________________
૩૨૪
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ હાથમાં સત્તા તો ન જ અપાય; નહીં તો ઊલટું ઊંધું થાય. આ સંઘાચાર્ય પણ જગતની પવિત્રમાં પવિત્ર સત્તાની પદવી છે. તે માટે ખૂબ ગંભીરતાથી વિચાર કરવાનો આવે. અરે ! પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તો લખે છે કે તીર્થોચ્છેદના ભયથી પણ કુપાત્રને તો આચાર્યપદવી પણ ન અપાય, તો સંઘાચાર્યપદની વાત ક્યાં કરવી ? હા, crisisમાં (કટોકટીમાં) top સત્તાધારી વ્યક્તિના અભાવમાં પણ, ગીતાર્થોએ શાસનના સંચાલનનું સુકાન કેવી રીતે સંભાળવું? અને તેને યોગ્ય અપવાદો શું ? તેનું પણ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે. તમારે અધૂરા જ્ઞાનથી આડી-અવળી ચિંતા કરવાની જરૂર નથી.
Rights (અધિકારો) ઉપરથી નીચે ક્રમસર આવે. ગણધરો પોતાની રીતે શાસનમાં સૌને પાત્રતા અનુસાર હોદ્દા પર નીમતા જાય, જેથી સંચાલનયોગ્ય છે તે હોદ્દાના મર્યાદિત powers transfer થતા (અધિકાર વહેંચાતા) જાય, સત્તા સોંપાતી જાય. રાજાના રાજ્યમાં જેમ administration (વહીવટીતંત્ર) હોય છે, તેમ અહીં પણ આવશે. ધર્મ એ સામાન્ય સંસ્થા નથી, ધર્મસત્તા મહાન સત્તા છે. સુરાજ્યના વ્યવસ્થાતંત્ર કરતાં જબરું વ્યવસ્થાતંત્ર અહીં પણ છે. તે પ્રવર્તાવવા ખુદ તીર્થકરોએ તેની આદ્યસ્થાપના કરી છે.
સભા : અનુજ્ઞા શબ્દનો અર્થ શું ?
સાહેબજી : અનુજ્ઞા એટલે સંમતિ આપી કે તું કર, તને કરવાની permission, rights (મંજૂરી, અધિકાર) છે. સૂત્ર ભણવા-ભણાવવાની અનુજ્ઞા કરી હોય, પણ તેના અનુયોગની અનુજ્ઞા ન કરી હોય તો ગંભીર વ્યાખ્યાન ન કરી શકે. આ પરથી સમજી શકાશે કે તીર્થ સ્થાપ્યા પછી અનુશાસનનું માળખું પ્રભુએ આપ્યું છે, જેના આધારે ધર્મસત્તાનું તંત્ર ચાલશે, તે દ્વારા વિશ્વમાં લોકોત્તર ન્યાયનો ડંકો વાગશે. જોકે સંચાલનયોગ્ય બંધારણ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની વ્યવસ્થાની વાતો તો આગળ આવશે, આ માત્ર સ્થાપનાવિધિનું વર્ણન છે.
* एअगुणविप्पमुक्के जो देइ गणं पवित्तिणिपयं वा। जोऽवि पडिच्छइ नवरं सो पावइ आणमाईणि ।।१३१८ ।। बूढो गणहरसद्दो गोअमपमुहेहिं पुरिससीहेहिं। जो तं ठवेइ अपत्ते जाणंतो सो महापावो।।१३१९ ।। कालोचिअगुणरहिओ जो अठवावेइ तह निविटुंपि। णो अणपालइ सम्मं विसद्धभावो ससत्तीए।।१३२०।। एव पवत्तिणिसद्दो जो वढो अज्जचंदणाईहिं। जो तं ठवइ अपत्ते जाणतो सो महापावो।।१३२१।। कालोचिअगुणरहिआ जा अ ठवावेइ तह णिविटुंपि। णो अणुपालइ सम्मं विसुद्धभावा ससत्तीए।।१३२२ ।। लोगम्मि अ उवघाओ जत्थ गुरू एरिसा तहिं सीसा। लट्ठयरा अण्णेसिं अणायरो होइ अ गुणेसु।।१३२३।। गुरुअरगुणमलणाए गुरुअरबंधोत्ति ते परिच्चत्ता। तदहिअनिओअणाए आणाकोवेण अप्पावि।।१३२४ ।। तम्हा तित्थयराणं आराहिंतो जहोइअगुणेसु। दिज्ज गणं गीअत्थे णाऊण पवित्तिणिपयं वा।।१३२५ ।।
(पंचवस्तुक श्लोक-१३१८ थी १३२५ मूल) (નોંધ :- આ વિષયમાં આ શ્લોકોની ટીકા પણ ઉપયોગી છે.) १ सूत्रार्थयोरन्यप्रदानं प्रदानं प्रत्यनुमननं अनुज्ञा।
(व्यवहारसूत्र भाष्यगाथा-११४, आ. मलयगिरिसूरिजी कृता टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org