________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૪૦૫ જિનાજ્ઞાઓનું (કાયદા-કાનૂનનું) પાલન કરવું છે. આવા અનુયાયીને શાસ્ત્રમાં સંપૂર્ણ આશાંકિત, સંપૂર્ણ સમર્પિત કહ્યો. તેવી વ્યક્તિના જીવનમાં કોઈ જીવ પ્રત્યે અન્યાયી વર્તન ન હોય અને તેને પણ કોઈના તરફથી અન્યાય ન હોય. તેવી સર્વ જીવ હિતકારી જીવનપદ્ધતિ તેના જીવનમાં સંપૂર્ણ જિનાજ્ઞાપાલનના કારણે હોય. ધર્મસત્તાને સમર્પિત થવાનું આ શ્રેષ્ઠ ધોરણ છે, જે સુરાજ્યના ઉત્કૃષ્ટ સભ્ય નાગરિક જેવું છે. ધર્મસત્તાનું શરણ સ્વીકારવું અને સંપૂર્ણ સમર્પિત થવું એ બેમાં આભ-જમીનનું અંતર છે. ધર્મશાસનના બંધારણરૂપ બધાં શાસ્ત્રોને શિરોમાન્ય કરે, તેના પ્રત્યે અટલ શ્રદ્ધા-વફાદારી દિલથી વ્યક્ત કરે, પરંતુ કાયદા-કાનૂન બધા ન પાળે તો તેણે શરણ સ્વીકાર્યું કહેવાય અર્થાત્ દેશનો નાગરિક કહેવાય, પણ સમર્પિત ન કહેવાય; કારણ કે હજી ઘણા કાયદા-કાનૂનનું પાલન કરતો નથી, અપરાધ કરે છે.
સભા : જિનાજ્ઞાને સંપૂર્ણ સમર્પિત જીવ બીજા જીવોને અન્યાય ન કરે તે બની શકે, પણ બીજા તેને અન્યાય ન કરે તેવું કેવી રીતે બને ?
સાહેબજી : બીજા તરફથી પણ ગણતરીમાં લઈ શકાય તેવો અન્યાય તેને ન જ આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે સંપૂર્ણ જિનાજ્ઞામાં રહે તેના શુભ મનોરથો નિયમા ફળે. તેને કદી જીવનમાં આજ્ઞાપાલનના પ્રભાવે એવું વિદન આવે જ નહીં કે જે તેનો આત્મવિકાસ ઉથલાવે. તમને હજી આ ભૂમિકા, તેનું માનસ અને તેનો મહિમા ખબર નથી. Guarantee (પાકી બાંહેધરી) સાથે લખ્યું છે કે તેવા વિ તં નમંતિ ન ઘને સયા મો જેમનું મન હંમેશ માટે ધર્મમાં હોય છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે, અથવા તો વિનસંપલામ (વિમ્બરહિતપણે સંપત્તિઓનું આગમન) તેવો મહિમા દર્શાવ્યો છે.
સભા : ભગવાનને પણ ઉપસર્ગો થયા જ છે ને ?
સાહેબજી : ઉપસર્ગોએ ભગવાનની સાધનામાં કોઈ વિઘ્ન કર્યું જ નથી, ઉલટો સાધનામાં વેગ પૂર્યો છે. પ્રભુ પોતે પણ તેને અન્યાય કે વિક્ષેપ માનતા જ નથી, ઊલટું વિચારે છે કે કર્મનિર્જરાનું સારું સાધન આવ્યું. પ્રભુને જો એ ઉપસર્ગ ખરેખર સાધનામાં ઉપસર્ગકારી લાગે, તોપણ તે ત્યાં ને ત્યાં ટળી જાય; કારણ કે પ્રભુ તો સિદ્ધયોગી છે. તેમની ભૂમિકા સમજવા તમારે ફૂટપટ્ટી બદલવી પડશે. १. इय सो महाणुभावो सव्वत्थवि अविहिभावचागेण| चरियं विसुद्धधम्मं अक्खलियाराहगो जाओ।।४१२।। इत्येवमुक्तनीत्या संकाशजीवो महानुभावः समुद्घटितप्रशस्तसामर्थ्यः सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य विशुद्धधर्मं श्रुतचारित्रलक्षणमस्खलिताराधको निर्वाणस्य અજ્ઞાત
(૩૫વેશપલ, શ્લોવ-૪૨૨ મૂન-ટીવા) २. एवं तद्विघातरहिता: अवन्ध्यपुण्यबीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत्, तथा अधिकानुपपत्तेः नातोऽधिकं पुण्यं, एवं पापक्षयभावात् निर्दग्धमेतत्, तथाऽहेतुकविघातासिद्धेः सदा सत्वादिभावेन ४।
(हरिभद्रसूरिजी कृता ललितविस्तरा - धर्मनायकपदविवरण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org