________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૩૯૧
તેમણે હજારો વર્ષથી ચાલ્યા આવતા ધર્મો અને તેના નાયક ધર્મગુરુઓ, એમની સંમતિ આ અંગે election (ચૂંટણી) દ્વારા લીધેલી ? કદાચ ભારતની પ્રજાએ સમાજ તરીકે પોતાના સામાજિક જીવનના નિયંત્રણની સત્તા voting (મતદાન) દ્વારા આપી હોય. જોકે બંધારણસભા દ્વારા બનાવેલું બંધારણ ratify ક૨વા (મંજૂ૨ ક૨વા કે બહાલી આપવા) માટેના પ્રથમ electionમાં (ચૂંટણીમાં) પ્રજા દ્વારા voting (મતદાન) ૩ ટકા જ થયું હતું તેવો રીપોર્ટ છે, છતાં પણ ધર્મસત્તાના સભ્યો કે પદાધિકારી નાયકોએ ધર્મને નિયંત્રણ ક૨વાની સત્તા રાજ્યને સુપ્રત કરાયાનો કોઈ પ્રસંગ કે અહેવાલ નથી; તો ધર્મના અનુયાયીઓ કે ધર્મગુરુઓના representation (પ્રતિનિધિત્વ) વિના જ બંધારણસભાએ ધર્મના નિયંત્રણનો અધિકાર કેવી રીતે મેળવ્યો ? આનો યોગ્ય ખુલાસો તેમણે (પેલા બંધારણના નિષ્ણાતે) પણ આપ્યો નહીં. ઊલટું એમ જ કહ્યું કે Modern State is supreme, it has absolute powers. (આધુનિક રાજતંત્ર સર્વોચ્ચ છે, તેની પાસે પરિપૂર્ણ સત્તાઓ છે.) પણ આ વાત રાજનીતિ કે પશ્ચિમના દેશોની પણ ઐતિહાસિક વ્યવસ્થા પ્રમાણે બેસતી નથી; કારણ કે ભૂતકાળમાં દુનિયાના તમામ દેશોનો ઇતિહાસ કહે છે કે temporal power (રાજસત્તા કે રાજ્યસિંહાસન) અને spiritual power (ધર્મસત્તા કે ધર્મસિંહાસન) જુદા હોય. તે બેને ભેગા કરવાનું કામ અને એકમાં જ vest કરવાનું (સ્થાપવાનું) કામ કોઈ કોઈ ધર્મોમાં અને ભારત બહારના દેશોમાં ભૂતકાળમાં થયું છે, પરંતુ આ દેશના ઇતિહાસમાં તો ક્યારેય ધર્મસિંહાસન અને રાજ્યસિંહાસનની સત્તા એકત્રિત કરીને રાજા ધર્મગુરુ બને કે ધર્મગુરુ રાજા બન્યા તેવી વાત આવતી નથી. ઊલટું હજારો વર્ષ જૂના 'આર્યનીતિશાસ્ત્રો તો એમ કહે છે કે ‘રાજાએ ન્યાયનું પ્રવર્તન પણ ધર્મને બાધા ન પહોંચે તે રીતે કરવું. અર્થ-કામ કરતાં ધર્મ બળવાન છે. રાજાએ બધે ધર્મને જ આગળ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ'. આર્યપરંપરામાં લૌકિક ન્યાયમાં પણ ધર્મશાસ્ત્રોની અધિક પ્રમાણભૂતતા હતી. જ્યારે અત્યારે જે રાજસત્તા જ સર્વોપરી છે, અને તેને ધર્મને regulate (નિયંત્રિત) કરવા, control ક૨વા (અંકુશમાં લેવા), restrict કરવા (તેની પર પ્રતિબંધો મૂકવા), reform કરવા (સુધારા) કરવા, religious interferenceના-ધાર્મિક ૧. તસ્માર્થાષ્પ માત્ત્વ, ધર્મ વોત્તરને મવેત્ । સ્મિત્ત્વો રે ચૈવ, ધર્માત્મા સુવમેતે ।।૨।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામાત, શાન્તિપર્વ, અધ્યાય-૧૨) * न्यायप्रवृत्तो नृपतिरात्मानमथ च प्रजाः । त्रिवर्गेणोपसंधत्ते निहन्ति ध्रुवमन्यथा ।। ६७ ।। ... वेणो नष्टस्त्वधर्मेण, पृथुर्वृद्धः સ્વધર્મત । તસ્માદ્ધર્મ પુરસ્કૃત્ય, યતેતાર્થાય પાર્થિવઃ ।।૬૬।।
(શુનીતિ, ગધ્યાય-૨)
I
* लेख्यं यत्र न विद्येत न भुक्तिर्न च साक्षिणः । न च दिव्यावतारोऽस्ति प्रमाणं तत्र पार्थिवः ।। २६६ ।। निश्चेतुं ये न शक्याः स्युर्वादाः सन्दिग्धरूपिणः । सीमाद्यास्तत्र नृपतिः प्रमाणं स्यात् प्रभुर्यतः । । २६७ ।। स्वतन्त्रः साधयन्नर्थान्, राजाऽपि स्याच्च किल्बिषी । धर्मशास्त्राऽविरोधेन, ह्यर्थशास्त्रं विचारयेत् ।। २६८ ।। राजामात्यप्रलोभेन, व्यवहारस्तु दुष्यति । लोकोऽपि च्यवते धर्मात्कूटार्थे सम्प्रवर्त्तते ।। २६९।।
(શુનીતિ, અધ્યાય-૪-રાનધર્મનિરૂપળ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org