________________
૩૯૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।
(મમ્મલિત પ્રરણo જ્ઞો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થનો મુખ્ય ઉદ્દેશ લોકોત્તર ન્યાય પ્રવર્તન દ્વારા જીવમાત્રને મોક્ષમાં મોકલવા તે છે :
તીર્થંકરનામકર્મના ઉત્કૃષ્ટ વિપાકોદયકાળમાં ભાવતીર્થંકરની પુણ્યાઈ પરાકાષ્ઠાની હોય છે. તેમનું આદેયનામકર્મ પ્રબળ પ્રવર્તતું હોય છે ત્યારે તેમનાથી આ ધર્મતીર્થની સ્થાપના કરાય છે. તેમના વચનની આદયતાથી જ પ્રથમ દેશનામાં તેમને ગણધરો જેવા શ્રેષ્ઠ શિષ્યો મળે છે, જેમને પ્રતિબોધ પમાડી પ્રભુ સ્વયં તેમનામાં તીર્થસંચાલનની ક્ષમતા પેદા કરે છે. આવા ગણધરોને સ્થાપનાના પ્રથમ દિવસે જ તીર્થકર આખું તીર્થ સર્વાધિકાર સાથે સુપ્રત કરે છે. ગણધરોને પણ શાસન ચલાવવા પાયામાં બંધારણ જોઈએ, જે દ્વાદશાંગીશ્રતની રચના દ્વારા તેમણે કરેલ છે. વળી તીર્થકરોએ તેને મહોરછાપ મારી ratify કરેલ (સંમતિ આપેલી છે. આ દ્વાદશાંગીમાં અનેક વિષયોનું વર્ણન છે; સાથે-સાથે ધર્મશાસનની વ્યવસ્થા, દરેક અનુયાયીના અધિકારો, તેમ જ તેને પાળવાના નીતિ-નિયમો, ફરજો અને સામૂહિક સંઘવ્યવસ્થા આદિનું દાખલા-દલીલ સાથે વ્યવસ્થિત વર્ણન છે. આખા ધર્મતીર્થનો સંક્ષેપમાં મુખ્ય ઉદ્દેશ તો લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાનો જ છે. તે એટલો મહાન અને વ્યાપક છે કે આ દુનિયામાં કોઈ પણ હિતકારી પ્રવૃત્તિ કરનાર લોકકલ્યાણકારી સામાજિક સંસ્થા કે ધાર્મિક સંસ્થા હોય, પણ તેનું આવું વ્યાપક ક્ષેત્ર નહિ હોય. આ કારણે દુનિયાની તમામ હિતકારી પ્રવૃત્તિઓ અને તે કરનાર સંસ્થાઓના આદર્શો ધર્મસત્તાના ઉદ્દેશ પાસે વામણા લાગે. બીજી બધી સંસ્થાઓના આદર્શો આમાં સમાઈ જાય. દા. ત. આંખના સારા નિષ્ણાતો હોય અને તેમની પેનલ ભેગી થઈને મફત સારવાર માટે eye camp (આંખના રોગના નિદાન અર્થે યોજાયેલ વિશેષ કાર્યક્રમ) કરે, જેમાં આંખના રોગોના નિદાન-ઉપચાર હોય. તેના બદલે કોઈ બધા રોગોના નિષ્ણાતો હાજર કરાવી મોટે પાયે રોગનિદાન-ઉપચાર કેમ્પ કરે તો તેમાં eye campનો ઉદ્દેશ તો આવી જ જાય, ઉપરાંત બીજા १. केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम्। लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ।।१८।। (व्या.) केवलमित्यादि। केवलं निरावरणम्, अधिगम्य प्राप्य, विभुः सर्वगतज्ञानात्मा, स्वयमेव स्वशक्त्यैव, ज्ञानदर्शनं . ज्ञानं च दर्शनं चेति समाहारद्वन्द्वः। अनन्तं प्रवाहविच्छेदकावरणहेत्वभावादन्तरहितम्। लोकहिताय लोकानामासनभव्यानां हितमभ्युदयनिःश्रेयसे तदर्थम्, कृतार्थोऽपि सिद्धप्रयोजनोऽपि, इदं तीर्थं वर्तमानप्रवचनं देशयामास ।।१८।।
(તત્ત્વાર્થસૂત્ર સંબંધોરિયા, ન્રોવર-૨૮, મૂન, ૩. યશોવિનયની ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org