________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ
૪૧૩ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । ઉમવિIOT, બિOI AવGિOIi Iil.
(પન્મતિ પ્રવર સ્નો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
૮૪ લાખ જીવાયોનિમાં ભમતાં-ભમતાં આપણો આત્મા પુણ્યપસાયે મનુષ્યભવ પામ્યો. આ ભવમાં તમને જન્મથી અનેક અનુકૂળતાઓ પણ પુણ્યથી મળી છે. બીજા શુદ્ર ભવોમાં હો, તો આવી સામાજિક-કૌટુંબિક-રાજકીય-આર્થિક અનુકૂળતાઓ મળે નહીં. મનુષ્ય હોવામાત્રથી તમને અનેક પ્રકારની સુરક્ષાઓ-સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. મનુષ્યોમાં સામૂહિક સમજૂતીરૂપે આવી અનેક વ્યવસ્થાઓ છે જે પશુસૃષ્ટિમાં નથી. પશુઓમાં તો દરેક પશુને પોતાની જાતે પોતાનું રક્ષણ કરવાનું છે, બીજા પાસેથી તેને સહાય-રક્ષણ મળે તેવી વ્યવસ્થા તેમના માટે નથી. બિલાડી કે ઉંદરનું બચ્ચું જન્મે તો માં શરૂઆતમાં થોડી સાર-સંભાળ રાખે. પંખીઓમાં પણ થોડો સમય માતા-પિતા કદાચ રક્ષણ આપે. અરે ! ઘણી પશુયોનિઓમાં તો મા જ બચ્ચાંને ખાઈ જાય તેવી ભયાનક સ્થિતિ જનમતાં જ હોય છે. પશુઓમાં સંકટો પસાર કરી લાંબુ જીવનારાં પુણ્યશાળી પશુઓ અમુક જ હોય છે, બાકી સીધી સુરક્ષાની વ્યવસ્થા તેમના માટે કોઈ હોતી નથી. જ્યારે અહીં મનુષ્યસૃષ્ટિમાં તો family right (કૌટુંબિક અધિકાર), national right (રાષ્ટ્રીય અધિકાર), social right (સામાજિક અધિકાર), human right (માનવ અધિકાર) એવા અનેક અધિકારનો ભોગવટો છે; પરંતુ તે માનવપૂરતો સીમિત છે, તેમાં બીજી જીવસૃષ્ટિને આવરી લેવામાં આવેલ નથી. જ્યારે સમસ્ત જીવસૃષ્ટિના અધિકારો મંજૂર કરવા, તેના ભોગવટા માટે પરસ્પરની ન્યાયી જીવનવ્યવસ્થા બતાવવી તે તો ધર્મશાસનનું કામ છે. ધર્મ કહેશે કે તમે માનવ છો, વધારે વિકસિત છો, વધારે બળવાન છો, તો નબળા જીવોને સાચવવાની તમારી જવાબદારી વધારે છે. જૈનધર્મ તો સર્વ જીવોના ન્યાયી હકોનો સ્વીકાર કરે છે. તેથી જ તેના અનુયાયી બનનાર દેવ, મનુષ્ય, પશુ કે નારક સૌને બીજા જીવોના અધિકારોને આઘાત ન પહોંચે તે રીતે જીવવાનો તે આદેશ આપે છે. અન્ય સર્વ જીવો સાથે ન્યાયથી જિવાય તેવી પોતપોતાની કક્ષા અનુસાર ન્યાયી જીવનપદ્ધતિ જૈનધર્મ ઉપદેશે છે. તેથી જ આજ્ઞારૂપે અનેક કાયદાઓનું પાલન જીવનમાં અમલીકરણરૂપે બતાવે છે. જે સમર્પિત થઈને પાળે તે નિર્દોષ જીવન જીવનાર જીવ ધર્મશાસનનો શ્રેષ્ઠ નાગરિક, અને જે જેટલી કાયદારૂપ આજ્ઞાઓ ન પાળે તેટલો તે અપરાધી, પ્રાયશ્ચિત્તરૂપ દંડપાત્ર. તીર્થકરોની તમામ આજ્ઞાઓનો નિચોડરૂપ સાર એ જ છે કે સૃષ્ટિના સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવું. માનસિક, વાચિક કે કાયિક કોઈ પણ પ્રવૃત્તિમાં બીજાને અન્યાય થાય તેવું વર્તન નહીં કરવું. સંસારમાં જીવો સ્વાર્થથી પ્રેરિત થઈને બીજા સાથે અન્યાયી વર્તન કરે છે અને બદલામાં બીજા પાસેથી અન્યાય પામે છે. દુઃખ આપો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org