે, જેમાં ધરીરૂપે પ્રેરક બળ મોહ છે. તેની સામે બીજા પ્રત્યે ન્યાયી વર્તન આચરો, વળતરમાં પણ કુદરતના નિયમથી ન્યાય જ મળશે. વિશ્વવ્યવસ્થાના આ સિદ્ધાંત પર ધર્મની તમામ આજ્ઞાઓ સ્થપાયેલી છે. સર્વવ્યાપી જિનાજ્ઞા : સર્વત્ર હિતકારી વર્તન, સર્વત્ર ઉચિત વર્તન : ૨ ધર્મશાસ્ત્રો વિધિ-નિષેધથી ભરપૂર છે, અનુયાયીને સતત જીવનમાં શું કરવા જેવું, શું ન કરવા જેવું, શું આચરવા જેવું અને શું છોડવા જેવું, તેનો વિભાગ દર્શાવે; સતત હેય-ઉપાદેયનો, કર્તવ્ય-અકર્તવ્યનો સાચો વિવેક બતાવે, તે જ હિતકારી શાસ્ત્રો છે. જેમ કે વ્યક્તિએ જીવનમાં પરિગ્રહ ભેગો કરવા જેવો નથી, કદાચ ભેગો કરવો જરૂરી બને તો તેમાં મમત્વનો ભાવ કેળવવા જેવો નથી. પરંતુ યોગ્ય કર્તવ્ય કે સત્કાર્યોમાં તેનો શુભભાવથી ઉપયોગ કરવો. એમ અહિંસામાં, સત્યમાં, ગંભીરતામાં, ક્ષમામાં અનેક પ્રકારના વિધિ-નિષેધ શાસ્ત્રો બતાવશે. આવા તમામ આદેશોનો ટૂંકમાં સાર એ જ હશે કે ગમે તે વ્યક્તિ, ગમે તે ભૂમિકામાં, ગમે તે સંયોગોમાં હોય પણ તેણે જીવમાત્ર પ્રત્યે ઉચિત વર્તન કરવું. આ આજ્ઞાના વિસ્તારમાં સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ, જૈન, માર્ગાનુસારી તમામના આચાર આવી જાય, વિસ્તાર કરો તો ગ્રંથોના ગ્રંથો ભરાય, ઉત્સર્ગ-અપવાદથી વિચારો તો લાખો અને કરોડો આદેશો થાય. પણ તેમાં તમે મૂંઝાઈ ન જાઓ, અટવાઈ ન જાઓ તેથી સારાંશરૂપે વાત કરી કે ધર્મસત્તાના શરણે આવેલા તમામ અનુયાયીને એક સર્વવ્યાપી આજ્ઞા છે કે દરેક વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં, દરેક १. आज्ञाराधनाप्तादेशपालनैव। एवमनेनैव प्रकारेण आज्ञाविपरीतमपि यदुचितमनुष्ठानं तद्र्व्यस्तव इत्येवंलक्षणेन द्रव्यस्तवाभ्युपगमे आज्ञानुपालनारूपत्वादुचितस्य। न ह्याज्ञोत्तीर्णमप्युचितं भवितुमर्हति। इति गाथार्थः ।।७।। उचितानुष्ठानस्याज्ञानुपालनारूपत्वमेव दर्शयन्नाहउचियं खलु कायव्वं सव्वत्थ सया णरेण बुद्धिमता। इइ फलसिद्धी णियमा एस च्चिय होइ आणं ति।।८।। व्याख्या-उचितमेव देशकालावस्थाद्यपेक्षया संगतमेव। खलुरवधारणे। कर्तव्यं विधेयं। सर्वत्र समस्ते देशे पात्रे वा। सदा सर्वदा। नरेण पुरुषेण। नरग्रहणं प्राणिमात्रोपलक्षणं, धर्मोपदेशे नराणां प्राधान्यात्। बुद्धिमता मतिमता। बुद्धिविकलो हि न तत्कर्तुं क्षमते, बुद्धिवैकल्यादेव। अथ कस्मादेवमुपदिश्यत इत्याह-इत्यनेनोचितकरणेन। फलसिद्धिः साध्यनिष्पत्तिः । नियमानिश्चयेन। साध्यश्च मुख्यवृत्त्या मोक्षार्थः, तत्कारणतया धर्मार्थः, प्रसंगतश्चेतराविति। प्रकृतार्थयोजनायाहएषैवानन्तरोक्ता उचितक्रिया। भवति वर्त्तते। आज्ञा आप्तोपदेशः, तत उचितकरणमाज्ञाराधनेति स्थितं। इतिशब्दः समाप्तावुपप्रदर्शने वेति गाथार्थः ।।८।। (પંચાશ પ્રરV, પંચાણ-૬, સ્નો-૭ ટકા, સ્નો-૮, મૂત-ટી) २. साकल्यस्यास्य विज्ञेया परिपाकादिभावतः । औचित्याबाधया सम्यग्योगसिद्धिस्तथा तथा ।।१९।। ....या औचित्याऽबाधा योग्यप्रवृत्तिलक्षणा तया किमित्याह सम्यग्योगसिद्धिः-निरुपचरितयोगनिष्पत्तिः। तथा तथातेन तेनापुनर्बन्धकाद्यनुष्ठानाराधनारूपेण जायते इति।।१९।। (યો વિવુ, સ્નોવ-૨૧, મૂન-ટી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508