________________
४०४
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ (નીતિ-નિયમોમાં) ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. પેટાનિયમોમાં કેટલી મર્યાદા સુધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસારે પરિવર્તન લાવી શકાય, અને ક્યાં ન લાવી શકાય, તેની મર્યાદા પણ દ્વાદશાંગીમાં જ નિશ્ચિત કરી દર્શાવેલ છે. આવા પરિવર્તનને શાસ્ત્રમાં જીતાચાર પણ કહેવાય છે. તેથી બંધારણમાં flexibility (પરિવર્તનશીલતા) કેટલી છે અને rigidity (અપરિવર્તનશીલતા) કેટલી છે તે પણ પાયામાંથી જ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે. રાજ્યોના નવા ઘડાતા બંધારણોમાં પણ ઘડવૈયાઓએ બોધપાઠ લેવા જેવી આ જૈનશાસનની ખૂબી છે. આ ગીતાર્થોની legislative wing (કાયદા ઘડનાર પાંખ) હરેક ગચ્છ, કુલ, ગણ, સંઘના સ્તરે હોવી જરૂરી છે. અને જેમ કેન્દ્રના કાયદા-કાનૂન કરતાં દરેક રાજ્ય અને છેક મ્યુનિસિપાલિટી કે ગ્રામપંચાયત સ્તરના કાયદા-કાનૂનો જુદા જુદા હોય છે, તેમ દરેક ગચ્છમાં કે કુલોમાં પણ પેટાનીતિ-નિયમો હિતકારી સંયોગોને લક્ષ્યમાં રાખી જુદા જુદા હોઈ શકે છે, તે-તે સ્થાનિક સંઘોની પણ મર્યાદાઓ જુદી-જુદી હોઈ શકે છે. પરંતુ હોય બધું જિનાજ્ઞા સંમત જ. તેમાં વિવાદ કરવો કે મતભેદો-બુદ્ધિભેદો ઊભા કરવા તે મૂર્ખતા છે. આ વાત જૈનશાસનની બંધારણની વ્યવસ્થા અને તેના કાયદા-કાનૂનની flexibility (જરૂરી ફેરફારો કરી શકવાની સંભાવનાઓ) જે સમજતા હોય તેવા નિપુણ ગીતાર્થને જ ખ્યાલ આવે, બીજા તો તેમનું અનુસરણ કરે તેમાં જ લાભ છે. ધર્મસત્તાનું શરણ સ્વીકારવાનું અને સંપૂર્ણ સમર્પિત થવાનું બેરોમીટર :
આ ધર્મશાસનને પૂર્ણપણે સમર્પિત થવું તેનો અર્થ એ છે કે પોતાની ભૂમિકા પ્રમાણે પોતાને લાગુ પડતી તમામ જિનાજ્ઞાઓનું જીવનમાં સંપૂર્ણપણે પાલન કરે, તે માટે જીવન ન્યોચ્છાવર કરે, પોતાની મન-વચન-કાયાની શક્તિ જિનાજ્ઞાપાલનમાં જ વાપરે, તેમાં શક્તિ ન ગોપવે; કારણ કે તે મોહથી ત્રાસ્યો છે, કર્મસત્તાના સકંજામાંથી છૂટવા માંગે છે, જે માટે સક્ષમ ધર્મસત્તા જ તેને દેખાય છે. તેથી રક્ષણ માટે તેને પૂરેપૂરા dedicate (સમર્પિત) થવું છે. આ રીતે સંપૂર્ણ સમર્પિત થનારો પ્રજાજન સામાન્ય જૈનથી આરંભીને આચાર્ય સુધીની કક્ષાની કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે. માત્ર તેનામાં એટલી તૈયારી હોય કે મારે મને લાગુ પડતી તમામ १. सङ्घानुमाननप्रकारमेवाहसंघो महाणुभागो, अहं च वेदेसिओ इह सयं च । संघसमिइं ण जाणे, तं भे सव्वं खमावेमि ।।११२।। 'संघोत्ति। सङ्घः महान् अनुभाग:-अचिन्त्या शक्तिरस्येति महानुभाग:, अहं च 'वैदेशिक:' विदेशवर्ती 'इह' अस्मिन् स्थाने भगवतीं 'सङ्घसमिति' सङ्घमर्यादां च स्वयं न जाने ततो युक्तमयुक्तं वक्तुं वा सर्वं 'भे' भवतः क्षमयामि।।११२।।
થત:
अन्नन्ना समिईणं, ठवणा खलु तम्मि तम्मि देसम्मि । गीयत्थजणाइन्ना, अदेसिओ तो ण जाणामि ।।११३।। 'अन्नन्नत्ति। तस्मिन् तस्मिन् देशे खलु अन्यान्या 'समितीनां' सङ्घमर्यादानां स्थापना गीतार्थजनाचीर्णा ततोऽहमदेशिक इहत्यां सङ्घमर्यादास्थापनां न जानामि ततः क्षमयतः श्रुतोपदेशेनाहमपि किञ्चिद्वक्ष्ये।।११३।।
(પુરાતત્ત્વવિનિય, દ્વિતીય સત્તાસ, વ-૨૨૨-૨૨૩, મૂન-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org