________________
૩૯૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
બાબતોમાં હસ્તક્ષેપ કરવાના તમામ અધિકારો છે, તે વાત ખૂબ જ ભયંકર અને ધર્મસત્તાના સંપૂર્ણ અસ્વીકારની છે. તેમાંથી જ મહાઅનર્થો ઊભા થયા છે. હકીકતમાં State has no power to dominate the religion. (ધર્મ પર અધિકાર ચલાવવાની રાજ્યને કોઈ સત્તા નથી.) હા, ધર્મસત્તા પણ રાજસત્તામાં માથું ન મારે. એ સમજે કે સામાજિક બાબતો તે રાજ્યનો વિષય છે, અમારો નહીં. ખાલી સલાહ લેવા આવે તો રાજ્યને ન્યાય-નીતિની યોગ્ય સલાહ ધર્મગુરુઓ આપે, પણ interference (દખલગીરી) ન કરે; કેમ કે બંનેનાં પોતપોતાના jurisdiction (કાર્યક્ષેત્ર) જુદાં છે. પરંતુ આપણે આજે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે ઘરના જૈનો પણ શાસનના કે ગીતાર્થના અધિકારો માનવા તૈયાર નથી, તો પછી stateની (સરકારની) વાત ક્યાં કરીએ ? જૈનો પણ શાસ્ત્રને ઉલાળિયાં કરી ન માને તેવા પેદા થયા છે, અરે ! સાધુઓ પણ શાસ્ત્રને નામંજૂર કરે તેવું વાતાવરણ થઈ રહ્યું છે. વાસ્તવમાં જેનશાસનના બંધારણમાં જેને વિશ્વાસ ન હોય તેને જેનશાસનમાં રહેવાનો હક્ક નથી. તમારી સૌથી વધારે કસોટી બંધારણના સ્વીકારમાં આવશે. આપણા બંનેના (સાધુ અને શ્રાવકના) rules અને regulations (કાયદા-કાનૂન) તેના અનુસાર આવશે. છેલ્લે તમારી પાસે લોકોત્તર ન્યાય પળાવવો છે, જેમાં તમારી અને આખી જીવસૃષ્ટિની સુરક્ષા, શાંતિ અને વિકાસ સમાયેલો છે. સુરાજ્ય પ્રજા પાસેથી કાયદા-કાનૂન પળાવી પ્રજાને આબાદ, સુરક્ષિત કરે, તેમ ધર્મસત્તાના શરણે જનાર પાસેથી ભગવાન લોકોત્તર ન્યાયનું પાલન કરાવી સૌની આબાદી, સુરક્ષા ફેલાવે, તે વાત આગળ આવશે. આ શાસનમાં સભ્ય બનવા માટે minimum (ઓછામાં ઓછું-લઘુત્તમ) શું જોઈએ ? તે પણ આવશે, અને ઉત્કૃષ્ટથી બધા જ નીતિ-નિયમો (કાયદા-કાનૂનો) પાળનાર કેવો હોય, તે પણ આવશે. Constitutionમાંથી (બંધારણમાંથી) જ બધા Laws, Acts (કાયદાઓ) તેની કલમ અનુસારે ઘડાય, તેમ દ્વાદશાંગીમાંથી જ બધી જિનાજ્ઞા નીકળી છે. તે જેને જે લાગુ પડે તે પ્રમાણે પાલન કરવાની હોય છે. સંચાલન માટે અધિકારની વહેંચણી જે ગણધરો સ્વયં કરે છે તેમાં સંઘના સામાન્ય સભ્યો, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા, વિશેષ પદાધિકારી ગણિ, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક, ઉપાધ્યાય, આચાર્ય, પ્રવર્તિની, મહત્તરા આદિ જે-જે છે, તે સર્વની ગોઠવણ શ્રીસંઘમાં તીર્થકરની હાજરીમાં જ સમય અનુસાર ગણધરો દ્વારા થાય છે. ત્યાર પછી તેનાથી શાસનનું તંત્ર વ્યવસ્થિત ચાલે. પ્રભુ મહાવીરના શાસનનું તંત્ર પણ પાંચમા આરાની શરૂઆતનાં લગભગ ૬૦૦ વર્ષ સુધી સુબદ્ધ ચાલ્યું છે. અત્યારે આપણું વહીવટીતંત્ર અખ્ખલિત, અત્રુટિત નથી, તેથી સમજાવવા દૃષ્ટાંતો તે વખતનાં આપવાં પડશે. સુધર્માસ્વામીથી વજસ્વામી સુધી શાસન અકબંધ રહ્યું છે. તે વખતનું રેખાચિત્ર સમજો તો કબૂલ કરવું પડે કે જરા પણ ગોલમાલ ન ચાલે તેવી રીતે ધર્મશાસનનું તંત્ર ત્રણે wing-પાંખ સાથે ત્યારે બરાબર ચાલતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org