Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 444
________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ૪૦૭ સભા : રાજ્ય ફાંસીની સજા આપે તો શું સવલત મળે ? સાહેબજી : ફાંસીની સજા જાહેર થયા પછી પણ જ્યાં સુધી તેનો અમલ નથી થયો ત્યાં સુધી તેના civil rights protect (નાગરિકતકોનું રક્ષણ) કરવાની જવાબદારી પણ રાજ્યની જ છે. અરે તે જેલમાં હોય ત્યારે કોઈ વ્યક્તિ તેને ઘાયલ કરી દે તો તે રાજ્ય પાસે વળતર પણ માંગી શકે છે, જે રાજ્ય ચૂકવવું જ પડે. જેને રાજ્યશાસનનું પણ આ વ્યવસ્થાતંત્ર સમજાયું નથી, તે ભાન વિના ગમે તેમ બોલે. ધર્મશાસનના પણ ધારાધોરણો સમજવા રાજ્યશાસનના માળખાની જાણકારી ઉપયોગી છે. સભા : અપરાધીને રાજ્ય ચલાવી લે તો ? સાહેબજી : રાજ્ય અપરાધની યોગ્ય સજા ન કરે તો તે રાજ્યતંત્ર ખામીવાળું ગણાય. ધર્મશાસનમાં તેવી ખામીનો પ્રશ્ન નથી; પરંતુ અત્યારે દંડ-સજા ફરમાવવાની વાત નથી, તે વાત ન્યાયતંત્રના વર્ણનમાં આવશે. જેમ નાનામાં નાના કાયદાનું પણ પાલન ન કરે તે વ્યક્તિ સજાને પાત્ર છે, છતાં રાજ્યમાં રહેવા લાયક છે, નાગરિક તરીકે રાજ્ય તેના મૂળભૂત અધિકારો અકબંધ રાખે છે; તેમ તમે પાલન ન કરી શકો તોપણ નક્કી કરો કે મને આ શાસન અને તેના ઉપદેશરૂપ શાસ્ત્રો as it is (જેવાં છે તે સ્વરૂપે જો ફેરફાર વિના હિતકારી તરીકે માન્ય છે, તો તમે પણ ૮૪ લાખ જીવાયોનિરૂપ ભવચક્રમાં શાસનની છત્રછાયા હેઠળ સુરક્ષિત છો. સભા : શાસ્ત્રની વાતમાં શંકા પડે તો ? સાહેબજી : સમજવાના દૃષ્ટિકોણથી શંકા પડે, ન સમજાય તેથી શંકા પડે, જિજ્ઞાસાથી સમજવા પ્રશ્નરૂપે શંકા કરો તો તેમાં કોઈ વાંધો નથી; પરંતુ અવિશ્વાસબુદ્ધિથી શંકા કરો કે અસ્વીકાર કરો તો જ દોષ છે. જેમ દેશના કાયદા-કાનૂન ન સમજાય, તેના લાભ-નુકસાન બુદ્ધિમાં ન બેસે તો તમે તેના નિષ્ણાતોને પૂછી શકો છો; તેમ અહીં જાણવા-સમજવાની ના 9. 21. Protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law" (Article 21 of The Constitution of India) * Civil rights protection even of thief/killer : "Convicts are not, by mere reason of the conviction denuded of all the fundamental rights which they otherwise possess. A compulsion under the authority of law, following upon a conviction, to live in a prison-house entails to by its own force the deprivation of fundamental freedoms like the right to move freely throughout the territory of India or the right to 'practise' a profession. A man of profession would thus tand stripped of his right to hold consultations while serving out his sentence. But the Constitution guarantees other freedoms like the right to acquire, hold and dispose of property for the exercise of which incarceration can be no impediment. Likewise, even a convict is entited to the precious right guaranteed by Article 21 of the Constitution that he shall not be deprived of his life or personal liberty except according to procedure established by law". (Supreme Court in D. Bhuvan Mohan Parnaik & Ors. Vs. State of Andhra Pradesh & Ors. AIR 1974 SC 2092) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508