Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 439
________________ ૪૦૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ કોઈ વચન કષશુદ્ધિ આદિ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય તો તેવા વચનને સર્વજ્ઞનું વચન માનવામાં કોઈ બાધ નથી, તો પછી હાલમાં ઉપલબ્ધ પીસ્તાલીશ આગમ માનવામાં પ્રામાણિક જાણકારને શું વાંધો હોય ? ધર્મસત્તાનો સર્વશ્રેષ્ઠ હિતકારી આદર્શ : અત્યારના ભારતના બંધારણનો ઉદ્દેશ - આ દેશના સર્વ નાગરિકોને સમાન અધિકાર, સમાન ન્યાય અને સમાન વિકાસની તકો આપવા, તેમ જ પરસ્પરના ભેદભાવ, અસમાનતા, શોષણ, અન્યાય દૂર કરવા અને egalitarian societyનું (તમામ સભ્યો માટે સમાન અધિકારો પ્રવર્તમાન હોય તેવી સમાજવ્યવસ્થાનું) નિર્માણ કરવાનો - છે. તેમ ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ પણ જગતના સર્વ જીવોમાં રહેલી અસમાનતા, ભેદભાવ, શોષણ, અન્યાય દૂર કરી, સદા માટે સમાનતા અને ન્યાયયુક્ત પૂર્ણ સુખી જીવન પૂરું પાડવાનો છે. જે જીવો આ ધર્મતીર્થનું શરણ સ્વીકારીને મોક્ષે ગયા તે બધા સંપૂર્ણ સમાન થઈ ગયા. ત્યાં કોઈ અન્યાય, શોષણ, અસમાનતા, ભેદભાવ નથી, આત્માનો પૂર્ણ વિકાસ અને પૂર્ણ આબાદી છે. સિદ્ધ ભગવંતોમાં કોઈ નબળો, અધૂરો, અવિકસિત નથી. આવા સર્વને સમાન અને પૂર્ણ વિકસિત બનાવવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશથી ધર્મસત્તાની સ્થાપના છે. વળી, આ મહાન આદર્શ વાતોરૂપે ન રહે તે માટે, જેમ દેશમાં સમાનતા સ્થાપવા દરેક નાગરિકના મૂળભૂત અધિકારોને રાજ્ય માન્યતા આપે છે. દા. ત. right to live (જીવવાનો અધિકાર), right to livelihood (જીવનનિર્વાહનો અધિકાર), right to freedom (સ્વતંત્રતાનો અધિકાર), right to justice (ન્યાય મેળવવાનો અધિકાર) વગેરે અધિકારો દરેક નાગરિકને દેશમાં સમાન છે; તેમ અહીં પણ ધર્મશાસનમાં સર્વ જીવોનો જીવવાનો અધિકાર, સમાનતાનો અધિકાર, ન્યાય મેળવવાનો અધિકાર, વિકાસ કરવાનો અધિકાર આવા અનેક અધિકાર ભગવાને માન્ય કર્યા જ છે. આ જ ધર્મસત્તાની વિશાળતા, વ્યાપકતા દર્શાવે છે. 4. WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens : JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, faith and worship; EQUALITY of status and of opportunity; and to promote among them all FRATERNITY assuring the dignity of the individual and the [unity and integrity of the Nation; IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949. do HEREBY. ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION. (Preamble of the Constitution of India) * Supreme Court - in Sri Adi Visheshwara of Kashi Vishwanath Temple, Varanasi and Ors. Vs. State of U. P. and Ors. - [1997] 2 SCR 1086 - "The Constitution seeks to establish an egalitarian social order in which any discrimination on grounds of religion, race, caste, sect or sex alone is violative of equality enshrined in Articles 14, 15 and 16 etc. of the Constitution". (Supreme Court in [1997] 2 scR 1086) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508