________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૭૧ પરસ્પર અન્યાયના પ્રશ્નો ઉપસ્થિત થયા તો તેના નિવારણ માટે નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નીમ્યા અર્થાત્ પ્રજામાં-લોકમાં ન્યાય પ્રવર્તાવવાના સર્વાધિકાર નાભિકુલકરે ઋષભદેવને સુપ્રત કર્યા. અન્યાય કરનાર પર કઠોર બનવું પડે તો કઠોર, કોમળ બનવું પડે તો કોમળ, દંડ કરીને અટકાવી શકાય તો દંડીને અને પંપાળીને સમજાવી શકાય તો પંપાળીને, હિંસક બનીને કે દયાળુ બનીને કોઈ પણ રીતે રાજાએ પ્રજામાં અન્યાય અટકાવી ન્યાય-સુરક્ષા ફેલાવવાં પડે. જે રાજા ફક્ત લૌકિક ન્યાયના ઉદ્દેશથી રાજ્યનું સંચાલન કરે છે, પ્રજાના હિત માટે સતત સચિંત રહે છે, તે રાજાને પ્રજામાં જે ન્યાય-નીતિ-સદાચાર-સંસ્કાર ફેલાય તેનું ૨૫% પુણ્ય મળે છે. આ વાત કરણ-કરાવણ-અનુમતિના સિદ્ધાંતથી જૈનધર્મને પણ માન્ય છે. ઋષભદેવ ભગવાનની પાટપરંપરામાં અસંખ્ય રાજાઓ થયા, જેમણે કેવળ લોકહિતના દૃષ્ટિકોણથી રાજ્યનું સંચાલન કર્યું, ન્યાય પ્રવર્તાવવા રાજ કર્યું, તો તેમણે અઢળક પુણ્ય બાંધ્યું.
રાજ્ય નરકનું કારણ છે તે વ્યવહારનયનું સૂત્ર છે; કેમ કે રાજ્ય સાથે સત્તા જોડાયેલી હોવાથી આસક્તિ, મોહ અને ઉન્માદ દ્વારા બહુસંખ્યક જીવોને રાજ્ય દુર્ગતિનું જ કારણ બને છે, તે અપેક્ષાએ વ્યવહારનય સાચો છે. જ્યારે નિશ્ચયનયનો અભિપ્રાય એ છે કે જો રાજા નિઃસ્વાર્થભાવે અનાસક્તિથી પ્રજામાં ન્યાય-નીતિ-સદાચાર પ્રવર્તાવવાના શુભાશયવાળો હોય તો તેવી
વ્યક્તિને રાજ્યસંચાલન પણ મહાપુણ્યનું કારણ છે. જૈનશાસ્ત્રોમાં સાપેક્ષપણે બંને વિધાનો મળે. લોકમાં સામાજિક ન્યાય પ્રવર્તાવવા પણ સત્તા જરૂરી છે. રાજાને ન્યાય ફેલાવવા જે કરવું પડે १. यथादेशं यथाकालं, यथाबुद्धि यथाबलम् । अनुशिष्यात् प्रजा राजा, धर्मार्थी तद्धिते रतः ।।२।। यथा तासां च मन्येत, श्रेय आत्मन एव च । तथा कर्माणि सर्वाणि, राजा राष्ट्रेषु वर्तयेत् ।।३।।
" (શ્રી વેવ્યાસ વિરવિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) २. यं च धर्मं चरिष्यन्ति प्रजा राज्ञा सुरक्षिताः । चतुर्थं तस्य धर्मस्य त्वत्संस्थं वै भविष्यति।।२७।। तेन धर्मेण महता सुखं लब्धेन भावितः । पाह्यस्मान् सर्वतो राजन् देवानिव शतक्रतुः ।।२८।।
(શ્રી વેદવ્યાસ વિરતિ મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૬૭) . * प्रभुर्नियमने राजा, य एतान् न नियच्छति । भुङ्क्ते स तस्य पापस्य, चतुर्भागमिति श्रुतिः ।।१८।। भोक्ता तस्य तु पापस्य, सुकृतस्य यथा तथा । नियन्तव्याः सदा राज्ञा, पापा ये स्युनराधिप।।१९।। कृतपापस्त्वसौ राजा, य एतान् न नियच्छति । तथा कृतस्य धर्मस्य, चतुर्भागमुपाश्नुते ।।२०।।
(શ્રી વેદવ્યાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ અધ્યાય-૮૮) 3. धर्माय राजा भवति, न कामकरणाय तु । मान्धातरिति जानीहि, राजा लोकस्य रक्षिता ।।३।। राजा चरति चेद् ધર્મે, રેવત્વાવ જ્યતે | સ વેથ વરત. નરાયેવ કચ્છતિાજા ... ધર્મે વર્ધતિ વર્ષત્તિ, સર્વભૂતાનિ સર્વતા | तस्मिन् हसति हीयन्ते, तस्माद् धर्मं न लोपयेत् ।।१७।। धनात् स्रवति धर्मो हि, धारणाद् वेति निश्चयः । अकार्याणां मनुष्येन्द्र, स सीमान्तकरः स्मृतः ।।१८।। प्रभवार्थे हि भूतानां, धर्मः सृष्टः स्वयम्भुवा । तस्मात् प्रवर्तयेद् धर्म, प्रजानुग्रहकारणात् ।।१९।। तस्माद्धि राजशार्दूल, धर्मः श्रेष्ठतरः स्मृतः । स राजा यः प्रजाः शास्ति, साधुकृत् पुरुषर्षभ ।।२०।। कामक्रोधावनादृत्य, धर्ममेवानुपालय । धर्मः श्रेयस्करतमो, राज्ञां भरतसत्तम ।।२१।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org