________________
૪00
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તમારે છે. તમારે સમજ વગર માન્ય કરવું પડે તો તેમાં તમારી ખામી છે, ભગવાનની નહીં. ગામડાનો ભરવાડ, જે દેશનું બંધારણ ભણ્યો નથી, તે કહે કે હું કેવી રીતે જાણ્યા વિના follow (માન્ય) કરું ? તો રાજ્ય કહેશે કે ભણ. જો ન ભણે તોપણ follow (માન્ય) તો કરવું જ પડશે. અરે ! દુનિયાના કોઈ પણ દેશમાં “હું બંધારણને જાણ્યા વગર, ભણ્યા વગર, સમજ્યા વગર તેનું અમલીકરણ શિરોમાન્ય ન કરું' તેમ કહેનારને ત્યાંની સરકાર નાગરિક તરીકે માન્ય કરે ? તે તો કહે કે આ દેશમાં રહેવું હોય, સુવિધા જોઈતી હોય તો સમજીને કે સમજ્યા વિના પણ બંધારણને શિરોમાન્ય તો કરવું જ પડશે. તમારે શાસ્ત્ર સમજવાં હોય, તો સમજાવવા ધર્મગુરુઓ હાજર છે. આખી જિંદગી ભણો, વિચારો, convince (નિઃશંક) થાઓ, રસ્તો ખુલ્લો છે. પરંતુ જાતે જાણકાર ન થઈ શકો તો જાણકારના વચનથી પણ વિશ્વાસ તો મૂકવો જ પડે. દરેક ક્ષેત્રમાં રસ્તો આ જ છે. કાં જાણકાર બનો, કાં જાણકારને વિશ્વાસથી અનુસરો. કોઈ કહે કે હું વકીલ બનું નહીં અને વકીલની સલાહ પણ માનું નહિ, તો કાયદામાં સપડાશે. ડૉક્ટર બનું નહિ, અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ પણ માનું નહિ, તો આરોગ્યમાં નુકસાન ભોગવશે. તે રીતે સાર્વત્રિક સમજવાનું. તેમ ધર્મક્ષેત્રમાં પણ અજ્ઞાન એ અસ્વીકાર માટેનું license (પરવાનો) નથી.
સભા : બંધારણમાં તો amendment (સુધારા-વધારા) થઈ શકે છે.
સાહેબજી : તેના core featureમાં (મૂળભૂત માળખામાં) સુધારો થઈ શકતો નથી. આખી parliament (સંસદ) ભેગી થાય તોપણ સર્વાનુમતે તેમાં ફેરફાર ન કરી શકે, તેવો ચુકાદો સુપ્રિમ કોર્ટનો પણ આવી ગયો છે. છતાં વર્તમાન રાજ્યનું બંધારણ તો બંધારણસભાએ ભેગા મળીને ઘડ્યું છે. તેના દાખલાથી પૂર્ણજ્ઞાનીના વચનરૂપ શાસ્ત્રમાં amendmentનો (સુધારણાનો) પ્રસ્તાવ ન મુકાય. હા, દ્વાદશાંગીમાં પણ fundamentals unchangeable છે (મૂળભૂત બાબતો બદલી ન શકાય તેવી છે), bye-laws (પેટાનિયમો) તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે બદલી શકાય છે. દ્વાદશાંગીરૂપ બંધારણમાં flexibility (પરિવર્તનશીલતા) કેટલી અને rigidity (અપરિવર્તનશીલતા) કેટલી તે પણ બંધારણમાં જ સ્પષ્ટ કરેલ છે. તેથી કોઈ amendmentની (સુધારણાની) ચિંતા કરવા જેવી નથી. આ વાત આગળ વહીવટીતંત્રના વર્ણનમાં આવશે. પ્રસ્તુતમાં તો વાત એટલી જ છે કે પાંચમા આરાનો સંઘ હોય કે ચોથા આરાનો સંઘ હોય, ૧. તથા વોવત્તतित्थयरे भगवंते, जगजीववियाणए तिलोअगुरू। जो ण करेइ पमाणं, ण सो पमाणं सुअहराणं ।।१२४ ।। "तित्थयरे'त्ति। तीर्थकरान् भगवतः "जगज्जीवविज्ञायकान्' सर्वज्ञानित्यर्थः, त्रिलोकगुरून् यो न करोति प्रमाणं न स प्रमाणं श्रुतधराणाम्।।१२४ ।। तित्थयरे भगवंते, जगजीवविआणए तिलोअगुरू। जो उ करेइ पमाणं, सो उ पमाणं सुअहराणं ।।१२५ ।। "तित्थयरे'त्ति। तीर्थकरान् भगवतो जगज्जीवविज्ञायकान् त्रिलोकगुरून् यस्तु प्रमाणं करोति स प्रमाणं श्रुतधराणाम्।।१२५ ।।
(ગુરુતત્ત્વવિનિય, દ્વિતીય સત્તાસ, સ્નો-૧૨૪-૧રક મૂ-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org