________________
૪૧૫
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સંયોગોમાં, દરેક ભૂમિકામાં દરેક જીવ પ્રત્યે મન-વચન-કાયાથી દરેક પ્રકારે ઉચિત વર્તન, ન્યાયી વર્તન કરવું, જેમાં કોઈ સ્વાર્થ નહિ, સંક્લેશ નહિ, અન્યાય નહિ, મારા-તારાનો ભેદભાવ નહિ તેવું હિતકારી વર્તન કરવું. આ જ સારભૂત જિનાજ્ઞા છે, આ જ યોગસાધના છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ અધ્યાત્મભાવ છે. આમાં આદિથી અંત સુધીનો સર્વ ધર્મ સમાય છે. આ ઉચિત વર્તન દેરાસર, ઉપાશ્રયમાં કે ધર્મસ્થાનકમાં જ કરવાનું છે, તેવું નથી. સંસારમાં પણ કુટુંબમાં, બજારમાં કે જીવનના બીજા કોઈ પણ ક્ષેત્રમાં સમજવાનું. દા. ત. તમારો એકનો એક દીકરો છે, જે તમને પપ્પા, પપ્પા કરી આવીને ખોળામાં બેસે, ત્યારે તમને વહાલ-અનુરાગ થાય તોપણ શાસ્ત્ર કહેશે કે તમે માનસિક અનુચિત વર્તન કર્યું; કારણ કે તમને બધા જીવો સરખા લાગતા નથી. તમારા મનમાં મમત્વ નિમિત્તક ભેદભાવ છે. જ્યારે લોકોત્તર ન્યાયમાં તો જીવમાત્ર પ્રત્યે સમાન ભાવ છે. ઉચિત વર્તન શબ્દ નાનો છે, તેના ગર્ભમાં ઘણી ગંભીર, સૂક્ષ્મ ન્યાય-તટસ્થતાની વાતો છે. તેના સંપૂર્ણ પાલન માટે ઉત્કટ જાગૃતિ અને તીવ્ર સમર્પણભાવ જોઈએ.
સભા : આપે તો કહેલું કે શરણે હોય તેનું ધ્યાન રાખવાનું, તો બાળક મા-બાપને શરણે
સાહેબજી : હા, ધ્યાન રાખવાની ના નથી, મમત્વ-રાગ કરવાની ના છે. રૂડો, રૂપાળો, વિનયી દીકરો હોય, લાડથી ખોળામાં બેસી જાય, ત્યારે પણ એમ વિચારો કે ૮૪ લાખ જીવાયોનિમાં ભમતાં-ભમતાં આ જીવ અહીંયાં આવ્યો છે, અમે બંને કર્મના સંયોગોથી ભેગા થયા છીએ, આ પણ જીવ છે, બીજાના દીકરા પણ જીવ જ છે. હા, આ જીવ તમારા શરણે છે, તેથી તેના પ્રત્યેનું તમારું કર્તવ્ય વિશેષ આવે. તમારે તેની હિતચિંતા વિશેષ કરવાની જવાબદારી છે. છતાં ન્યાયસર વિચારીએ તો બધા જ જીવ ચેતન છે. તેમાં એક પર મમત્વ અર્થાત્ મારી, મારા સુખનું સાધન, અને બીજો પરાયો, એવો મનમાં ભેદભાવ યોગ્ય નથી. તે ભેદભાવ જ અન્યાય સૂચવે છે.
સભા : પણ અમે ક્યાં બીજાને નુકસાન કરીએ છીએ ?
સાહેબજી : તમને જેના પર રાગ હોય તેને જેની સાથે વાંધો પડે તેને તમે અન્યાય કરવાના. તમારો દીકરો પાડોશીના દીકરા સાથે ઝઘડીને આવે ત્યારે તમારો રાગ તમને તમારા દીકરાનું ખોટું ખેંચવા પ્રેરણા કરશે. અરે ! દીકરા પર રાગ હોય અને તેને મચ્છર કરડે તો તમને મચ્છર પર દ્વેષ થશે. મમત્વ દોષ તટસ્થબુદ્ધિથી હિતચિંતા કરવા દેતો નથી.
સભા ઃ અમે અમારા બાળકને વહાલ ન કરીએ જ્યારે બીજા છોકરાને એનાં માતા-પિતા વહાલ કરતાં હોય તે અમારું બાળક જુએ તો તેને કેવું લાગે ?
સાહેબજી : મેં તમને વહાલ કરવાની ના પાડી નથી, રાગ કરવાની ના પાડી છે. ઋષભદેવ ભગવાને ગૃહસ્થજીવનમાં પોતાનાં સંતાનોને એવું વાત્સલ્ય આપ્યું છે કે અત્યારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org