________________
૪૧૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ મળવાનો ચોક્કસ ચાલુ થશે. અંતે કોઈ પણ જીવ સંપૂર્ણ ન્યાયમાં પ્રતિષ્ઠિત થઈને પૂર્ણ વિકાસ પામે તે જ ધ્યેય છે. આ લોકોત્તર ન્યાયનું અનુશાસન જે ધર્મતીર્થને સમજે તે જ સમજી શકશે.
તમે શ્રદ્ધાળુ જૈન તરીકે આ ધર્મતીર્થના સભ્ય-પ્રજાજન બની શકો છો, પરંતુ હજુ અપરાધમુક્ત છો ? કે સજાપાત્ર વફાદાર નાગરિક છો ? તે નક્કી કરવા તમારા જીવનમાં માપદંડ આ, કે જેટલું જિનાજ્ઞા વિરોધી વર્તન તેટલા તમે અપરાધી, અને જેટલું જિનાજ્ઞાનું પાલન તેટલા તમે અપરાધમુક્ત, સભ્યતા-સંસ્કાર-ન્યાયયુક્ત. તીર્થકરોએ જગતને કર્મ, કર્મસત્તા અને મોહના સકંજામાંથી બચાવવા રક્ષણરૂપે આ શાસન આપ્યું છે. આ સિવાય જીવમાત્રને આંતરદુઃખ, બાહ્યદુઃખ, ઇહલૌકિક દુઃખ, પારલૌકિક દુઃખ, દુર્ગતિની પરંપરામાંથી છૂટકારો કરાવનાર આ વિશ્વમાં કોઈ નથી. જીવમાત્ર મોહપ્રેરિત અન્યાયી વર્તનથી જ સ્વયં દુઃખ પામે છે, બીજાને દુઃખી કરે છે અને દુઃખની પરંપરા સર્જે છે. આ મોહનું જીવસૃષ્ટિ પર એકછત્રી સામ્રાજ્ય છે. તેની ચુંગાલમાંથી છોડાવનાર, મુક્ત કરનાર, તારનાર, ઉદ્ધારક આ ધર્મતીર્થ છે, તેવો તમને ભાવ થવો જોઈએ; તો જ તમને આ ધર્મતીર્થનું બંધારણ (દ્વાદશાંગી), તેનો આદર્શ મોક્ષ (પૂર્ણ સ્વાતંત્ર્ય), અને તેને પામવા આદર્શ જીવનપદ્ધતિ માટેના કાયદા-કાનૂનરૂપ વિશાળ જિનાજ્ઞાઓનું મૂલ્ય સમજાશે. તેના સ્વીકારમાં જ તમારા રક્ષણની guarantee (બાંહેધરી) દેખાશે. ફલતઃ તમે જિનાજ્ઞાના શ્રદ્ધાપૂર્વક ઉત્તમ આરાધક, પાલક બની શકશો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org