________________
૩૧૪
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સાહેબજી : તીર્થકરના કુળમાં જન્મેલા, રાજકુયોગ્ય ઘડતર પામેલા, ૭૨ કલા આદિ જ્ઞાન-વિજ્ઞાન અને સાંસારિક સર્વ વ્યવહારોના જાણકાર હતા, ગણધરનામકર્મની પુણ્યાઈ હતી, જેથી જ્ઞાનાવરણીયનો અભુત ક્ષયોપશમ હતો. આ બધું તેમનામાં યોગ્યતારૂપે હતું.
સભા ઃ ઇન્દ્રભૂતિ વગેરે જેવું તો જ્ઞાન નહિ ને ?
સાહેબજીઃ અરે ! એક ધર્મશાસ્ત્રોનું જ્ઞાન ન હોય, બાકી બધી કળા-શાખાઓનું જ્ઞાન હોય જ. ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા. તેમણે પ્રજાને પણ અનપઢ નથી રાખી. જ્ઞાન-વિજ્ઞાન શીખવી, વ્યવહારોમાં કેળવી, કલાસંપન્ન, નિપુણ કરી છે. માત્ર ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જ ખૂટે છે. ઊલટું ગૌતમસ્વામી આદિને મિથ્યાધર્મશાસ્ત્રોનો બોધ છે, જે પુંડરિકસ્વામી આદિમાં નહોતું. તેથી પ્રતિબોધમાં તકલીફ ઓછી પડી, ત્યાં વાદ ન થયો. બાકી બુદ્ધિ તો બધાની પારદર્શક છે, સામગ્રી મળે તો તત્ત્વ શીધ્ર આરપાર સમજી શકે.
વ્યક્તિત્વને મૂળમાંથી ઓળખો. ગણધરો જન્મે ત્યારથી અદ્વિતીય હોય છે. ગૌતમસ્વામીના રાસમાં લખ્યું કે “ઇન્દ્રભૂતિ જમ્યા પછી નાનપણમાં પણ તેમને જોઈને લોકો કહે છે કે વિધાતાને આણે પાંચે આંગળીએ પૂજ્યા હશે; જેથી આવાં રૂપ, કલા, જ્ઞાન-વિજ્ઞાન, સૌભાગ્ય મળ્યાં છે”. જોનારને ખામી ક્યાં છે તે જ શોધવી મુશ્કેલ પડે. સામાન્ય વ્યક્તિ સાથે તેમની શક્તિ, પ્રતિભાની સરખામણી ન થાય. ભગવાન મહાવીરે અગિયાર ગણધરોને જે ત્રિપદી આપી તેનાથી તે સૌએ અંતર્મુહૂર્તમાં જ શ્રેષ્ઠ તત્ત્વબોધ અનુસાર ત્યાં ને ત્યાં શબ્દદેહે સૂત્રાત્મક દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી.
વાસ્તવમાં ત્રિપદી જગતનો સાર છે. ખાલી જિનશાસનરૂપ પ્રવચનની માતા છે એમ નહિ, દુનિયાની તમામ philosophiesનો (તત્ત્વજ્ઞાનોનો) મૂળ સ્ત્રોત છે. આ ત્રિપદીના તત્ત્વજ્ઞાનમાંથી જ કોઈ ને કોઈ દૃષ્ટિકોણ લઈને તત્ત્વજ્ઞાનની વિચારધારાઓ જન્મે છે. આ વાત કોઈ જાણકાર સામે બેસે તો તર્કથી દર્શાવી શકીએ. ભગવાને તત્ત્વજ્ઞાનની master key (જાદુઈ ચાવી) આપી દીધી છે. પ્રભુએ ત્રણ પદ દ્વારા પરિમિત ઉપદેશ આપ્યો તેનું કારણ એ છે કે પ્રભુ જાણે છે કે આ શક્તિસંપન્ન છે, શીધ્ર સમજી શકે તેમ છે, બહુ બોલવાની જરૂર નથી, માત્ર બીજ જ પર્યાપ્ત છે. તીર્થકરો આમ પણ અર્થની જ દેશના આપે છે, જે બીજરૂપ જ હોય. સૂત્રની ૧. તાસ પુત સિરિ ઇંદ્રભૂઈ, ભૂવલય પ્રસિદ્ધો, ચઉદહ વિજ્જા વિવિહ રૂવ, નારીરસ વિદ્ધો (ઉધ્યો); વિનય વિવેક વિચાર સાર, ગુણ ગણહ મનોહર, સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નયણ વયણ કર ચરણ, જિણવી પંકજ જલપાડિય, તેજે તારા ચંદ સૂર, આકાશ ભાડિય; રૂવે મયણ અનંગ કરવી, મેહેલ્યો નિરધાડિયા, ધીમે મેરૂ ગંભીર સિંધુ, ચંગમ ચય ચાડિય. ૪. પખવી નિરૂવમ રૂવ જાસ, જણ જંપે કિંચિય, એકાકિ કલિ ભીત ઈત્ય, ગુણ મેહલ્યા સંચિય; અહવા નિચ્ચે પુત્ર જન્મ, જિનવર ઈણ અંચિય, રંભા પઉમા ગૌરી ગંગા, રતિહા વિધિ વંચિય. ૫. નહીં બુધ નહીં ગુરુ ન કવિ કોઈ, જસુ આગળ રહીઓ, પંચસયા ગુણ પાત્ર છાત્ર, હડે પરવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્થામતિ મોહિય, ઈણ છલ હોશે ચરમ નાણ, દંસણહ વિલોહિય. ૬.
(શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org