________________
૪૧૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ધર્મતીર્થના શરણે આવેલા દરેક જીવ માટે ભૂમિકા અનુસાર હિતકારી આજ્ઞાઓ છે. તે બધી આજ્ઞાઓ ભૂમિકા અનુસાર જે વ્યક્તિ પાળે, પછી તે માર્ગાનુસારી હોય તો માર્ગાનુસારીને લગતી સર્વ આજ્ઞાઓ પાળે, તે જૈન હોય તો જૈનને યોગ્ય તમામ આજ્ઞાઓ પાળે, સમ્યગ્દષ્ટિ હોય તો તેની ભૂમિકાને અનુરૂપ સર્વ આજ્ઞાનું પાલન કરે, વ્રતધારી શ્રાવક હોય તો પોતાની કક્ષાને યોગ્ય પૂર્ણ આજ્ઞાનું આચરણ કરે અને સાધુ હોય તો સાધુની ભૂમિકા અનુસાર સતત આજ્ઞાપાલનમાં રહે. અપુનબંધકઅવસ્થાથી આરંભીને ચૌદમા ગુણસ્થાનક સુધીની તે-તે ભૂમિકા અનુસાર જિનાજ્ઞાઓ જુદી-જુદી છે. એક ભૂમિકાની આજ્ઞા બીજી ભૂમિકાવાળાને ત્યાજ્ય પણ હોય. તેથી તેનું સેવન તેના માટે અપરાધ પણ બને. જેમ કે દ્રવ્યપૂજાની શ્રાવક કે સમ્યગ્દષ્ટિને આજ્ઞા છે, સાધુને નિષેધ છે, પરંતુ કોઈપણ ભૂમિકાની આજ્ઞા સંપૂર્ણ ન્યાયી જીવનપદ્ધતિના ઉદ્દેશથી વિરુદ્ધ ન હોય. આ આજ્ઞાઓના તફાવત છતાં તેમાં રહેલું ગર્ભિત મહારહસ્ય છે. જેમ દેશમાં બધાને માટે સમાન કાયદા-કાનૂન નથી, અમુક વર્ગ અમુક પદાધિકારી માટે જુદાજુદા કે ખાસ નીતિ-નિયમો હોઈ શકે, પણ તે સમાન ન્યાયના મૂળભૂત ઉદ્દેશને હાનિકર્તા નહીં, પણ પૂરક હોય તો જ વાજબી ગણાય; તેમ અંતે સર્વ જિનાજ્ઞાઓ લોકોત્તર ન્યાયની પોષક, પૂરક અવશ્ય હોય જ, ન હોય તો તે જેમ યોગ્ય કાયદો ન ગણાય તેમ આ સાચી જિનાજ્ઞા ન ગણાય. વળી એક ભૂમિકામાં પણ જુદા-જુદા સંયોગમાં રહેલ વ્યક્તિ કે જુદી-જુદી પાલનની શક્તિ ધરાવનાર વ્યક્તિની અપેક્ષાએ જિનાજ્ઞા બદલાય. તેથી જ સામાન્ય સમ્યગ્દષ્ટિ અને રાજા તરીકે બિરાજમાન સમ્યગ્દષ્ટિ, બંને માટે શાસ્ત્રમાં જિનાજ્ઞાઓ જુદી મળે. તેથી ભૂમિકાભેદે, સંયોગભેદે, વ્યક્તિભેદે જિનાજ્ઞાઓ જુદી-જુદી અવશ્ય હોય. આથી જે વ્યક્તિ માટે જે જિનાજ્ઞાઓ હોય તેનું જીવનમાં સંપૂર્ણ પાલન કરે, તો તે ગમે તે કક્ષામાં હોય, પરંતુ ધર્મશાસનનો સમર્પિત શ્રેષ્ઠ નાગરિક ગણાય. લાખો જિનાજ્ઞાઓનો સાર - સર્વત્ર ઉચિત આચરણ :
રાજ્યમાં સામાજિક ન્યાયને લક્ષ્યમાં લઈને જમીન, સંપત્તિ, આવક, વ્યાપાર, ઉદ્યોગ, વાહનવ્યવહાર, કૌટુંબિક એમ અનેક ક્ષેત્રોમાં, જાતજાતના અને ભાતભાતના, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે, હજારો પ્રકારના કાયદા-કાનૂનો અમલમાં હોય છે. સામાન્ય સભ્ય નાગરિક કદાચ તે બધાનું જ્ઞાન, જાણકારી, અભ્યાસ ન કરી શકે, અરે ! કરવા જાય તો પણ તેમાં અટવાઈ જાય. તેનું ઊંડાણથી જ્ઞાન મેળવવું તે તો નિષ્ણાત વકીલો આદિનું કામ છે. પરંતુ રાષ્ટ્રના સભ્ય, સંસ્કારી નાગરિક તરીકે જીવવા માટે જેમ ટૂંકમાં તેને એમ કહી શકાય કે બીજા નાગરિકોના હક્ક ન ઘવાય તે રીતે યોગ્ય વર્તણૂકથી જીવો તો તમે ક્યાંય અપરાધી ન બનો.” તેમ ધર્મશાસનમાં સાચા, સમર્પિત અનુયાયી બનવા લાખો જિનાજ્ઞાઓનો સાર ટૂંકમાં એટલો જ કહી શકાય કે “સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવું તે જ તમામ આજ્ઞાનું પાલન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org